અમદાવાદમાં બે દિવસના વિરામ બાદ આજે ફરી ગાજવીજ સાથે વરસાદ શરૂ
ગુજરાતમાં વરસાદ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે, છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદના વિરામ બાદ આજે એકવાર ફરી મેઘાની ગાજવીજ સાથે એન્ટ્રી થઇ છે. અમદાવાદના સરખેજ રોડ પર હાલમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં મેઘાનું તાંડવ આજે પણ યથાવત છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી વિરામ બાદ લોકો બફારાથી કંટાળી ગયા
ગુજરાતમાં વરસાદ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોકે, છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદના વિરામ બાદ આજે એકવાર ફરી મેઘાની ગાજવીજ સાથે એન્ટ્રી થઇ છે. અમદાવાદના સરખેજ રોડ પર હાલમાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં મેઘાનું તાંડવ આજે પણ યથાવત છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી વિરામ બાદ લોકો બફારાથી કંટાળી ગયા હતા. જોકે, આજે વહેલી સવારથી જ ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યું હતું, જે હવે ભારે વરસાદમાં ફેરવાયું છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ચાંદખેડામાં (દોઢ ઇંચ) ખાબક્યો છે. વળી આ ઉપરાંત શહેરના તમામ વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના અખબારનગર અંડરપાસમાં પાણી ભરાઇ ગયા છે જેના કારણે તેને બંધ કરવો પડ્યો છે. વળી મોટી વણજાર અંડરપાસમાં પણ પાણી ભરાઇ જતા તેને બંધ કરવાની ફરજ પડી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં અનરાધાર મેઘસવારી થઇ છે. ત્યારે નવસારીના વાંસદામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 16 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત વલસાડના કપરાડામાં છેલ્લા 24 કલાકમાં 15 ઈંચ, વલસાડના ધરમપુરમાં છેલ્લા 24 કલાકમાં 14 ઈંચ, વલસાડના પારડીમાં છેલ્લા 24 કલાકમાં 11.5 ઈંચ, ડાંગના સુબીરમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ, વલસાડના વાપીમાં છેલ્લા 24 કલાકમાં 10.5 ઈંચ, ડાંગના વઘઈમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ, નવસારીના ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ, તાપીના ડોલવણમાં છેલ્લા 24 કલાકમાં 9 ઈંચ, વલસાડના ઉંમરગામમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ, નર્મદાના નાંદોદમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ, ડાંગના આહવામાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ, વડોદરાના ડભોઈમાં છેલ્લા 24 કલાકમાં 7.5 ઈંચ, વડોદરાના કરજણમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ, વલસાડ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ, ગીરસોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ, ગીરસોમનાથના કોડીનારમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ અને ગીરસોમનાથના ગીરગઢડામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે અને હાલ રાહત મળવાની પણ કોઈ આશા દેખાઇ રહી નથી. સૌથી ખરાબ હાલત નવસારીની છે. જ્યાં હાલત એવી છે કે પૂરમાં બધું ડૂબી ગયું છે. અહીં દૂર-દૂર જ્યા પણ નજર જાય છે પાણી અને માત્ર પાણી જ દેખાઇ રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 18 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગુજરાત મોનસૂન વિભાગે પૂર્વ ગુજરાત અથવા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. વરસાદ અને પૂર જેવી સ્થિતિને જોતા નવસારીમાં ગુરુવારે તમામ શાળા-કોલેજો બંધ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લાની સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ઘરોમાં કેદ રહેવા મજબૂર બન્યા છે.
Advertisement