ડોક્ટર બનવાની ઘેલછામાં કમ્પાઉન્ડર બન્યો હત્યાનો આરોપી, આવી રીતે આપ્યો હતો ગુન્હાને અંજામ
અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી બે મહિલાઓના મૃતદેહ એક પછી એક મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું. માતા અને પુત્રીની હત્યા કરનાર આરોપી મનસુખની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપી મનસુખ કર્ણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેની ફરજ બજાવતો હતો પરંતુ હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની ગેરહાજરીમાં ઘણા ખરા દર્દીઓની સારવાર પણ કરતો હતો અને મૃતક ભાàª
04:24 PM Dec 22, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાંથી બે મહિલાઓના મૃતદેહ એક પછી એક મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું. માતા અને પુત્રીની હત્યા કરનાર આરોપી મનસુખની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપી મનસુખ કર્ણ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેની ફરજ બજાવતો હતો પરંતુ હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની ગેરહાજરીમાં ઘણા ખરા દર્દીઓની સારવાર પણ કરતો હતો અને મૃતક ભારતીબેન અને ચંપાબેન જેવા લોકોના ઓપરેશન પણ કરી નાખતો હતો. અને આ જ ઓપરેશન કરી નાંખવાની ઘેલછાએ કમ્પાઉન્ડર મનસુખને આજે આરોપી બનાવી દીધો છે.
પોલીસ સમક્ષ ગુનો કબુલ્યો
સામાન્ય દિવસોમાં બપોરના સમયે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ભુલાભાઈ ચાર રસ્તા પાસે ટ્રાફિક થોડો ઘણો રહેતો હોય છે પરંતુ ગઈકાલે આ વિસ્તારમાં ટ્રાફિક જોવા મળી રહ્યો હતો એનું કારણ હતું કે નજીકમાં જ આવેલી કર્ણ હોસ્પિટલમાંથી પહેલા એક 28 થી 30 વર્ષીય યુવતી નો મૃતદેહ કબાટ માંથી મળી આવ્યો હતો અને બાદમાં હોસ્પિટલના પલંગ નીચેથી મહિલાનો પણ મૃતદેહ મળી આવતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા આ સમયે હોસ્પિટલ ની અંદર રહેલા મનસુખ ઉપર શંકા હતી કે સમગ્ર કેસમાં તેની ભૂમિકા હોઈ શકે છે જેથી કાગડપીઠ પોલીસે મનસુખને ડિટેઇન કરી લીધો હતો કાગડાપીઠ પોલીસની કસ્ટડીમાં રહેલા મનસુખે થોડીક જ વારમાં પોલીસ સમક્ષ સમગ્ર હકીકત પોપટની જેમ બોલવાની શરૂઆત કરી દીધી હતી. કેવી રીતે મનસુખે સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
એક મોત છુપાવવા બીજી હત્યા કરી
મળતી માહિતી અનુસાર મનસુખ બંને મૃતક મહિલાઓના અગાઉથી જ સંપર્કમાં હતો અને અગાઉ પણ મનસુખે મૃતક ભારતી બહેનની સારવાર અને નાનકડી સર્જરી પણ કરેલી હતી તેથી વિશ્વાસ આવી જતા આરોપી મનસુખે મૃતક ભારતી બહેનની બીજા કાનની પણ સર્જરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આ પ્રયાસ નિષ્ફળ જતા ભારતીબેનનું મોત નીપજ્યું હતું. એક મોતને છુપાવવા માટે આરોપી મનસુખે ચંપાબેન વાળાને પણ મોતને ઘાટ ઉતારી દીધા.
મહિલાના ઘરેણાં ચોરી લીધાં
મનસુખે કેટામાઈનનું વધુ ડોઝનું ઇન્જેક્શન આપી દેતાં ભારતી બહેનનું નિપજયું મોત હતું અને યુવતીની માતા ચંપાબેનને સમગ્ર બાબતની જાણ થતા આરોપી મનસુખે ચંપાબેનને પણ ઇન્જેક્શન આપે મોતની પથારીમાં સુવડાવી દીધા હતા બાદમાં મનસુખે મૃતક ભારતીબેનને હોસ્પિટલની અંદર આવેલા એક રૂમના કબાટમાં મૂકી દીધા હતા ત્યારબાદ ચંપાબેન વાળાને પણ ઇન્જેક્શન આપી મોતને ઘાટ ઉતારી દઇને ઓપરેશન ટેબલની નીચે સંતાડી દીધા હતા. મનસુખે મૃતક ચંપા ના દાગીના પણ ચોરી લીધા હતા જેમાં એક બુટ્ટી અને એક ચેઇનનો સમાવેશ થાય છે. મનસુખે ચોરેલા દાગીના એક સોનીને ત્યાં રૂપિયા 19,000માં ગીરવે મૂક્યા હતા.આરોપી મનસુખે પોતાની ચાલીમાંથી એક વ્યક્તિ પાસે ₹3,500 ઉછીના લીધા હતા તે પરત કર્યા અને બાકીના વધેલા રૂપિયા મનસુખે તેના ભાઈને આપી દીધા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article