Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોઝારો અકસ્માત, 2 ના મોત, 3 ઘાયલ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચ મિત્રોમાંથી 2 ના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ મિત્રો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.મોડી રાત્રે જામફળવાડી કેનાલ પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં પુરપાટ ઝડપે આવેલી એક કાર બંધ પડેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં નવી નક્કોર કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એàª
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોઝારો અકસ્માત  2 ના મોત  3 ઘાયલ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક પાછળ કાર ઘુસી જતા કારમાં સવાર પાંચ મિત્રોમાંથી 2 ના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ મિત્રો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
મોડી રાત્રે જામફળવાડી કેનાલ પાસે અકસ્માતની ઘટના બની છે. જેમાં પુરપાટ ઝડપે આવેલી એક કાર બંધ પડેલી ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં નવી નક્કોર કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એક્સિડન્ટ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. 
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ આપરેશન હાથ ધર્યુ હતું. કારમાં પાંચ મિત્રો સવાર હતા. જેમાંથી 2 ના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસે તપાસ કરતા જયેશ ગરાસિયા અને છગન ગુપ્તાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભરત નિશાદ, ટીફૂ રાજપૂત અને કાર ડ્રાઈવર આનંદ ડાંગી ગંભીર રીતે ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ લોકો અલગઅલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. પોલીસ બેભાન લોકોના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે. જેથી તેઓના નિવેદન લઈ શકાય અને જાણી શકાય કે આખરે ઘટના કેવી રીતે બની હતી. નંબરપ્લેટ વગરની નવી જ કાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.