આશરે 3 મહિના બાદ ફરી રાજ્યમાં કોરોના કેસનો આંકડો 100ને પાર, જાણો આજે કેટલાં કેસ નોંધાયા ?
કોરોનાના વધતા આંકડાઓએ એકવાર ફરી લોકોની ચિંતા બધારી છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ એકવાર ફરી કોરોનાના કેસ ગુજરાતમાં પણ વધી રહ્યાં છે. પાછલાં થોડાં સમયથી રાજ્યમાં કોરોનાના કેસ નહીંવત નોંધાતા હતા જેના કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે પાછલા 4 દિવસથી કોરોનાના કેસો મહારાષ્ટ્ર અને કેરેલમાં ચિંતા વધારી છે. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં પણ આજે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવાં à
કોરોનાના વધતા આંકડાઓએ એકવાર ફરી લોકોની ચિંતા બધારી છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ એકવાર ફરી કોરોનાના કેસ ગુજરાતમાં પણ વધી રહ્યાં છે. પાછલાં થોડાં સમયથી રાજ્યમાં કોરોનાના કેસ નહીંવત નોંધાતા હતા જેના કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે પાછલા 4 દિવસથી કોરોનાના કેસો મહારાષ્ટ્ર અને કેરેલમાં ચિંતા વધારી છે. ત્યારે એકવાર ફરી ગુજરાતમાં પણ આજે કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવાં મળ્યો છે. આજે ગુજરાત રાજ્યમા 112 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 111 નવા કેસ નોંધાયા
આજે રાજ્યમાં આશરે ત્રણ મહિના બાદ કોરોના કેસનો આંકડો 100થી ઉપર ગયો છ. રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં 111 નવા કેસ નોંધાયા છે. જેમા અમદાવાદમાં સૌથી વધુ 48 કેસ છે જ્યારે વડોદરામાં 25 કેસ નોંધાયા છે. તો સાથે આજે રાજ્યમાં 23 દર્દીઓ રિકવર પણ થયાં છે. સાથે જ સુરત શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7 અને ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં વધુ 5-5 કેસ નોંધાયા છે .97 દિવસ બાદ આજે કોરોના 100ને પાર પહોંચ્યો છે. છેલ્લે 3 માર્ચ 2022ના રોજ 128 કેસ નોંધાયા હતા. આજે 29 દર્દી સાજા થયા.
સાજા થવાનો દર 99.07 ટકા
પાછલાં ઘણાં સમયથી લોકોએ સ્વયંભૂ જ માસ્ક પહેરવાનું બંધ કરી દીધુ હતું. છેલ્લે 7 મેના રોજ કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં અપ્રિલ માસ દરમિયાન કોરોનાની ત્રીજી લહેર પીક પર હતી. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ શરૂ
અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. 20 દિવસથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના કેસ વધતા ટેસ્ટિંગ પ્રક્રિયા પણ વધારાઇ છે. આ માટે ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે ડોમ શરૂ કરાયા છે. મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં ફરી જરૂર મુજબ ડોમ ઊભા કરવામાં આવશે. સાથે જ ભીડવાળી જગ્યા પર ફરજિયાત માસ્ક પહેરવા AMCએ અપીલ કરી છે.
ભારતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 5,233 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કારણે 7 લોકોના મૃત્યુ હતા. તો 3,345 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ભારતમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 28,857 પર પહોંચી છે.
Advertisement