Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ટ્યુશને જતી 16 વર્ષની કિશોરીની છેડતી કરીને ભાગ્યો યુવક, આ રીતે ઝડપાયો

અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જોધપુર ગામમાં એમ.જી ફાર્મની આગળના રોડ પર 19મી જુલાઈના રોજ સાંજના સમયે 16 વર્ષની કિશોરીની છેડતીની ઘટના બની હતી. જેમાં સગીરા ટ્યુશન ક્લાસીસમાં સાયકલ લઈને જઈ રહી હતી, તે દરમિયાન અજાણ્યા મોટરસાયકલ ચાલકે કિશોરીની છેડતી કરી.પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તà«
11:32 AM Jul 24, 2022 IST | Vipul Pandya
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જોધપુર ગામમાં એમ.જી ફાર્મની આગળના રોડ પર 19મી જુલાઈના રોજ સાંજના સમયે 16 વર્ષની કિશોરીની છેડતીની ઘટના બની હતી. જેમાં સગીરા ટ્યુશન ક્લાસીસમાં સાયકલ લઈને જઈ રહી હતી, તે દરમિયાન અજાણ્યા મોટરસાયકલ ચાલકે કિશોરીની છેડતી કરી.

પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાના આરોપીની ધરપકડ કરી છે. આનંદનગર પોલીસે આ મામલે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચકાસતા બાઈકના નંબરના આધારે સરખેજ વિસ્તારમાં રહેતા મોહમ્મદ સોહેબ શેખની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે અને પોતે બે વર્ષના સંતાનનો પિતા છે.

જોકે આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવતા કહ્યું હતું કે તે દિવસે તે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો અને કિશોરીને જતા જોઈને તેણે અચાનક જ તેની સાથે છેડતી કરી હતી. જોકે આ ઘટનામાં આનંદનગર પોલીસે આરોપી સોએબની ધરપકડ કરી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
GujaratFirstMolestingTuitionyouth
Next Article