16 વર્ષ પહેલા પોતાની સાથે બનેલી દુર્ઘટના અન્ય કોઈ સાથે ઘટે નહી તે માટે અમદાવાદનો યુવક કરી રહ્યો છે આ કામ
અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાથી રસ્તા પર અનેક લોકો ઘાયલ પણ થતાં હોય છે. ત્યારે શહેરમાં 16 વર્ષ પહેલાં એક એન્જિનિયર યુવકને પતંગની દોરી વાગી હતી. ત્યારથી લઈને આજ સુધી લોકોને બચાવવા માટે આ યુવક શહેરના બ્રિજ પર તાર બાંધે છે. આ યુવકે આ વર્ષે 35 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો છે.16 વર્ષ પહેલા પતંગની દોરી વાગી હતીઅમદાવાદ
અમદાવાદમાં ઉત્તરાયણનો તહેવાર લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. ઉત્તરાયણના તહેવારમાં પતંગના દોરાથી રસ્તા પર અનેક લોકો ઘાયલ પણ થતાં હોય છે. ત્યારે શહેરમાં 16 વર્ષ પહેલાં એક એન્જિનિયર યુવકને પતંગની દોરી વાગી હતી. ત્યારથી લઈને આજ સુધી લોકોને બચાવવા માટે આ યુવક શહેરના બ્રિજ પર તાર બાંધે છે. આ યુવકે આ વર્ષે 35 બ્રિજ પર તાર બાંધવાનો ટાર્ગેટ બનાવ્યો છે.
16 વર્ષ પહેલા પતંગની દોરી વાગી હતી
અમદાવાદમાં સામાજિક સંસ્થા મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવતા મનોજ ભાવસાર એન્જિનિયર છે. મનોજભાઈને 16 વર્ષ અગાઉ પતંગની દોરી ગળામાં વાગી હતી. તે સમયે મનોજભાઈનો જીવ બચી ગયો પરંતુ તે સમયે અનેક લોકોને આ રીતે પતંગના દોર વાગતા હતા. જેમાં કેટલાક લોકોના મૃત્યુ થતા હતા અને કેટલાકને ગંભીર ઈજા થતી હતી. જેથી મનોજભાઈએ લોકોના જીવ બચાવવા અને ઈજા ના થાય તે માટે શહેરના બ્રીજ પર તાર બાંધવાનું શરુ કર્યું છે. જેથી કપાયેલ પતંગ કે અન્ય રીતે દોરી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકને ઈજા ના પહોચાડે.
બ્રિજ પર તાર બાંધવાના શરૂ કર્યાં
દર વર્ષની જેમ આ વર્ષે મનોજભાઈએ શહેરના 35 બ્રિજ પર તાર બાંધવાનું શરૂ કર્યું છે. લોકો સેફટી સાથે ઉત્તરાયણ ઉજવી શકે તે માટે બ્રિજ પર આવેલા લાઈટના એક થાંભલાથી અન્ય થાંભલા સુધી તાર બાંધવાના શરુ કર્યા છે.આ તાર બાંધવાને કારણે બ્રિજ પર કપાયેલ પતંગ કે દોરી આવવાની શક્યતા ઘટી જાય છે. જેના કારણે ઈજા થવાનું જોખમ ટળે છે. મનોજભાઈ ભાવસારે જણાવ્યું હતું કે મારી સાથે થયેલ અનુભવ બાદ લોકોના જીવ બચાવવા અને ઈજા ના થાય તે માટે આ મેં અભિયાન શરુ કર્યું છે. જેમાં AMCની એક ગાડી પણ તેમની મદદમાં છે. જેનાથી તેઓ થાંભલા પર તાર બાંધી શકે છે. લોકોના તહેવારના રંગમાં ભંગ ના થાય તે માટે 16 વર્ષથી સ્વ ખર્ચે તાર બાંધું છું.
હજારો લોકોના જીવ બચાવવાનો પ્રયાસ
મનોજભાઈનું 16 વર્ષ પહેલા ગળું કપાયું પણ જીવ બચી ગયો ત્યારે મનોજ ભાઈને તેમાંથી શીખ લઈ અને હજારો લોકોનો જીવ બચાવી રહ્યા છે ત્યારે મનોજભાઈના આ સેવાના કાર્યને જોઈ એક કહેવત યાદ આવે છે કે મન હોય તો માળવે જવાય અને સારા કાર્ય માટે સલાહ નથી પણ ખુદ કામ કરવું પણ એટલું જ જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement