Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ ખાતે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરાશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળ ઉપર અમદાવાદ ખાતે 13 ઓગસ્ટ 2023 રવિવારે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત ગુજરાતભરના 100  થી વધુ ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2023દ્વારા ભારત સરકારના પેટ્રેજન અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને...
અમદાવાદ ખાતે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરાશે

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળ ઉપર અમદાવાદ ખાતે 13 ઓગસ્ટ 2023 રવિવારે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ અંતર્ગત ગુજરાતભરના 100  થી વધુ ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે

Advertisement

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ 2023દ્વારા ભારત સરકારના પેટ્રેજન અંતર્ગત એલિકઝર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વર્લ્ડ હેરિટેજ અમદાવાદની પોળો પર અમદાવાદ ખાતે તારીખ 13 ઓગસ્ટ 2023 રવિવારે વોટરકલર લાઈવ કોન્ટેસ્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે

Advertisement

એલિકઝર ફાઉન્ડેશનના સ્થાપક અને યુનેસ્કો હેરિટેજ પ્રોગ્રામ કોઓર્ડીનેટર માધીશ પરીખે જણાવ્યું કે આ લાઈવ કોન્ટેસ્ટમાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ સ્ટાર આર્ટિસ્ટ એવોર્ડ અને અપકમિંગ આર્ટિસ્ટ એવોર્ડ સાથે દરેક વિજેતાઓને ત્રણ હજાર રૂપિયા (કુલ નવ હજાર ) રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર તથા પાંચ કોન્સોલેશન એવોર્ડ વિજેતાઓને એક હજાર પ્રમાણે  પાંચ રોકડ રાશિ સમાપન પ્રસંગે એનાયત કરવામાં આવશે.

એલિક્ઝિર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન દ્વારા થઇ રહ્યું છે
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન એલિક્ઝિર ફાઉન્ડેશન અને કલા પ્રતિષ્ઠાન દ્વારા થઇ રહ્યું છે . કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ માહિતી આપતા જણાવ્યું હતુંકે અમદાવાદની પોળોમાં ભારતીય સંસ્કૃતિ ઉપરાંત પારિવારિક જીવન વ્યવસ્થા તથા કલાત્મક અને આકર્ષક કાષ્ઠકલા ઉપરાંત ભવ્ય ઐતિહાસિક વારસો સચવાય તેની જાળવણી અંગેની જાગૃતિ સભ્ય સમાજમાં આવે તે યુનેસ્કો દ્વારા જયારે સતત પ્રયત્નો થઇ રહ્યા
છે ત્યારે ગુજરાતના કલાસર્જકો અમદાવાદની પોળોને વોટર કલરના માધ્યમથી સપ્તરંગી રંગોમાં સર્જન કરશે .

Advertisement

ત્યારે તે અદભુત લાવ્હો દરેક કલાપ્રેમીઓએ પોળોમાં આવીને અચૂક લેવો જોઈએ . અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતા હેરિટેજ વોક પર આવતી તમામ ઐતિહાસિક પોળો પર ચિત્રકારો લાઈવ પેઇન્ટિંગ બનાવશે. આ ઉપરાંત સંપૂર્ણ પારદર્શિતા જળવાય તેમાટે કલાકારોનું સિલેક્શન થયા બાદ આ લાઈવ ચિત્રકલા સર્જનમાં ભાગ લઇ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છેકે આ આર્ટ કોમ્પિટિશનમાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવેલ નથી આ સમગ્ર કાર્યક્રમના કોઓર્ડીનેટર નિયતિ બાજપેયી , જીગર પંડ્યા અને કલા પ્રતિષ્ઠાન દ્વારા આ લાઈવ પેઇન્ટિંગ કોન્ટેસ્ટના કોઓર્ડીનેટર અજિત ભંડેરી દ્વારા ચિત્રકારો સાથે સતત સંકલન થઇ રહ્યું છે. આ ઉપરાંત ૪૦થી વધુ એલિકઝર ફાઉન્ડેશનના સ્થાપક અને યુનેસ્કો હેરિટેજ પ્રોગ્રામના વોલેન્ટિયર પણ પોતાની સેવા આપી રહ્યા છે.

આ  પણ  વાંચો -PORBANDAR :ઝેરી કેમિકલ પીવાથી બે માછીમારોના મોત

Tags :
Advertisement

.