અમદાવાદના રિવરફ્રન્ટ પર કાર ચાલકે અઢી વર્ષના બાળકને કચડી નાખ્યું
અમદાવાદના રીવરફ્રન્ટ પર બેફામપણે કાર હંકારનારા કાર ચાલકે અઢી વર્ષના બાળકને અડફેટે લઇ લેતાં તેનું મોત થયું હતું. પોલીસે કાર ચાલકની અટકાયત તો કરી લીધી છે પણ તેને બચાવવાના હવાતીયા પણ કર્યા હતા અને કાર ચાલક મેડિકલ સ્ટુડન્ટને જામીન પર મુક્ત કરી દીધો હતો. એક તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને ટ્રાફિકનાં નિયમો પાળવા માટે અપીલ કરતા નાટક કાર્યક્રમનું આયોજન કરી રહી છે, ત્યાં બીજી તà
Advertisement
અમદાવાદના રીવરફ્રન્ટ પર બેફામપણે કાર હંકારનારા કાર ચાલકે અઢી વર્ષના બાળકને અડફેટે લઇ લેતાં તેનું મોત થયું હતું. પોલીસે કાર ચાલકની અટકાયત તો કરી લીધી છે પણ તેને બચાવવાના હવાતીયા પણ કર્યા હતા અને કાર ચાલક મેડિકલ સ્ટુડન્ટને જામીન પર મુક્ત કરી દીધો હતો.
એક તરફ અમદાવાદ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને ટ્રાફિકનાં નિયમો પાળવા માટે અપીલ કરતા નાટક કાર્યક્રમનું આયોજન કરી રહી છે, ત્યાં બીજી તરફ બેદરકારી દાખવી બાળકનું મોત નિપજાવનાર મેડિકલ સ્ટુડન્ટ સામે કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખતી હોય તેવુ જોવા મળી રહ્યું છે. અમદાવાદનાં રિવરફ્રન્ટ પર મેડિકલ સ્ટુડન્ટે અઢી વર્ષના બાળક પર જીપ કંપાસ કાર ચઢાવી દેતા બાળકનું મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીના ખોળામાં બેસી તેને જામીન પર મુક્ત કરી યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મૂળ મહારાષ્ટ્રનો અને હાલ નારોલ ખાતે રહેતો પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો, ત્યારે કારચાલકની બેદરકારી ના કારણે અઢી વર્ષના ધીરજનું મોત થયું હતું. ધીરજ ની સાથે તેના માતા પિતા અને નાનો ભાઈ પણ હતો.કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.
આરોપી કારચાલક એસવીપીમાં એમબીબીએસ નો અભ્યાસ કરતો હોવા છતાંય બાળકને બચાવવા કે હોસ્પિટલમાં લઈ જવા રોકાયો ન હતો. તો બીજી તરફ પોલીસે પણ આરોપી પાર્શ્વ પટેલને દયા ભાવ રાખી છાવર્યો હતો.પહેલા તેની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યો.બીજે દિવસે આરોપીને હાજર રહેવાનું કહેતા તેના પરિવારજનો આરોપી પુત્રને લીધા વગર પોલીસ સ્ટેશન આવ્યા. પોલીસે પણ આરોપીના પરિવારજનોની આગતા સ્વાગતા કરી જવા દીધા.કાર્યવાહી બાકી હોવા છતાંય પોલીસે કડક શૈલી ન દર્શાવી માસૂમ બાળકના મોત પર ઢીલાશ બતાવી.
આગામી દિવસોમાં આ પ્રકારના કિસ્સામાં પોલીસ ઠોસ કાર્યવાહી કરે અને કડક વલણ દાખવે તે જરૂરી બન્યું છે.નવાઈની વાત તો એ છે કે ઘટના બાબતે સ્થાનિક અધિકારીઓએ તેમના જેસીપી ને પણ જાણ ન કરી અંધારા માં રાખ્યા હતા ત્યારે આગામી દિવસોમાં ટ્રાફિક વિભાગ સુધરશે કે આમ જ લોકોના મોત જોઈ આરોપીઓને છાવરશે તે જોવાનું રહ્યું.
Advertisement
Advertisement