Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરમાં રવિવારે ભારે પવન સાથે વરસાદનું તોફાની તાંડવ, અંદાજિત 80 ઝાડ ધરાશાયી

અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ શહેરમાં અચાનક વાતાવરણ બદલાયું હતું અને આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું. બપોર બાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેના કારણે કહેવાય છે કે, 80 જેટલા ઝાડ ધરાશાયી થઇ ગયા છે. અમદાવાદમાં ગઇકાલે (રવિવાર) પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, છેલ્લા કેટલàª
શહેરમાં રવિવારે ભારે પવન સાથે વરસાદનું તોફાની તાંડવ  અંદાજિત 80 ઝાડ ધરાશાયી
અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો હતો. ત્યારે બપોર બાદ શહેરમાં અચાનક વાતાવરણ બદલાયું હતું અને આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું. બપોર બાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. જેના કારણે કહેવાય છે કે, 80 જેટલા ઝાડ ધરાશાયી થઇ ગયા છે. 
અમદાવાદમાં ગઇકાલે (રવિવાર) પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. આખરે રવિવારે આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, બોપલ, મેમનગર, નારણપુરા, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથલ, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 
જોકે, ભારે પવન સાથે વરસાદ પડતા શહેરમાં ઘણુ નુકસાન થયું હોવાના પણ સમાચાર છે. શહેરમાં અંદાજે 80 જેટલા ઝાડ ધરાશાયી થઇ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, શહેરમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયાની ફરિયાદ મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર વસ્ત્રાપુર ફાટક પાસે એક મોટું ઝાડ જ્યારે બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા હોવાના ફાયરબ્રિગેડને કોલ મળ્યા છે. આ દરમિયાન રાયપુર દરવાજા પાસે પણ AMCનું બોર્ડ ધરાશાયી થતા લોકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો.
વળી આ દરમિયાન અમદાવાદ કોર્પોરેશને બનાવેલા કંટ્રોલ રૂમમાં અનેક ફોન આવ્યા હતા. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં હોર્ડિગ્સ પણ રસ્તે પડ્યા હતા. જોકે, આ દરમિયાન શહેરના કંટ્રોલ રૂમમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી હતી. વળી કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદના પગલે રાતભર કામગીરી ચાલી હતી. 
અમદાવાદમાં જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?
પૂર્વ ઝોનમાં 18.76 મિલી મીટર
પશ્ચિમ ઝોનમાં 17.76 મિલી મીટર
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3.76 મિલી મીટર
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37.01 મિલી મીટર
મધ્ય ઝોનમાં 16.50 મિલી મીટર
ઉત્તર ઝોનમાં 6.67 મિલી મીટર
દક્ષિણ ઝોનમાં 19.00 મિલી મીટર
કુલ સાત ઝોનનો એવરેજ વરસાદ 17.06 મિલી મીટર
અમદાવાદ શહેરમાં વરસાદ 33.19 મિલી મીટર સરેરાશ વરસાદ નોંધાયો છે. 
Advertisement
Tags :
Advertisement

.