Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા વર્ષની ઉજવણીમાં ખાનગી જાસૂસ રાખશે આપની ઉપર બાઝ નજર, આયોજકોએ કરી તૈયારી

થર્ટી ફર્સ્ટની સેલિબ્રેશનની આડમાં ધમાલ મચાવતા લુખ્ખા તત્વો માટે આ વર્ષે સેલિબ્રેશન સરળ નહીં રહે. થર્ટી ફર્સ્ટ ના સેલિબ્રેશન, પાર્ટી માટે આયોજકોએ વિશેષ સિક્યુરિટી વ્યવસ્થા ઊભી કરી છે. આવી કોઈ વ્યક્તિને એન્ટ્રી નહીં મળે અને જો કોઈ પાર્ટીમાં એન્ટ્રી લઈ લેશે તો પાર્ટી આયોજકોએ વિશેષ ડિટેક્ટિવ પણ રાખ્યા છે તેમની બાજ નજરથી તેઓ નહીં બચી શકે.31stની તૈયારીઓ પુર જોશમાંકોરોના કાળના બે વર્à
11:49 AM Dec 30, 2022 IST | Vipul Pandya
થર્ટી ફર્સ્ટની સેલિબ્રેશનની આડમાં ધમાલ મચાવતા લુખ્ખા તત્વો માટે આ વર્ષે સેલિબ્રેશન સરળ નહીં રહે. થર્ટી ફર્સ્ટ ના સેલિબ્રેશન, પાર્ટી માટે આયોજકોએ વિશેષ સિક્યુરિટી વ્યવસ્થા ઊભી કરી છે. આવી કોઈ વ્યક્તિને એન્ટ્રી નહીં મળે અને જો કોઈ પાર્ટીમાં એન્ટ્રી લઈ લેશે તો પાર્ટી આયોજકોએ વિશેષ ડિટેક્ટિવ પણ રાખ્યા છે તેમની બાજ નજરથી તેઓ નહીં બચી શકે.
31stની તૈયારીઓ પુર જોશમાં
કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે 31stની તૈયારીઓ આયોજકોએ પુર જોશમાં કરી છે તો સેલિબ્રેશન માટે પણ લોકો થનગની રહ્યા છે ત્યારે શહેરના બેબી લોન ક્લબમાં પણ 31st સેલિબ્રેશનની તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં લોકો આ વર્ષે બે વર્ષ બાદ નવા વર્ષને માણી શકશે.
ખાનગી ડિટેક્ટિવની નજર
બેબી લોન ક્લબના CEO કોવીડ લોહની જણાવે છે કે, અમારે ત્યાં એન્જોયમેન્ટ  કરવા આવતા લોકો માટે 100% એન્જોયમેન્ટ મળી રહેશે. પરંતુ જે લુખ્ખા તત્વો અહીં સેલિબ્રેશન માટે આવશે તેમને એન્ટ્રી નહીં મળે. અસામાજિક તત્વોને ગેટ પર જ રોકી લેવામાં આવશે. બાઉન્સર, ખાનગી ડિટેક્ટીવ લુખ્ખા તત્વો, નબીરાઓ ઉપર બાઝ નજર રાખશે તો બ્રેથ એનેલાઇઝર મશીન વડે દરેકની ચકાસણી કરાશે અને તેને લઈને હાલ અમે તમામ સ્ટાફને સિક્યુરિટીને તાલીમ પણ આપી રહ્યા છીએ.
પાર્ટીમાં પહોંચવા ઇ-વ્હીકલની વ્યવસ્થા
બોડકદેવ એએમસી પાર્ટી પ્લોટ ખાતે પણ નવા વર્ષની ઉજવણી માટે ડી.જે. પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંના આયોજકોએ  આ વખતે ઈલેક્ટ્રીક વ્હીકલના યુઝ પર વિશેષ ભાર મૂક્યો છે. આયોજકોએ વિવિધ જગ્યાઓ પરથી આ પાર્ટી પોઇન્ટ પર પહોંચવા માટે અલગ અલગ પોઇન્ટ પર ઇલેક્ટ્રીક વ્હીકલની વ્યવસ્થા ઉભી કરી છે લોકો તેનો ઉપયોગ કરી શકશે તો આયોજક અંકિત સિંગ જણાવે છે કે સાથે સાથે કોરોના ગાઈડલાઇન્સનું પણ આવનાર દરેક વ્યક્તિએ પાલન કરવાનું રહેશે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે બે વર્ષ બાદ નવા વર્ષની સેલિબ્રેશન ની તૈયારીઓ આ વખતે અમદાવાદમાં કરવામાં આવી છે.
આ પણ વાંચો - વડોદરામાં RSSના પ્રવાસ દરમિયાન નરેન્દ્રભાઈ મોદીને હીરા બાના હાથે બનેલું ભોજન યાદ આવે તો તેઓ આ ઘરે જમતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGoodBye2022GujaratFirstNewYearCelebrationsprivatespyWelcome2023
Next Article