Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : નિકોલ વિસ્તારમાં ઘરમાં પૂજા કરવાના બહાને પૂજારીએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ જ્યોતિષ બનીને ઘરમાં કથા અને પૂજા કરવાના બહાને એક મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ બાદ નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નવા નરોડામાં રહેતા આરોપી બ્રિજેશ ત્રિવેદીને નિકોલની મહિલાએ ઘરમાં સત્યનારાયણની કથા કરવાં માટે...
ahmedabad    નિકોલ વિસ્તારમાં ઘરમાં પૂજા કરવાના બહાને પૂજારીએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

જ્યોતિષ બનીને ઘરમાં કથા અને પૂજા કરવાના બહાને એક મહિલા સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ બાદ નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નવા નરોડામાં રહેતા આરોપી બ્રિજેશ ત્રિવેદીને નિકોલની મહિલાએ ઘરમાં સત્યનારાયણની કથા કરવાં માટે સંપર્ક કર્યો હતો.

દુષ્કર્મ બાદ ધમકી

આરોપીએ મહિલાના ઘરે પૂજાનોનો સામાનનું લિસ્ટ આપવાના બહાને આવ્યો અને મહિલાની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મહિલાને ધમકી આપી હતી. મહિલાએ આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

શું કહ્યું પોલીસે?

આઈ ડિવિઝન ACP કૃણાલ પટેલે જણાવ્યુ હતું કે,પકડાયેલ આરોપી બ્રિજેશ ત્રિવેદી છેલ્લા ઘણા વર્ષોથી જ્યોતિષનું કામ કરે છે. 10 વર્ષ પહેલાં મહિલાએ પોતાના પ્રથમ પતિના ઘરે પૂજા કરાવી હતી ત્યારે બ્રિજેશ ત્રિવેદીના સંપર્કમાં આવી હતી. પરંતુ 2018માં પ્રથમ પતિ દારૂની કુટેવના કારણે મહિલાએ છૂટાછેડા આપીને બીજા લગ્ન કર્યા હતા. નિકોલમાં પોતાના ઘરમાં સત્યનારાયણની કથા, મંગળ દોષ અને દીકરાના વિઝા માટે મહિલાએ બ્રિજેશ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો.

મહિલાની એકલતાનો લાભ ઉઠાવ્યો

27 જુલાઈના રોજ કથા માટે 1500 થી 2000માં પૂજાનું નક્કી કર્યું હતું અને સામાન મહિલાએ લાવવાનું કહ્યું હતું. જે સામાનનુ લિસ્ટ આપવા આરોપી મહિલાના ઘરે ગયો હતો. પરંતુ તેનો પતિ નાસિક ગયો હતો. અને મહિલા ઘરે એકલી હોવાથી એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

પોલીસ તપાસ શરૂ

પૂજા અને આસ્થાના નામે અશ્લીલ કામ કરનાર પૂજારી પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે સાથે મહિલા અને આરોપીના મેડિકલ તપાસ કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : RAJKOT : રાજ્યમાં અલકાયદાના નેટવર્કનો પર્દાફાશ મામલે ATS ની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.