Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત થયેલા પી.આઈ પર ભલામણના 52 કોલ આવ્યા

તાજેતરમાં જ શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાય પોલીસ કોન્સ્ટેબલોની તાકીદે બદલી કરી નાખવામાં આવી હતી જેમાંથી કેટલાક સિલેકટેડ પોલીસ કોન્સ્ટેબલોને તો સજાના ભાગરૂપે 'K' કંપનીમાં જ મુકવામાં આવ્યા હતા. જો કે  શહેરના પૂર્વ વિસ્તારના એક કોન્સ્ટેબલ જે વર્ષોથી ચાર ચાર પોલીસ સ્ટેશનોના વહીવટ સંભાળતા હતા તેવા પોલીસ કોન્સ્ટેબલ બદલીના ચાયણામાં તેમનો નંબર આવી જાય નહીં તેની બીકે પોતાના ગોડ ફાà
શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત થયેલા પી આઈ પર ભલામણના 52 કોલ આવ્યા
તાજેતરમાં જ શહેર પોલીસ કમિશનર દ્વારા કેટલાય પોલીસ કોન્સ્ટેબલોની તાકીદે બદલી કરી નાખવામાં આવી હતી જેમાંથી કેટલાક સિલેકટેડ પોલીસ કોન્સ્ટેબલોને તો સજાના ભાગરૂપે "K" કંપનીમાં જ મુકવામાં આવ્યા હતા. જો કે  શહેરના પૂર્વ વિસ્તારના એક કોન્સ્ટેબલ જે વર્ષોથી ચાર ચાર પોલીસ સ્ટેશનોના વહીવટ સંભાળતા હતા તેવા પોલીસ કોન્સ્ટેબલ બદલીના ચાયણામાં તેમનો નંબર આવી જાય નહીં તેની બીકે પોતાના ગોડ ફાધરની બગલમાં જઈને સંતાઈ ગયા હતા.
જો કે હવે જ્યારે આવા પોલીસ કોન્સ્ટેબલો ઉપરથી તેમના ગોડફાધરનો હાથ હટી ગયો છે એટલે કે સિનિયર અધિકારીની બદલી થઈ જતા હવે આવા વહીવટદારોએ પોતાની લોબિંગ શરૂ કરી દીધી છે.ભૂતપૂર્વ ગૃહમંત્રીના મત વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના સિનિયર પી.આઈ ની બદલી થઈ જતા તેમના હાથ નીચે કામ કરતાં વહીવટદારોનો સૂર્ય હવે આથમવાની શરૂઆત થઈ ગઈ છે. 
ગુજરાતીમાં એક કહેવત છે ને કે "ઓલવાતો દીવો વધુ ફફડાટ કર્યા કરે" અને આવું જ કંઇક થઈ રહ્યું છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં વર્ષોથી વહીવટદાર તરીકે કામ કરનાર પોલીસ કર્મી માટે. પોતાને વહીવટ નહિ મળતા એડી ચોટીનું જોર આ કોન્સ્ટેબલ દ્વારા લગાડવામાં આવી રહ્યું છે.
પોલીસ વિભાગમાં વહીવટદારોનો કકળાટ અને કંકાસ હવે નાકની ઉપર જતો રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.પોલીસ બેડામાં તો એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે ભૂતપૂર્વ ગૃહમંત્રીના મતવિસ્તારમાં આવતું એક પોલીસ સ્ટેશન કે જેના વહીવટદાર વર્ષોથી એકના એક જ રહી ચૂક્યા છે ત્યારે હવે આ પાતળા બાંધાના પોલીસ કોન્સ્ટેબલને પોતાની સત્તા જોખમમાં આવી ગઈ હોય તેઓ અણસાર આવી ગયો છે, જેથી પોલીસ સ્ટેશનમાં આવતા કોઈપણ નવા પોલીસ ઇન્સ્પેકટરને આ વહીવટદાર દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ પડાવી દઈશ કહીને નવા હાજર થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરને દમ મારવામાં આવી રહ્યો હોવાનો ગણગણાટ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં હાલ પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. આ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી એક હથ્થું સામ્રાજ્ય ચલાવના રાજ નો  "ભા" નામના એક કોન્સ્ટેબલે નવા નિયુક્ત થયેલા પી.આઈ સમક્ષ પોતાના વહીવટદાર તરીકે રાખવામાં આવે તેના માટે થઈને અનેક ભલામણો કરાવી હતી પરંતુ નવા આવેલા પી.આઈ પોતે પણ "રાજ નો ભા" નામના પોલીસ કોન્સ્ટેબલની તમામ કાવા દાવાઓની નીતિથી અવગત જ હતાં.જેથી આ પી.આઈ દ્વારા એક વચલો રસ્તો કાઢ્યો, જેમાં  વર્ષોથી રાજ કરનારા આ પોલીસ કર્મીને પેટા વહીવટદાર તરીકે રહેવાની ઓફર કરવામાં આવી.
પરંતુ આ પોલીસ કર્મીનો અહમ ઘવાતા તાજેતરમાં જ આ જ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડયા હતા. પોલીસ વિભાગમાં એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે "રાજ નો ભા" નામના પોલીસ કર્મીને પેટા વહીવટદાર બનાવતા આ દરોડા પડ્યા હતા. કારણકે સૌ કોઈ જાણે છે કે આ પોલીસ સ્ટેશનની હદમાં ઘણા ખરા ગેરકાયદેસર વેપાર વર્ષોથી ધમધમતા હતા, તો પછી શા માટે અચાનક જ સ્ટેટ મોનીટરીંગ સેલ રેડ કરી આવી.  અનેક બાબતો હાલ પોલીસ વિભાગમાં ટોક ઓફ ધી બનેલી છે.
 અગાઉ પણ નેશનલ હાઇવે નંબર 48 ની બાજુમાં જ આવેલું એક પોલીસ સ્ટેશન કે જેમાં વહીવટદાર પાસેથી વહીવટ આંચકી લીધા બાદ ગણતરીના દિવસોમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. કદાચ એવું પણ હોઈ શકે કે કાગનું બેસવું અને ડાળનું પડવું, પરંતુ આ બાબત કોઈના ગળે ઊતરે તેમ નથી. કારણકે શહેર પોલીસ વિભાગમાં વહીવટદારોનો કાળો કકળાટ ચરમ સીમાએ પહોંચી ગયો છે.  શહેર પોલીસની ઇન્ટર્નલ સિસ્ટમમાં ઉધઈની માફક વહીવટદારો પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી સમયમાં જો ગૃહ વિભાગ તરફથી કોઈ કડક દાખલો બેસે તેવી કાર્યવાહી નહી કરવામાં આવે તો આગળના ભવિષ્ય માં ખુબજ જોખમકારક સાબિત થવાની છે. 
Advertisement
Tags :
Advertisement

.