Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગર્લફ્રેન્ડને મળવા ડ્રાઈવર બન્યો પોલીસ કોન્સ્ટેબલ, જાણો પછી શું થયું ?

રાજયમાં ઘણા એવા  કિસ્સાઓ બનતા હોય છે જેમાં અસલી પોલીસ નકલી પોલીસની ધરપકડ  કરતી હોય  છે. ત્યારે એવો જ એક કિસ્સો અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી મળી આવ્યો છે. સરદારનગરમાં આવેલી એક સોસાયટીની બહાર એક શંકાસ્પદ યુવકને મહિલાએ રોકી પૂછપરછ કરતા તેણે પોલીસમાં હોવાનું જણાવીને આઈકાર્ડ બતાવ્યું હતું. જોકે મહિલાને શંકા જતા તેણે કંટ્રોલ મેસેજ કરતા જ અસલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોàª
ગર્લફ્રેન્ડને મળવા ડ્રાઈવર બન્યો પોલીસ કોન્સ્ટેબલ  જાણો પછી શું થયું
રાજયમાં ઘણા એવા  કિસ્સાઓ બનતા હોય છે જેમાં અસલી પોલીસ નકલી પોલીસની ધરપકડ  કરતી હોય  છે. ત્યારે એવો જ એક કિસ્સો અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી મળી આવ્યો છે. સરદારનગરમાં આવેલી એક સોસાયટીની બહાર એક શંકાસ્પદ યુવકને મહિલાએ રોકી પૂછપરછ કરતા તેણે પોલીસમાં હોવાનું જણાવીને આઈકાર્ડ બતાવ્યું હતું. જોકે મહિલાને શંકા જતા તેણે કંટ્રોલ મેસેજ કરતા જ અસલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
સરદારનગર પોલીસે પ્રકાશ વાઘેલા નામનાં સાબરમતી વિસ્તારમાં રહેતો યુવકની ધરપકડ કરી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસે રહેતા અનિતાબેન બલવાણીએ આ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓના ક્રિષ્ના એવન્યુ એપાર્ટમેન્ટની બહાર 25મી જુલાઈના રોજ તેઓ ઉભા હતા, ત્યારે અજાણ્યો વ્યક્તિ તેમના ફ્લેટની બહાર આંટાફેરા મારતો હતો , જેથી ફરિયાદીએ સિક્યુરિટી ગાર્ડને આ શખ્સ કોણ છે, તે પૂછવા માટે મોકલતા આરોપી પ્રકાશ વાઘેલાએ પોતે નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોવાનું જણાવી ગુનાના કામે અહીંયા આવ્યો હોવાનું જણાવ્યું હતું. 
જોકે ઘણો સમય વીતી ગયો હોવા છતાં પણ આરોપી ત્યાં જ ઉભો રહેતા મહિલા પોતાના સંબંધીને લઈને આરોપી પાસે પહોંચી હતી અને તેની પાસેનું આઈકાર્ડ માંગતા આરોપીએ પોતાનું ગુજરાત પોલીસનું આઈકાર્ડ બતાવ્યું હતું. જેથી ફરિયાદી મહિલાએ તે  જ સમયે આઈકાર્ડનો ફોટો પાડી લીધો હતો. જોકે આરોપીની  બોલી અને તેનો પહેરવેશ જોઈ ફરિયાદીને શંકા જતા તેને પોલીસ બોલાવી હતી.  આરોપીએ પોલીસ આવે તે પહેલાં જ પોતાનું આઈકાર્ડ છીનવીને કાદવમાં ફેંકી દીધું હતું, જોકે પોલીસે બોગસ આઈ કાર્ડ સાથે આરોપીની ધરપકડ કરી છે.
આરોપીને પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તે સાબરમતી વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવિંગનું કામ કરે છે. ઘટનાના દિવસે તે એક પેસેન્જરને આ વિસ્તારમાં ઉતારવા આવ્યો હતો અને જે બાદ કુબેરનગર પાસેના ફ્લેટની બહાર આંટાફેરા મારતા ઝડપાઈ ગયો હતો. જોકે આરોપી પાસેનું આઈકાર્ડ તપાસવામાં આવતા તે નકલી હોવાનું ખોલ્યું હતું અને તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે પોતાના નાનપણના એક મિત્ર જે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેનું આઈકાર્ડ લઈ ફોટો પાડી ડમી આઈકાર્ડ બનાવ્યું હતું. જોકે આરોપી કુબેરનગર વિસ્તારમાં કેમ  આંટા મારતો હતો તે બાબતને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારનો ખોલાસો સામે નથી આવ્યો.
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તેની શંકાસ્પદ હિલચાલને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું અનુમાન છે કે ફરિયાદી મહિલાના ફ્લેટમાં આરોપીની કોઈ સ્ત્રી મિત્ર રહેતી હોવાથી તેને મળવા માટે આ આરોપી ત્યાં આવ્યો હતો.તેવામાં પકડાયેલા આરોપી પ્રકાશ વાઘેલાનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેમ જ તેણે અગાઉ કોઈપણ જગ્યાએ પોલીસની ઓળખ આપીને કોઈ ખોટું કામ કર્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
Advertisement
Tags :
Advertisement

.