Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એડ્રીનલ ગ્રંથિને અસર કરતા નાના ફૂટબોલની સાઈઝની ગાંઠથી પીડાતા મોઝામ્બિકના દર્દીનું જીવન બચાવ્યું

અહેવાલ---સંજય જોશી, અમદાવાદ દર્દી વર્ષ 2019થી ટ્યુમરથી પીડાતો હતો પરંતુ કોઈ ડોક્ટર ઓપરેશન કરવા તૈયાર ન હતા. આ એક એવો ક્લાસિક કેસ સામે આવ્યો છે જેમાં દર્દી પાસે જીવવા માટે ઓછો સમય હોય અને ફરી એક વાર ક્લિનિકલ શ્રેષ્ઠતા સાબિત...
એડ્રીનલ ગ્રંથિને અસર કરતા નાના ફૂટબોલની સાઈઝની ગાંઠથી પીડાતા મોઝામ્બિકના દર્દીનું જીવન બચાવ્યું
અહેવાલ---સંજય જોશી, અમદાવાદ
દર્દી વર્ષ 2019થી ટ્યુમરથી પીડાતો હતો પરંતુ કોઈ ડોક્ટર ઓપરેશન કરવા તૈયાર ન હતા. આ એક એવો ક્લાસિક કેસ સામે આવ્યો છે જેમાં દર્દી પાસે જીવવા માટે ઓછો સમય હોય અને ફરી એક વાર ક્લિનિકલ શ્રેષ્ઠતા સાબિત થઈ હોય. ફિઓક્રોમોસાયટોમા તરીકે ઓળખાતી દુર્લભ પ્રકારની ગાંઠ ધરાવતા 24 વર્ષના યુવાનના એક દુર્લભ કેસમાં ઓન્કોલોજી ટીમે દર્દીનો જીવ બચાવવા માટે વધુ એક અનુકરણીય ટ્રીટમેન્ટ સર્જરી હાથ ધરી હતી. સામાન્ય રીતે ગંભીરપણે વધેલા બ્લડ પ્રેશર તરીકે ગણાતી આ બીમારીમાં શ્વાસ રૂંધાવો, ખૂબ પરસેવો થવો અને હૃદયના ધબકારા વધવા જેવા કાર્ડિયાક અરેસ્ટના લક્ષણોની સાથે વ્યક્તિ જીવ ગુમાવવા જેવી લાગણી અનુભવે છે.
મોઝામ્બિકના 24 વર્ષના છોકરાને અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
મોઝામ્બિકના 24 વર્ષના છોકરાને અનિયંત્રિત હાયપરટેન્શન, પલ્સ રેટ અને માથાનો ગંભીર દુઃખાવો સાથે અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીને વર્ષ 2019માં જમણી બાજુએ એડ્રીનલ માસ મળી આવ્યો હતો. આ માસ તેના શરીરમાં છેલ્લા 3થી 4 વર્ષથી કિડની જ્યાં સ્થિત છે તેની પાછળ હતો, જેનું કદ સતત વધતું જતું હતું. કોવિડના લીધે તેની સારવાર ગંભીર સમય તરફ ધકેલાઈ ગઈ હતી જે પછી તેની સ્થિતિ ગંભીર બનતા તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લિનિકલ શ્રેષ્ઠતાના અભાવે મોઝામ્બિકમાં ડોકટરો તેની સારવાર કરી શકે તેમ ન હતા.
ઘણી જગ્યાએ સર્જરી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો
ખૂબ જ વિલંબ થવાના લીધે દર્દીની સ્થિતિ એટલી નાજુક બની ગઈ હતી કે તે અનિયંત્રિત બ્લડ પ્રેશર અને ખૂબ જ ઊંચી પલ્સના લીધે સર્જિકલ ઈન્ટરવેન્શનનો વિકલ્પ ખૂબ જ મુશ્કેલ બન્યો હતો જેના કારણે તેને ઘણી જગ્યાએ સર્જરી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
કપરું કાર્ય હતું
જ્યારે તે આખરે અમદાવાદ આવ્યો ત્યારે તેની સ્થિતિની જટિલતા કેટલી છે તે જાણવા માટે તેનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું અને થોડા મહિનામાં માસનું કદ બમણું થઈ ગયું અને તે ડોક્ટરોની ટીમ માટે વધુ પડકારરૂપ બની ગયું હતું. ગાંઠ જમણી કિડની અને યકૃત પર અટવાઇ હતી અને ઈન્ફિરિયર વેના કાવા (મુખ્ય નળીઓ કે જે શરીરના રક્તને હૃદયમાં વહન કરે છે) અને મૂત્રપિંડની વાહિનીઓ અને કટિ વાહિનીઓમાંથી મલ્ટીપલ નિયોવાસ્ક્યુલરિટી દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. આટલા નાના છોકરામાં નાના ફૂટબોલના કદના મોટા માસને દૂર કરવું અને બદલાયેલા બ્લડ પ્રેશર (240/140 mmHg) સાથે યકૃતને નુકસાન પહોંચાડ્યા વિના તેની કિડનીને બચાવવી એ ખરેખર એક કપરું કાર્ય હતું.
કેસને તાત્કાલિક ધોરણે હાથ પર લેવો જરૂરી બન્યો
સામાન્ય રીતે, આવા દર્દીઓને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે 7થી 10 દિવસની આલ્ફા-બ્લોકર દવાઓ આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં, કિડનીમાં સંકુચિત લક્ષણોને કારણે અને સ્કેનમાં માસમાં તાજેતરમાં લોહી નીકળતું હોવાનું જોતાં આ કેસને તાત્કાલિક ધોરણે હાથ પર લેવો જરૂરી બન્યો હતો. દર્દીને કોઈપણ જાનહાનિથી બચાવવા માટે લગભગ માત્ર 1-2 દિવસનો સમય હતો.
વિશાળ ફિઓક્રોમોસાયટોમા
ક્લિનિકલ ડિરેક્ટર ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું કે “અમને ખુશી છે કે અમે મોટા પ્રમાણમાં લોહીની ખોટ વિના માસના ગઠ્ઠાને દૂર કરી શક્યા અને કિડની અને લીવરને પણ બચાવી શક્યા અને દર્દી હવે ઠીક છે. આ માસ 18x15x13 સે.મી.ના કદ સાથે એક વિશાળ ફિઓક્રોમોસાયટોમા છે અને તે કદાચ સૌથી મોટા એડ્રીનલ ફિઓક્રોમોસાયટોમા પૈકીનું એક છે જેને અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ રિસેક્ટ કરવામાં આવ્યું છે. અમે મારા એનેસ્થેટિસ્ટ ડો. દીપક અને ડો. મયંક, ડો. સ્વાતિ યુરો-સર્જન અને ડો. ભાગ્યેશ (ઇન્ટેન્સિવિસ્ટ) અને ડો. વિવેક પટેલ (એન્ડોક્રિનોલોજિસ્ટ) સાથે અદ્ભુત ટીમવર્ક સાથે સફળતાપૂર્વક કાર્ય હાંસલ કર્યું છે.”
દર 10 લાખ લોકોમાંથી લગભગ 2થી 8 લોકોમાં જોવા મળે
ફિઓક્રોમોસાયટોમા દુર્લભ છે, જે દર 10 લાખ લોકોમાંથી લગભગ 2થી 8 લોકોમાં જોવા મળે છે. લગભગ 10% દર્દીઓમાં બંને મૂત્રપિંડ પાસેની ગ્રંથીઓમાં ફિઓક્રોમોસાયટોમાસ જોવા મળે છે, જે સામાન્ય રીતે ફિઓક્રોમોસાયટોમા-સંબંધિત આનુવંશિક સિન્ડ્રોમ ધરાવતા યુવાન દર્દીઓમાં જોવા મળે છે.
Advertisement
Tags :
Advertisement

.