Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્ય સરકારના આ મંત્રી મુલાકાતે આવેલા લોકોએ આપેલો પુષ્પગુચ્છ નથી સ્વિકારતા, જાણો કારણ

ગુજરાત સરકારના નવા મંત્રીમંડળે સોમવારે શપથ ગ્રહણ કર્યા, મોટાભાગના મંત્રીઓએ પદભાર પણ બીજા દિવસે જ સાંભળી લીધો ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં લોકો મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવવા આવતા હતા સાથે જ બુકે લઈને આવતા પણ સરકારના એક મંત્રીને ત્યાં મળવા આવતા શુભેચ્છકો બુકે ના બદલે અડધો ડઝન ચોપડા લઈને આવતા જોવા મળ્યા.યથાશક્તિ ચોપડા લેવાનો નિયમઆ મંત્રી છે સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્àª
05:07 PM Dec 13, 2022 IST | Vipul Pandya
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળે સોમવારે શપથ ગ્રહણ કર્યા, મોટાભાગના મંત્રીઓએ પદભાર પણ બીજા દિવસે જ સાંભળી લીધો ત્યારે સવારથી જ મોટી સંખ્યામાં લોકો મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવવા આવતા હતા સાથે જ બુકે લઈને આવતા પણ સરકારના એક મંત્રીને ત્યાં મળવા આવતા શુભેચ્છકો બુકે ના બદલે અડધો ડઝન ચોપડા લઈને આવતા જોવા મળ્યા.
યથાશક્તિ ચોપડા લેવાનો નિયમ
આ મંત્રી છે સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા જેમને મળવા આવતાં લોકો બુકે ના બદલે ચોપડા લઈને આવતા. આ ભેટમાં આવેલા ચોપડા જરૂરિયાત મંદ બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. જગદીશ વિશ્વકર્માએ મંત્રી તરીકેના બીજી વખત શપથ ગ્રહણ કર્યા છે ત્યારે અગાઉ પણ સવા વર્ષ પહેલા જ્યારે તેમણે શપથ લીધા ત્યારથી જ તેમણે આ નિયમ બનાવ્યો છે કે, તેમને મળવા આવનાર લોકોએ પુષ્પગુચ્છના બદલે યથાશક્તિ મુજબ  ચોપડા લઈને આવવા.
જરૂરિયાત મંદ બાળકોને ચોપડા અપાશે
આ નિયમ તેમને બીજી વખત શપથ ગ્રહણ કર્યા બાદ પણ યથાવત રાખ્યો છે અત્યાર સુધીની વાત કરીએ તો 1000 ડઝન કરતાં પણ વધુ ચોપડા તેમને ભેટ સ્વરૂપે મળ્યા જે તેમને જરૂરિયાત મંદ બાળકો સુધી પહોંચાડ્યા છે. આ વખતે પણ મળનારા તમામ ચોપડાનું આ જ પ્રકારે જરૂરિયાતમંદ બાળકો સુધી વિતરણ કરવામાં આવશે. સમાજ સુધારણા માટે તમામ લોકો અલગ અલગ પ્રયત્ન કરતા હોય છે ત્યારે જગદીશ વિશ્વકર્માનો આ પ્રયાસ પણ સરાહનીય છે.
આ પણ વાંચો - આ ધારાસભ્ય પણ કરે છે GSRTC બસમાં મુસાફરી, સાદગી માટે પોતાના વિસ્તારમાં જાણીતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GandhinagarGovernmentMinisterGujaratGujaratFirstJagdishVishvakarmaNoBouquetNoteBook
Next Article