Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કમુર્તા બાદ લગ્નોની ધામ-ધૂમ ફરી શરૂ, આગામી બે મહિના સુધી ચાલશે લગ્નસરાની સિઝન, સંબંધિત વ્યવસાયોમાં તેજી

ઉતરાયણના પર્વની સાથે જ લગ્નસરાની સીઝન ખુલી છે. 2 વર્ષના કોરોનમાં લોકો મન મુક્કીને પ્રસંગ માણી શકતા ન હતા ત્યારે હવે આ વર્ષે ધામધૂમથી લગ્નસરાની સીઝન જામી છે. ગોર મહારાજ, પાર્ટી પ્લોટ સહિતના વ્યવસાયોમાં આ વખતે પાકી સીઝન ખુલી છે અને પ્રસંગો શરુ થઈ ગયા છે ગયા વર્ષે 16 ડિસેમ્બરથી કમુર્તાએ પ્રવેશ કર્યો હતો, જેના કારણે લગ્નો પર બ્રેક લાગી હતી.કમુર્તાં બાદ લગ્નસરાની સિઝનકહેવાય છે કે, લગ્ન
કમુર્તા બાદ લગ્નોની ધામ ધૂમ ફરી શરૂ  આગામી બે મહિના સુધી ચાલશે લગ્નસરાની સિઝન  સંબંધિત વ્યવસાયોમાં તેજી
ઉતરાયણના પર્વની સાથે જ લગ્નસરાની સીઝન ખુલી છે. 2 વર્ષના કોરોનમાં લોકો મન મુક્કીને પ્રસંગ માણી શકતા ન હતા ત્યારે હવે આ વર્ષે ધામધૂમથી લગ્નસરાની સીઝન જામી છે. ગોર મહારાજ, પાર્ટી પ્લોટ સહિતના વ્યવસાયોમાં આ વખતે પાકી સીઝન ખુલી છે અને પ્રસંગો શરુ થઈ ગયા છે ગયા વર્ષે 16 ડિસેમ્બરથી કમુર્તાએ પ્રવેશ કર્યો હતો, જેના કારણે લગ્નો પર બ્રેક લાગી હતી.
કમુર્તાં બાદ લગ્નસરાની સિઝન
કહેવાય છે કે, લગ્ન જેવા શુભ કાર્યો કમુર્તાના દિવસોમાં ન કરવા જોઈએ. હવે એક મહિના પછી આજથી ફરીવાર ઘરોમાં લગ્નની શહેનાઈની ગુંજ સંભળાશે. એક મહિના પછી લગ્નની મોસમ ફરી પાછી ફરી છે. મકરસંક્રાંતિના તહેવારની સમાપ્તિ પછી, શણણાઈ વાગવાની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ છે. 16 ડિસેમ્બરથી લગ્નો પર બ્રેક લાગી હતી. કમુર્તાના અંત પછી, લગ્નોની ધામ-ધૂમ ફરી શરૂ થયા છે. આગામી બે મહિના સુધી ઘણા શુભ મુહૂર્ત છે. લગ્ન સહિતના તમામ શુભ કાર્યો શુભ મુહૂર્તમાં કરી શકાય છે.
ગોર મહારાજ મળવા મુશ્કેલ
લગ્ન નક્કી થાય એટલે તુરંત આપણે જ્યોતિષનો સંપર્ક કરી સારું મુહર્ત કાઢાવીએ છે. ત્યારે આ વખતે ઇવેન્ટ આયોજીત કરતા જાનકી પટેલનુ કહેવુછે કે આ વર્ષે એક જ મુહર્તમાં અનેક લગ્નો છે. જેના કારણે ગોર મહારાજ પણ મળવા આ વર્ષે મુશ્કેલ બન્યા છે. આ વર્ષે 1 જ મુહર્તમાં અનેક લગ્નો છે જેથી ગોર મહારાજ વેઇટિંગ માં મળી રહ્યા છે. અને મુહર્ત સાચવવા મુશ્કેલ બન્યા છે.
કેટરિંગના એડવાન્સ બુકિંગ
જ્યોતિષ બાદ તમામ લોકો કેટરિંગના ઓનરનો સંપર્ક કરતા હોય છે. અત્યારથી કેટરિંગના ઓર્ડર બુક થઇ રહ્યા છે. અને પહેલા થયેલા બૂકિંગનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. અને ગત વર્સની સરખામણીએ લોકો પૈસા પણ ખર્ચી રહ્યા છે. ગુજરાતીઓ આમ તો સ્વાદિષ્ટ ભોજન જમવાના શોખિન છે. એટલે જ હવે લગ્નમાં 35થી વધુ આઇટમો થાળીમાં પીરસાશે. જેમાં ચાઇનીઝ, પંજાબી, રાજસ્થાની, ઇટાલિયન જેવી સંખ્યાબંધ આઇટમો થાળીમાં હોય છે એક ડીશની કિંમત 100 થી 500 રૂપિયા સુધીની હોય છે. ગુજરાતમાં સંખ્યાબંધ કેટરિંગવાળા છે. જેઓ ફક્ત લગ્નની સીઝનમાં જ કરોડો રૂપિયાનો ધંધો કરી નાખે છે.
એપ્રીલમાં શુભમૂહર્ત નથી
આ વર્ષે લગ્નના શુભ મુહૂર્ત 15 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે. કમૂર્તા 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ સાથે સમાપ્ત થઈ ગઈ છે અને તે દિવસે જ આ વર્ષના પ્રથમ સિઝનના પ્રથમ લગ્નનો શુભ સમય છે. દિવસે મકરસંક્રાંતિ અને રાત્રે લગ્ન. આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ લગ્ન માટે શુભ સમય છે, એપ્રિલમાં લગ્ન માટે કોઈ શુભ દિવસ નથી ત્યારબાદ મે અને જૂનમાં લગ્ન માટે શુભ મુહૂર્ત આવશે ત્યારબાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના શુભ મુહૂર્ત છે. જો આ રીતે જોવામાં આવે તો આ વર્ષે ત્રણ લગ્નના ત્રણ સીઝન હશે. પ્રથમ જાન્યુઆરીથી માર્ચ, બીજી મે અને જૂન, ત્યારબાદ ત્રીજી નવેમ્બર અને ડિસેમ્બર. ત્યારે પાર્ટી પ્લોટનું એડવાન્સ બુકિંગ અત્યારથી શરુ થઇ ગયું છે.
વેલેન્ટાઈન ડે
જે લોકો લવ મેરેજ કરવા ઈચ્છે છે તેમના માટે આ વર્ષે વેલેન્ટાઈન ડે લગ્ન પર પણ શુભ સમય છે. 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે લગ્ન માટે શુભ છે. એરેન્જ્ડ મેરેજ કરનારાઓ પણ આ દિવસે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. આ દિવસ પરણિત લોકોને જીવનભર લગ્નની વર્ષગાંઠ અને વેલેન્ટાઈન ડે ઉજવવાની તક આપશે ત્યારે ગત વર્ષે કોરોનાનું ગ્રહણ નડ્યું હતું. પરંતુ આ વર્ષે લગ્નોના જબજસ્ત બુકિંગ થઇ રહ્યા છે અને ઇન્કવ્યરી પણ સારી છે. 2024ના પણ અત્યારથી બુકિંગ થઇ રહ્યા છે.
સોના-ચાંદી
લગ્ન હોય અને સોનુ યાદ ન આવે એવું ન બને પણ અત્યારે સોનાના ભાવ પણ રડાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી તેજી સાથે આગળ વધી રહ્યું છે. આ સપ્તાહમાં સોનુ ઓલટાઈમ ભાવ 58 હજારે અડ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ પણ આજે ઊંચા છે. વધતા સોનાના ના ભાવના ઘણા બધા કારણો છે.  મહત્વની વાત છે કે આગામી 14 જાન્યુઆરીએ કમુર્તા ઉતર્યા એટલે લગ્નસરાની સીઝન પણ છે છતાં ભાવમાં અસમંજતાના કારણે બજારમાં પણ મંદીનો માહોલ છે. લોકો ભાવ ઘટે એની રાહ જોઈ રહ્યા છે છતાં સતત ભાવ વધી જ રહ્યા છે. હાલ તો ફરીથી એક વાર સોના ચાંદીમાં રોકેટની જેમ ભાવ વધારો થઇ રહ્યો છે ત્યારે હવે જોવું એ રહશે કે બઝાર સ્થિર રહશે કે અસ્થિર તે આગામી દિવસોમાં ખબર પડશે.
વસંત પંચમી
વસંત પંચમીના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ યોજાઇ રહ્યા છે ત્યારે ફૂલ બજારમાં પણ લગ્નને લઈ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ ફૂલોના ભાવ વસંતપંચમી અને લગ્નની મોસમ હોવાના કારણે ડબલ જોવા મળી રહ્યા છે. વેપારીઓ પ્રમાણે પાછલા 5 વર્ષ દરમિયાન ફૂલોના ભાવ સૌથી ઉંચા જોવા મળી રહ્યા છે.લગ્નની મોસમમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ફુલ માર્કેટમાં તેજી
અમદાવાદ જમાલપુર ફુલ માર્કેટના વેપારી કલ્પેશભાઈ રામી જણાવ્યું, આ વખતે લગ્નની મોસમમાં ફૂલના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. પાછલા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફુલના ભાવ સૌથી વધુ છે. લગ્ન પ્રસંગે વિવિધ ડેકોરેશન તથા વરરાજાની ગાડી શણગારવામાં પણ ઈંગ્લીશ ફ્લાવરનો ઉપયોગ થતો હોય છે. આમ તો વરરાજાની ગાડી સાદી રીતે શણગારવા માટે 2500-3000નો ખર્ચ થતો હોય છે, પરંતુ આ વર્ષે 4 થી 5 હજાર સુધીનો ભાવ ચાલી રહ્યો છે.લગ્ન દરમિયાન અલગ-અલગ વિધિ તથા ડેકોરેશનમાં ફૂલોનો ઉપયોગ થતો હોય છે, જેથી ફૂલોનો ઉપાડ સારો રહ્યો છે.
DJ અને બેન્ડવાજાવાળામાં પણ વેઈટિંગ
કહેવાય છે કે, લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે. કદાચ એટલે જ ધરતી પર ચાલી રહેલી મહામારી કોરોના પણ લગ્ન પ્રસંગો રોકી નથી. 2 વર્ષ બાદ ફરીથી લગ્નસરાની સીઝન ફુલ બહારમાં ચાલુ થઇ છે. ત્યારે DJ અને બેન્ડ બાજા વારા પણ નથી મળી રહ્યા. DJ નિહારનું કહેવું છે કે પૈસા આપવા છતાં ઇક્યુપમેન્ટ મળી રહ્યા નથી.
અર્થતંત્રને વેગ
ભારતમાં લગ્નની ઉજવણી એક ભવ્ય અને ભપકાદાર સમારોહની જેમ કરવામાં આવે છે. કોરોનાના બે વર્ષની પાબંદીઓ પછી આ વખતની લગ્ન સીઝન કોઇ પણ જાતના અંકુશ વગર ઉજવાઈ રહી છે ત્યારે પાર્ટી પ્લોટ કે હોલની સજાવટ હોય કે પછી કેટરિંગ, હોટેલ બુકિંગ હોય કે ભપકાદાર ઇવેન્ટ મેનેજમેન્ટ, લોકો મન મૂકીને ખર્ચો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લગ્નોને કારણે આ વખતે ‘વેડિંગ ઇકોનોમી’ની માંગ અર્થતંત્રને પણ વેગ આપી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.