Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Crime News : અમદાવાદની યુવતી પર કચ્છના પોલીસકર્મીએ સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ ભુજના દયાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેન્દ્ર ચાવડા નામના પોલીસકર્મીએ અમદાવાદની યુવતી પર બળાત્કાર કર્યો હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો મહેન્દ્ર ચાવડા નામના શખ્શ સાથે છેલ્લા સાતેક વર્ષથી પ્રેમસંબંધ...
crime news   અમદાવાદની યુવતી પર કચ્છના પોલીસકર્મીએ સાત વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ

Advertisement

ભુજના દયાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેન્દ્ર ચાવડા નામના પોલીસકર્મીએ અમદાવાદની યુવતી પર બળાત્કાર કર્યો હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો મહેન્દ્ર ચાવડા નામના શખ્શ સાથે છેલ્લા સાતેક વર્ષથી પ્રેમસંબંધ હતો અને પોલીસકર્મીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ જ્યારે યુવતી ગર્ભવતી થઈ ગઈ ત્યારે આરોપી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડાએ યુવતીનો ગર્ભપાત કરાવી નાંખ્યો હતો.

મિત્રતામાંથી પ્રેમસંબંધ

આ ઉપરાંત યુવતી જોડે લગ્ન કરવાનો ઇનકાર પણ કરી દીધો હતો. આખરે યુવતીએ પોલીસકર્મી મહેન્દ્ર ચાવડા વિરુદ્ધ પોલીસ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં રહેતી 25 વર્ષીય યુવતી ગોમતીપુર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ચાવડા નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાઈ ગયો હતો.

Advertisement

હોટલમાં દુષ્કર્મ

યુવક યુવતી સાથે લગ્ન કરવાની વાત કરીને મહેન્દ્ર ચાવડા નામના આરોપીએ યુવતીને બાપુનગરની અલગ અગલ હોટલોમાં જઈને સબંધ બાંધ્યો હતો અને એક દિવસ યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. જેથી ગભરાયેલા પોલીસકર્મી મહેન્દ્ર ચાવડાએ ગર્ભપાત કરાવી દીધો હતો અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

પોલીસ તપાસ શરૂ

જેથી યુવતીએ લખપત ભુજ-કચ્છના દયાપર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા પોતાના પ્રેમી વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે. હાલ બાપુનગર પોલીસે યુવતીના ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી છે. અને 7 વર્ષ દરમિયાન થયેલી વાતો અને અલગ અલગ હોટલો ના એડ્રેસ પર જઈને તપાસ પણ શરૂ કરી છે. કચ્છ ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મીને પણ હાજર થવા અંગે સૂચન પણ કર્યુ છે.

Advertisement

આ પણ વાંચો : CRIME NEWS : ક્રાઈમબ્રાંચના નામે અપહરણ, 30 લાખની લૂંટ, વાંચો ખાખીને દાગ લગાવતો આ કિસ્સો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.