Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બે વર્ષ બાદ અમદાવાદમાં ફ્લાવર શૉ યોજાશે, આ હશે મુખ્ય આકર્ષણો

કોરોનાના લીધે બે વર્ષના અંતરાલ બાદ અમદાવાદની ઓળખ બનેલા એવા ફ્લાવર શૉનું આયોજન થવાનું છે ત્યારે આ ફ્લાવર શોને લઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે. 31 ડિસેમ્બરથી 12મી જાન્યુઆરી વચ્ચે સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન, ટાગોર હોલ પાછળ, પાલડી ખાતે આ ફ્લાવર શો યોજાવાનો છે.અમદાવાદ ફ્લાવર શૉ- 2023 કેવો હશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 31 ડીસેમ્બર, 2022 થી 12 જાન્યુઆરી, 2023 દ
બે વર્ષ બાદ અમદાવાદમાં ફ્લાવર શૉ યોજાશે  આ હશે મુખ્ય આકર્ષણો
કોરોનાના લીધે બે વર્ષના અંતરાલ બાદ અમદાવાદની ઓળખ બનેલા એવા ફ્લાવર શૉનું આયોજન થવાનું છે ત્યારે આ ફ્લાવર શોને લઈને લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે. 31 ડિસેમ્બરથી 12મી જાન્યુઆરી વચ્ચે સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન, ટાગોર હોલ પાછળ, પાલડી ખાતે આ ફ્લાવર શો યોજાવાનો છે.
અમદાવાદ ફ્લાવર શૉ- 2023 કેવો હશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 31 ડીસેમ્બર, 2022 થી 12 જાન્યુઆરી, 2023 દરમ્યાન સાબરમતી રીવર ફ્રન્ટ, ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન, ટાગોર હોલ પાછળ, પાલડી, અમદાવાદ ખાતે "અમદાવાદ ફલાવર શૉ"નું આયોજન.
ફલાવર શૉનાં મુખ્ય આકર્ષણો
  • મહેંદીમાંથી બનાવેલ ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર
  • G20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો
  • આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર
  • 200 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વૉલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ
  • ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ
  • ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરનાં ફલાવર રોલનાં સ્કલ્પચર
  • જુદી જુદી સાઇઝનાં ફ્લાવર ટાવરનું સ્કલ્પચર
  • બોલ સાથે ડોલ્ફીન. ..
  • વાઇલ્ડ લાઇફ થીમ આધારીત જુદા જુદા સ્કલ્પચર
  • સંજીવની પર્વત સાથેનાં હનુમાનજીની પ્રતિકૃતિ
  • ધનવંતરી ભગવાન અને ચરક ઋષિનાં સ્કલ્પચરો
  • જુદી જુદી વેરાયટીઓ જેવી કે ઓકીંડ, લીલીયમ, પીટુનીયા, ડાયન્ચસ, એમરન્થમ લીલી, કેલાલીલી જેવા 10 લાખથી વધુ રોપા દ્વારા તેવાર કરાયેલ ફુલો-છોડની પ્રદર્શની
  • પ્રવેશ માટે રૂ. 30/- ટિકીટ તેમજ 12 વર્ષથી નીચેના બાળકો તેમજ સ્કૂલનાં બાળકો માટે ફ્રી પ્રવેશ.
  • ટિકીટનાં ઘસારાને ધ્યાને રાખી તમામ ઝોનલ સિવીક સેન્ટર ઉપર ટિકીટ વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેથી મુલાકાતીઓ ઘરની નજીકથી સહેલાઇથી ટિકીટ ખરીદી ફ્લાવર શૉ સ્થળની મુલાકાત લઇ શકશે.
  • ફુલ છોડના રોપાઓના વેચાણ માટે ખાનગી નર્સરીના કુલ 7 સ્ટોલ જંતુનાશક દવા બિયારણ ખાતર અને ગાર્ડનના ઓજારો તેમજ અન્ય ચીજ વસ્તુના વેચાણ માટેના 26 સ્ટોલ ફલાવર ગાર્ડન ખાતે રીફ્રેશમેન્ટ માટે ખાણી પીણીને લગતા પાન પાકા હુડ કોર્ટ ઉપરાંત વધુ 17 સ્ટોલ્સ ઉભા કરવામાં આવેલ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.