Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉચ્ચ પોલીસ અધિકારીના ફ્લેટની પાડોશમાં જ દારુની મહેફિલ ચાલતી હતી અને...

અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારના અનિક એપાર્ટમેન્ટમાં દારુની મહેફિલ માણી રહેલા 4 મહિલા સહિત 12 લોકો પોલીસ (Police)ના હાથે ઝડપાતા ચકચાર મચી ગઇ છે.  શહેર પોલીસના ડીસીપી ઝોન-5ના પાડોશમાં જ દારુની આ મહેફિલ ચાલી રહી હતી અને ડીસીપી ઝોન-5 દ્વારા જ શહેર પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરાતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ફ્લેટમાં દરોડો પાડીને મહિલાઓ સહિત 12 શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે દારુનà
ઉચ્ચ પોલીસ અધિકારીના ફ્લેટની પાડોશમાં જ દારુની મહેફિલ ચાલતી હતી અને
Advertisement
અમદાવાદ (Ahmedabad) શહેરના વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારના અનિક એપાર્ટમેન્ટમાં દારુની મહેફિલ માણી રહેલા 4 મહિલા સહિત 12 લોકો પોલીસ (Police)ના હાથે ઝડપાતા ચકચાર મચી ગઇ છે.  શહેર પોલીસના ડીસીપી ઝોન-5ના પાડોશમાં જ દારુની આ મહેફિલ ચાલી રહી હતી અને ડીસીપી ઝોન-5 દ્વારા જ શહેર પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરાતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ફ્લેટમાં દરોડો પાડીને મહિલાઓ સહિત 12 શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે દારુની ખાલી બોટલો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. 
ડીસીપી ઝોન-5 દ્વારા જ પોલીસ કન્ટ્રોલને જાણ કરાઇ
અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં દારુની મહેફિલ ઝડપાતી રહે છે. દરમિયાન શનિવારે રાત્રે અમદાવાદ શહેર પોલીસ ઝોન-5 ડીસીપી જ્યાં રહે છે તેવા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અનિક એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં શંકાસ્પદ ગતિવિધીઓ ચાલતી હોવાથી ડીસીપી ઝોન-5ને શંકા ગઇ હતી કે આ ફ્લેટમાં દારુની મહેફિલ ચાલી રહી છે જેથી તેમણે શહેર પોલીસ કન્ટ્રોલ રમને જાણ કરી હતી. 
ઉચ્ચ પોલીસ અધિકારીના ફોનથી પોલીસ હરકતમાં
ડીસીપી ઝોન-5 દ્વારા  દારુની મહેફિલનો કોલ મળતાં જ પોલીસ તત્કાળ હરકતમાં આવી હતી અને બાતમી મુજબના અનિક એપાર્ટમેન્ટના ફ્લેટમાં  પોલીસે દરોડો પાડ્યો હતો. 
ફ્લેટમાં જોતાં જ પોલીસ ચોંકી
પોલીસે ફ્લેટનો દરવાજો ખખડાવ્યો હતો અને ફ્લેટમાં રહેલા વ્યક્તિએ દરવાજો ખોલતાં જ પોલીસની ટીમ ફ્લેટમાં ધસી ગઇ હતી અને અંદરનું દ્રષ્ય જોઇને ચોંકી ઉઠી હતી. ફ્લેટમાં 4 મહિલા સહિત 12 શખ્સ મળી આવ્યા હતા. ફ્લેટની તલાશી લેવાતા દારુની ખાલી બોટલો સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં આ શખ્સો દારુની મહેફિલ માણતા હોવાનો ખુલાસો થતાં પોલીસે આરોપીઓની અટકાયત કરીને દારુની ખાલી બોટલો અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 
મહિલા ડોક્ટરનો જન્મદિન હોવાથી દારુની મહેફિલ યોજાઇ
પોલીસે આ મામલે દારુની મહેફિલનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. પોલીસ તપાસમાં મહિલા ડોક્ટરનો જન્મદિન હોવાથી દારુની મહેફિલ યોજાઇ હોવાનું બહાર આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીના ફ્લેટની બિલકુલ સામે આવેલા ફ્લેટમાં પોલીસની પરવા કર્યા વગર આ શખ્સોએ દારુની મહેફિલ યોજી હોવાનું જણાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 
Tags :
Advertisement

.

×