Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં હોસ્પિટલમાં આગથી દંપતીનું મોત

અમદાવાદમાં હોસ્પિટલમાં આગથી દંપતીનું મોતનારણપુરાની મોદી આઈકેર હોસ્પિટલમાં આગઆગમાં દાઝી જવાના કારણે પતિ-પત્નીનું મોતહોસ્પિટલના પહેલા માળેથી મળ્યાં બંને મૃતદેહફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાજરઅમદાવાદ (Ahmadabad)ના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલ (Hospital)માં આગ (Fire) લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. આગમાં દંપતીનું મોત થયું છે. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી રહી છે. દાઝી જવાàª
અમદાવાદમાં હોસ્પિટલમાં આગથી દંપતીનું મોત
  • અમદાવાદમાં હોસ્પિટલમાં આગથી દંપતીનું મોત
  • નારણપુરાની મોદી આઈકેર હોસ્પિટલમાં આગ
  • આગમાં દાઝી જવાના કારણે પતિ-પત્નીનું મોત
  • હોસ્પિટલના પહેલા માળેથી મળ્યાં બંને મૃતદેહ
  • ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાજર
અમદાવાદ (Ahmadabad)ના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલ (Hospital)માં આગ (Fire) લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે. આગમાં દંપતીનું મોત થયું છે. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી રહી છે. 
દાઝી જવાના કારણે પતિ-પત્નીનું મોત
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઇ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે 3 વાગ્યાની અરસામાં આગ લાગી હતી જેમાં દંપતીનું મોત થયું છે. આગમાં દાઝી જવાના કારણે પતિ-પત્નીનું મોત થયું હોવાનું જાણવા મળે છે. 
પહેલા માળેથી પતિ-પત્નીના મૃતદેહ મળ્યા
હોસ્પિટલના પહેલા માળેથી પતિ-પત્નીના મૃતદેહ મળ્યા હતા. હાલ તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે. આગ લાગવાના કારણો વિશે પણ તપાસ કરાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ બને ત્યારે ફાયર સેફ્ટીના સાધનો વિશે અવાર નવાર ચર્ચાઓ ઉઠે છે પણ નિયમીતપણે ઇન્સ્પેક્શન કરાય છે કે કેમ તે વિશે સવાલો પણ જોવા મળે છે. નારણપુરાના ધારાસભ્ય પણ સ્થળ પર પહોંચ્યા છે. મૃતક દંપતીનું નામ નરેશ પારઘી અને હર્ષાબેન પારઘી હોવાનું જાણવા મળે છે અને તેઓ મુળ રાજસ્થાનના હતા. 
આગની જાણ કેમ ના થઇ?
ઘટના બાદ સવાલ ઉભો થયો કે મોડી રાત્રે આગ લાગી અને દંપતીનું મોત થયું હોવા છતાં કેમ રાત્રે જ કોઇને જાણ ના થઇ. રાત્રે એકાએક આગ લાગી અને લોકોને અને સ્ટાફને સવારે ખબર પડી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હોવાનું જાણવા મળે છે પણ તેમ છતાં આ ઘટના બની હતી. ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું છે. 
શું કહ્યું હોસ્પિટલના માલિકે
આ અંગે હોસ્પિટલના માલિક ડો.ધવલ મોદીએ જણાવ્યું કે આગ લાગવાનો બનાવ મોડી રાત્રે અથવા વહેલી સવારે બન્યો હોય તેવું લાગે છે. ડે કેર સેન્ટર હોવાથી રાતે ફક્ત સિક્યુરિટી સ્ટાફ જ રહેતો હોય છે. આ ઘટનાની મને જાણ થતા જ મે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. તેમણે કહ્યું કે  આગ લાગી તે સમયે એલાર્મ વાગ્યું કે નહિ તે તપાસ નો વિષય છે. તમામ સ્ટાફને ફાયરની તાલીમ પણ આપવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે રાત્રીના સમયે ફક્ત સિક્યોરિટી સ્ટાફ હોવાથી સીસીટીવી બંધ રાખવામાં આવતા હતા.
પોલીસે શું કહ્યું 
આ મામલે એસીપી હરીશ કણસાગરાએ કહ્યું કે  ઘટનામાં  નરેશ ભાઈ અને તેમના પત્નીનું મૃત્યું થયુ છે. બંને વ્યક્તિ સીડીમાં પડ્યા હતા. તેમણે કહ્યું કે હાલમાં FSL અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર છે અને તપાસ ચાલુ છે. ટોરેન્ટ પાવરની ટીમ પણ તપાસ કરી રહી છે. આગ લાગી ત્યારે બંનેએ આગ ઓલવવાની પણ કોશિશ કરી છે. પહેલા મૃત્યુ પામનાર નરેશભાઈના પપ્પા એ જાણકારી આપી હતી
ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે ફક્ત ધુમાડા નીકળતા હતા
ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે ફક્ત ધુમાડા નીકળતા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટના રાત્રે 3 વાગ્યા આસપાસ બની હોય તેવું લાગી રહ્યું છે. ઘટનામાં સિક્યોરિટી દંપતી નરેશ પારઘી અને હંસાબેન પારઘીનું મોત નીપજ્યું છે.હોસ્પિટલ ની સ્થિતિ પ્રમાણે દંપતી એ બચાવ માટે બારીના કાચ તોડી ને બચાવનો પ્રયાસ પણ કર્યો છે પરંતુ તેઓ પહેલે માળે લાગેલી આગમાં સીડી ઉતારતા જ મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.