Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વઉમિયાધામના આગંણે 5000 ખેલાડીઓના રમતોના મહાકુંભનો રંગેચંગે પ્રારંભ

વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રમા વિશ્વઉમિયાધામ ખાતે આજથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો રંગેચંગે શુભારંભ થયો છે. સંસ્થાના યુવા સંગઠન દ્વારા આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું ઉદ્ધાટન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત માધવપ્રિયદાસ સ્વામીજી, કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રીજી એવમ્ વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી. પટેલના  હસ્તે થયું છે. વિશ્વઉમિયાધામ à
વિશ્વઉમિયાધામના આગંણે 5000 ખેલાડીઓના રમતોના મહાકુંભનો રંગેચંગે પ્રારંભ
વિશ્વના કરોડો પાટીદારોના આસ્થાના કેન્દ્રમા વિશ્વઉમિયાધામ ખાતે આજથી વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનો રંગેચંગે શુભારંભ થયો છે. સંસ્થાના યુવા સંગઠન દ્વારા આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગનું ઉદ્ધાટન સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ સંત માધવપ્રિયદાસ સ્વામીજી, કથાકાર રાજેન્દ્ર શાસ્ત્રીજી એવમ્ વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી. પટેલના  હસ્તે થયું છે. વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગમાં રાજ્યભરમાં પાટીદાર સમાજના 5000થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના. 
સંસ્થાના યુવા સંગઠન આયોજિત વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગમાં ક્રિકેટની 128 અને વોલીબોલની 200થી વધુ ટીમ રમી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી હજારો ખેલાડીઓ ભાગ લઈ રમતોત્સવમાં નવો રંગ પુરશે. 23 દિવસ ચાલનારા વિશ્વઉમિયાધામ પ્રિમિયર લીગના તમામ વિજેતા ટીમોને ખુબ મોટા બહુમાન સાથે 12 ફેબ્રુઆરીએ સમાપન સમારોહનું આયોજન કરાયું છે. આ સાથે જ મહિલા ખેલાડીઓ માટે છથી વધુ રમતોનું આયોજન કરાયું છે. જેમાં ઉભી ખો,ડોઝ બોલ, રસ્સા ખેંચ, ભારત ભ્રમણ, સાતોલીયું, વોટર રિપ્લે રેસ ગેમ જેવી રમતોનું આયોજન કરાયું છે. આ સાથે જ આજે મુખ્ય સંગઠન- મહિલા સંગઠન અને યુવા સંગઠનની સમગ્ર ટીમનું સ્નેહમિલનનું પણ આયોજન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી 2000થી વધારે સંગઠનના પદ્દાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ક્રિકેટની 128 ટીમમાંથી બેસ્ટ 11 ખેલાડીઓ રણજીત ટ્રોફીમાં રમશે : આર.પી. પટેલ
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગના શુભારંભ પ્રસંગે વાત કરતાં સંસ્થાના પ્રમુખ  આર.પી પટેલ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી આવનારા 5000 હજાર ખેલાડીઓ વિશ્વઉમિયાધામ –જાસપુર, અમદાવાદના આંગણે જગત જનની મા ઉમિયાના ખોળામાં પોતાનું કૌવત બતાવશે. ક્રિકેટની 128 ટીમમાંથી દરરોજ મેન ઓફથી મેથ બનનાર 11 ખેલાડીઓને સંસ્થા રણજીત ટ્રોફીમાં રમવા માટે પ્રોત્સાહિત કરશે. વધુમાં જણાવ્યું કે અમારી યુવા સંગઠનની ટીમ દ્વારા જે આયોજન કરાયું છે તે સમગ્ર સમાજ અને લોકો માટે માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડશે.
વિશ્વઉમિયાધામ પ્રિમિયર લિગના શુભારંભ પ્રસંગે વાત કરતાં યુવા સંગઠનના ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલે જણાવ્યું કે રમતોથી યુવાનોના નવી સંગઠન શક્તિનો સંચાર થાય છે. અમારા આ આયોજનમાં રાજ્યના 5000થી વધુ પાટીદાર ખેલાડીઓ 23 દિવસ રમશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.