Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ સ્મશાનમાં ચિતાની ડિઝાઇનમાં કરાયો ફેરફાર, જાણો સમગ્ર મામલો

(અહેવાલ - રીમા દોશી, અમદાવાદ) અમદાવાદ શહેરમાં આવેલા સ્મશાનોમાં લાકડા ઓછા વપરાય અને તેમાંથી કટકીની કમાણીના કૌભાંડ થતાં હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે 2જી એપ્રીલના રોજ પ્રસિદ્ધ કર્યો હતો જેનો પડઘો પડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમા ચિતાની ડિઝાઈનમાં ફેરફાર...
અમદાવાદ સ્મશાનમાં ચિતાની ડિઝાઇનમાં કરાયો ફેરફાર  જાણો સમગ્ર મામલો

(અહેવાલ - રીમા દોશી, અમદાવાદ)
અમદાવાદ શહેરમાં આવેલા સ્મશાનોમાં લાકડા ઓછા વપરાય અને તેમાંથી કટકીની કમાણીના કૌભાંડ થતાં હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે 2જી એપ્રીલના રોજ પ્રસિદ્ધ કર્યો હતો જેનો પડઘો પડ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમા ચિતાની ડિઝાઈનમાં ફેરફાર કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાની વાત છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ મારો તે આજે શહેરના કેટલાક સ્મશાન ની મુલાકાત લીધી હતી.

Advertisement

નોટિસ છતાં ફેરફાર નહી
તેમને મુલાકાત દરમિયાન શહેરના અનેક એવા સ્મશાન ગૃહ સામે આવ્યા જ્યાં આ પ્રકારે ચિતાની ડિઝાઈનમાં ફેરફાર કરી વચ્ચે લોખંડની એંગલ મૂકવામાં આવી હતી. જેથી લાકડા નો ઓછો ઉપયોગ થઈ શકે અગાઉ જમાલપુર સ્મશાન મામલે અનેક વખત નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં પણ જે સંસ્થાઓ સ્મશાન ચલાવે છે. તેમના તરફથી તે એંગલ દૂર કરવામાં આવ્યા ન હતા.

Advertisement

કોન્ટ્રેક્ટરો સામે કાર્યવાહીના ભણકારા
આ સમગ્ર મામલે હાલ વિજિલન્સ તપાસ પણ શરૂ કરવામાં આવી છે વિજિલન્સ અધિકારીઓ જમાલપુર સ્મશાન ગૃહમાં પહોંચીને ચિતા તેમજ તેમાં મૂકવામાં આવેલી એંગલના માપણી પણ કરી હતી જેમાં આવનારા સમયમાં રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે સાથે જ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા સહિતની કામગીરી પણ અમદાવાદ મહાનગરપાલિકા આવનારા સમયમાં કરે તો નવાઈ નહીં.

Advertisement

શું છે સમગ્ર મામલો
અમદાવાદ શહેરમાં આવેલા સ્મશાનોમાં લાકડા ઓછા વપરાય અને તેમાંથી કટકીની કમાણીના કૌભાંડ થતાં હોવાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે 2જી એપ્રીલના રોજ પ્રસિદ્ધ કર્યો હતો જેનો પડઘો પડ્યો છે. જેમાં જમાલપુર સ્મશાનમાં ચિતાની ડિઝાઈન એવી કરવામાં આવી હતી જેથી લાકડા ઓછા વપરાય, જે બાદ સફાળા જાગેલા તંત્રએ તપાસ કરતા અમદાવાદના 24માંથી 14 સ્મશાનમાં આ રીતની જ ચિતાઓ હતી. તેથી હવે આ સ્મશાનોની ચિતાની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો : બ્લેકલીસ્ટેડ કોન્ટ્રાક્ટરને નવા નામે જ અપાયો હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ

Tags :
Advertisement

.