Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાયન્સ સિટી ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બીએસએફ ઓરકેસ્ટ્રા પર્ફોર્મન્સ યોજાયો

ગુજરાત સાયન્સ સિટી  ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ સાંજે બીએસએફ બ્રાસ બેન્ડ અને ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ ઉત્સાહથી  જોડાયા હતા. આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ અને ઈન્સ્પેકટર જનરલ ફ્રન્ટિયર હેડક્વાર્ટર બીએàª
સાયન્સ સિટી  ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત બીએસએફ ઓરકેસ્ટ્રા પર્ફોર્મન્સ યોજાયો
ગુજરાત સાયન્સ સિટી  ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ સાંજે બીએસએફ બ્રાસ બેન્ડ અને ઓરકેસ્ટ્રા સાથે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ ઉત્સાહથી  જોડાયા હતા. આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ અને ઈન્સ્પેકટર જનરલ ફ્રન્ટિયર હેડક્વાર્ટર બીએસએફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
સાયન્સ સિટી ખાતે 2 ઓગસ્ટ 2022થી 15 ઓગસ્ટ 2022 સુધી 14 દિવસ લાંબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન વિવિધ પ્રકારનાં કાર્યક્રમો જેવા કે રાષ્ટ્ર ધ્વજનું માન જાળવવા માટેના લોક જાગૃતિના કાર્યક્રમો સોશ્યલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્ર ધ્વજને કેવી રીતે બાંધવો અને ધ્વજ વંદન કેવી રીતે કરવું તેની તાલિમ આપવામાં આવશે. રાષ્ટ્ર ધ્વજ સાથે શું કરવું અને શું ન કરવું તેની માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત બાળકોમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે રાષ્ટ્ર ધ્વજ વિષય ઉપર ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. 
સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરવા માટે સરકારે લોકો માટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ 12 માર્ચ 2021થી શરૂ કરવામાં આવ્યો છે અને તે 75 સપ્તાહ સુધી ચાલશે. આ કાર્યક્રમ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 13 ઓગસ્ટ 2022થી 15 ઓગસ્ટ 2022 દરમિયાન દેશનાં દરેક ઘર ઉપર તિરંગો લગાવવામાં આવશે. તેની પાછળનો ઉદ્દેશ લોકોમાં દેશભક્તિની ભાવના જાગે અને રાષ્ટ્ર ધ્વજ અંગે લોકોમાં જાગરૂકતા આવે તે માટેનો છે. 
Advertisement
Tags :
Advertisement

.