Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવદમાં 7 વર્ષની બાળકીને પોર્ન વિડીયો બતાવી કુટુંબી મામા દ્વારા જ દુષ્કર્મ

રાજ્યમાં મહિલાઓ તથા યુવતીઓ સાથે થઇ રહેલા અપરાધમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યાં સુધી કે માનસિક વિકૃત લોકો નાની બાળકીઓને પણ છોડતા નથી. તેમની સાથે પણ યૌન અપરાધોની સંખ્યા વધી રહી છે. છાશવારે આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. જેમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી. ત્યારે અમદાવાદમાંથી તાજેતરમાં આવો જ એક પ્રકાશમાં આવ્યો છે. જેણે સંબંધોના લીરેલીરા પણ ઉડાાવ્યા છે.શહેરના પૂર્વ વિસ્તારમાં એàª
અમદાવદમાં 7 વર્ષની બાળકીને પોર્ન વિડીયો બતાવી કુટુંબી મામા દ્વારા જ દુષ્કર્મ
રાજ્યમાં મહિલાઓ તથા યુવતીઓ સાથે થઇ રહેલા અપરાધમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યાં સુધી કે માનસિક વિકૃત લોકો નાની બાળકીઓને પણ છોડતા નથી. તેમની સાથે પણ યૌન અપરાધોની સંખ્યા વધી રહી છે. છાશવારે આ પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે. જેમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી. ત્યારે અમદાવાદમાંથી તાજેતરમાં આવો જ એક પ્રકાશમાં આવ્યો છે. જેણે સંબંધોના લીરેલીરા પણ ઉડાાવ્યા છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું છે. આઘાતજનક વાત તો એ છે કે બાળકીના કુટુંબી મામાએ જ તેના પર દુષ્કર્મ આચર્યુ છે. સમગ્ર મામલે બાળકીના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવનામાં આવી છે. એવી વાત સામે આવી છે કે બાળકીના મામા તેને પોર્ન વીડિયો બતાવતા હતા અને શારીરિક અડપલા કરતા હતા.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરિવારની સાત વર્ષની બાળકી સાથે છેલ્લા કેટલાક સમયથી તેના કુટુંબી મામા શારીરિક અડપલાં કરતો હતો. આ બાળકી એકલી હોય ત્યારે તેના મામા તેને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવતો હતા. બાળકી સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ કર્યા બાદ તે જતો રહેતો હતો. એક દિવસે બાળકીએ પોતાની સાથે થતી આ ઘટના વિશે માતા-પિતાને જાણ કરી હતી. જેને લઈને બાળકીના માતાપિતા પણ ચોંકી ગયા હતા. બાળકીના માતાપિતાને  ગઈકાલે જ આ અંગે જાણ થઈ હતી. જેથી બાળકીના માતા-પિતા આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બાળકીના માતા-પિતાએ આ મામલે તેના મામા સામે ગુનો નોંધાવ્યો છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીને પકડવા પોલીસે તજવીજ પણ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.