Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ત્રી મિત્રને લઇ 60 વર્ષીય વૃદ્ધને બે ગઠીયાએ કર્યા બ્લેકમેઇલ, જાણો શું છે મામલો

અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપીને લૂંટ કરનારા એક શખ્સની ક્રાઈમબ્રાંચે હાલમાં જ ધરપકડ કરી છે. જોકે તે જ પ્રકારનો વધુ એક કિસ્સો મેધાણીનગરમાં સામે આવ્યો છે. જેમાં 60 વર્ષીય વૃદ્ધને પોલીસની ઓળખ આપી પૈસા પડાવનાર 2 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  સ્ત્રી મિત્રને ઉતારી નિકળતા સમયે આવ્યા 2 શખ્સોચાંદખેડા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મનસુખ ભાઈ મકવાણા નિવૃત જીવન ગુજારે છે. ત્યારે 12મી જુલાઈà
સ્ત્રી મિત્રને લઇ 60 વર્ષીય વૃદ્ધને બે ગઠીયાએ કર્યા બ્લેકમેઇલ  જાણો શું છે મામલો
અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપીને લૂંટ કરનારા એક શખ્સની ક્રાઈમબ્રાંચે હાલમાં જ ધરપકડ કરી છે. જોકે તે જ પ્રકારનો વધુ એક કિસ્સો મેધાણીનગરમાં સામે આવ્યો છે. જેમાં 60 વર્ષીય વૃદ્ધને પોલીસની ઓળખ આપી પૈસા પડાવનાર 2 યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

 સ્ત્રી મિત્રને ઉતારી નિકળતા સમયે આવ્યા 2 શખ્સો
ચાંદખેડા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મનસુખ ભાઈ મકવાણા નિવૃત જીવન ગુજારે છે. ત્યારે 12મી જુલાઈનાં રોજ સાંજના સમયે તેઓ પોતાની મોટરસાયકલ લઈને વિરાટનગર ખાતે પોતાની સ્ત્રી મિત્રને મળવા ગયા હતા. અને રાતનાં સાડા આઠ વાગે આસપાસ તેઓએ સ્ત્રી મિત્રને મેમકો ચાર પર ઉતારી મેમકોથી રામેશ્વર ચાર રસ્તા થઈને રત્નાસાગર ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. તે સમયે શાયોનાં સ્કૂલ પાસે એક એક્ટીવા પર બે યુવકો આવ્યા અને અચાનક ફરિયાદીની એક્ટીવાને ઓવરટેક ઉભા રાખ્યા હતા.
પોલીસ કેસ કરવાનું કહીને આપી ધમકી
વૃદ્ધ ઉભા રહેતા બન્ને શખ્સોએ તેમની પાસે આવીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી તેમની બાઈકની ચાવી કાઢી લીધી હતી. બન્ને શખ્સોએ મનસુખ મકવાણાને તમે આ સ્ત્રીને લઈને અવારનવાર ફરો છો જેથી તમારા પર કેસ કરવાનો છે તેમ જણાવી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યુ હતું. ફરિયાદી ગભરાઈ જતા તેઓએ કેસ ન કરવા આરોપીઓને આજીજી કરી હતી, જે બાદ આરોપીઓએ કોઈ મોટા સાહેબને વાત કરવાનું કહીને કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરી હતી. અને બાદમાં કેસ ન કરવા માટે 87 હજાર રૂપિયાની માંગ કરી હતી.
40 હજાર પડાવી બન્ને શખ્સો ફરાર
ફરિયાદી વૃદ્ધ પાસે આટલા પૈસા ન હોવાનું જણાવતા આરોપીઓએ છેલ્લે 40 હજાર રૂપિયામાં પતાવટ કરવાનું જણાવ્યું હતું.જેથી મનસુખ મકવાણાએ પોતાના ખિસ્સામાં રહેલા 5 હજાર રોકડ રૂપિયા આરોપીઓને આપી, પોતાનાં ATM માંથી 20 હજાર રૂપિયા કાઢી તેમજ ઓનલાઈન 15 હજાર રૂપિયા એમ કુલ 40 હજાર રૂપિયા બન્ને શખ્સોને આપ્યા હતા. પૈસા લઈને બન્ને યુવકો ફરાર થઈ ગયા હતા. જે બાદ વૃધ્ધનાં ઘરમાં પ્રસંગ હોવાથી તેઓ ફરિયાદ કરવા ગયા ન હતા જોકે હવે આ મામલે મેધાણીનગરમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ તેજ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.