રામોલમાં 17 વર્ષની સગીરા પર પૂર્વ પ્રેમીએ રીક્ષામાં ગુજાર્યું દુષ્કર્મ, મિત્રોએ ચલાવી લૂંટ
અમદાવાદના (Ahmedabad) રામોલમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા વસ્તુ લેવા માટે બહાર નીકળી હતી ત્યારે રસ્તામાં તેને આરોપીએ રીક્ષામાં બેસાડી દીધી હતી. ત્રણમાંથી એક આરોપીએ આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં ત્રણ લોકોએ છરી બતાવી લૂંટ પણ ચલાવી હતી.માતાએ નોંધાવી ફરિયાદઠક્કરનગર વિસ્તારમાં રહેતા મહિલાએ આ મામલે ફરિયાદ (FIR) નોંધાવી છે. તેઓને સંતાનમાં ત્રણ બાળકો છà«
12:49 PM Oct 30, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદના (Ahmedabad) રામોલમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા વસ્તુ લેવા માટે બહાર નીકળી હતી ત્યારે રસ્તામાં તેને આરોપીએ રીક્ષામાં બેસાડી દીધી હતી. ત્રણમાંથી એક આરોપીએ આ સગીરા પર બળાત્કાર ગુજાર્યો અને બાદમાં ત્રણ લોકોએ છરી બતાવી લૂંટ પણ ચલાવી હતી.
માતાએ નોંધાવી ફરિયાદ
ઠક્કરનગર વિસ્તારમાં રહેતા મહિલાએ આ મામલે ફરિયાદ (FIR) નોંધાવી છે. તેઓને સંતાનમાં ત્રણ બાળકો છે. જેમાં સૌથી મોટી દિકરી 17 વર્ષ 2 માસની છે જે છેલ્લા છ મહીનાથી મિત્રના ઘરે રહેવા ગઈ હતી અને અવાર નવાર આ માતાના ઘરે આવતી હતી. તા. 26મી ઓક્ટોબરના રોજ રાત્રે આઠેક વાગ્યાના સુમારે સગીરાની સાથે રહેતા મિત્રએ સગીરાની માતાને ફોન કરીને સગીરા ઘરેથી સવારથી નીકળી છે અને પાછી ન આવી હોવાનું જણાવ્યું હતું. જે બાદ 28મીએ રાત્રે સગીરાના મિત્રએ ફોન કરી સગીરાને ઈજા થઇ હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જાય છે તેમ ફરિયાદીને જણાવ્યું હતું.
રિક્ષામાં દુષ્કર્મ
થોડા સમય બાદ મહિલાને કરીને પોલીસે જાણ કરી હતી કે તમારી દિકરી સાથે ત્રિકમપુરા ખાતે મારામારી તેમજ દુષ્કર્મનો (Rape) બનાવ બનેલ છે. જેથી મહિલા હોસ્પિટલ પહોંચતા દીકરીને આ બનાવ બાબતે પુછતા તેણે જણાવ્યું કે ગત.27મીના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે પોતે ઈંડા લેવા જશોદાનગર ચોકડી ખાતે સી.ટી.એમ. તરફ જતા સર્વિસ રોડ ઉપર ગઇ હતી અને ત્યાં સગીરા અગાઉ જે યુવક સાથે રહેતી હતી તે વિશાલ નાડીયા રીક્ષામાં તેના ભાઈ સચીન નાડીયા અને તેમનો મિત્ર રાજ સાથે આવ્યો હતો અને સગીરાને ઉભી રાખીને તુ કેમ મારી સાથે રહેતી નથી તેમ કહી જબરજસ્તી પકડીને રીક્ષામાં બેસાડી દીધી હતી.. થોડે આગળ જઈ એક ખાંચામાં રીક્ષા ઉભી રાખી દીધેલ અને રાજ તથા સચીન ત્યાંથી ચાલતા નીકળી ગયેલ અને વિશાલે સગીરા સાથે રીક્ષામાં જ સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.
દુષ્કર્મ બાદ લૂંટ
બાદમાં આ સચીન અને રાજ ત્યા આવેલ ત્રણેય લોકોએ ભેગા મળી વિશાલે તેની પાસે રહેલ છરી બતાવી તારી પાસે જે કાઈ છે તે આપી દે તેમ કહેતા સગીરાએ ના પાડતા વિશાલે તેની પાસેની છરી વડે સગીરાને શરીરે બન્ને હાથે તેમજ પગના ભાગે તથા કમરના ભાગે ઘા મારી સગીરાની સોનાની બુટ્ટી, ચાંદીના છડા તથા મોબાઇલ ફોન તથા રોકડા રૂ. 2 હજાર બળજબરીથી લુટી લઇ રીક્ષા લઇને ભાગી ગયા હતા. સગીરા મોડી રાતના મિત્રના ઘરે ગયેલ અને સુઇ ગઇ હતી. બાદમાં તેને શરીરે દુખાવો થતા આ યુવક મિત્ર તેને 28મીએ શારદાબેન હોસ્પીટલ ખાતે લઇ જતા ડોક્ટરે વધુ સારવાર માટે સીવીલ હોસ્પીટલ ખાતે લઇ જવાનું જણાવતા સિવીલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવી હતી. જેથી 27મીએ બનેલા આ બનાવને લઇને પોલીસને જાણ થતા પોલીસે આ અંગે ત્રણ લોકો સામે ગુનો નોંધી એક આરોપીની અટકાયત કરી છે.
Next Article