Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ પોલીસની 70 ટીમોએ 20 દિવસ ચલાવી આ ખાસ ડ્રાઈવ, જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) સમયગાળો ચાલી રહ્યો છે. આગામી 1લી તારીખ પ્રથમ તબક્કાનું તો 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે સામજની વચ્ચે રહેલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો જે ચૂંટણીમાં માહૌલ ખરાબ કરી શકે છે તેવા શખ્સોને ઝડપી પાડવા માટે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) એક ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસની 70 ટીમોએ 20 દિવસ આ ડ્રાઈવ ચલાવી હતી.20 દિવસની ડ્રાઈવચૂંટણી દરમિયાન માહોલ
અમદાવાદ પોલીસની 70 ટીમોએ 20 દિવસ ચલાવી આ ખાસ ડ્રાઈવ  જાણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Elections 2022) સમયગાળો ચાલી રહ્યો છે. આગામી 1લી તારીખ પ્રથમ તબક્કાનું તો 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે સામજની વચ્ચે રહેલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો જે ચૂંટણીમાં માહૌલ ખરાબ કરી શકે છે તેવા શખ્સોને ઝડપી પાડવા માટે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) એક ખાસ ડ્રાઈવ હાથ ધરી હતી. પોલીસની 70 ટીમોએ 20 દિવસ આ ડ્રાઈવ ચલાવી હતી.
20 દિવસની ડ્રાઈવ
ચૂંટણી દરમિયાન માહોલ ડોળાઈ નહી અને શાંતિપૂર્ણ ચૂંટણી પતે તે તંત્ર માટે મોટો પડકાર હોય છે અને આમા બાધારૂપ બની શકનારા નાસતા ફરતા, પેરોલ ફરલો જમ્પ તથા તડીપાર આરોપીઓ પર શિકંજો કસવો જરૂરી  છે ત્યારે અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, SOG ક્રાઇમ બ્રાન્ચ અને EOW દ્વારા તા. 03-11-2022 થી 22-11-2022 સુધી ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
70 ટીમો
અમદાવાદ પોલીસની (Ahmedabad Police) વિવિધ એજન્સીઓ અને પોલીસ મથકોમાંથી કુલ 70 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમોનું એક ખાસ કામ પાર પાડવાનું હતું. વિધાનસભાની ચૂંટણી શાંતિથી પતે તે માટે આખા રાજ્યમાં નાસતા ફરતા, પેરોલ ફરલો જમ્પ તથા તડીપાર આરોપીઓને શોધવાની તેમણે કામગીરી કરવાની હતી.
226 આરોપી પકડ્યા
આ ટીમે સમગ્ર રાજ્યમાંથી 96 નાસતા ફરતા આરોપીઓ, પેરોલ ફર્લો જમ્પ-20, તડીપારના -110 આરોપીઓને આ 20 દિવસના સમયગાળામાં ઝડપી પાડ્યા છે. અત્યાર સુધીમાં કુલ 226 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.