૭ વર્ષની હૃદયની તકલીફ અને ૭ આંકડાના ખર્ચમાંથી મુક્તિ, ખેતમજૂર દર્દીનું નજીવા ખર્ચે સરકારી હોસ્પિટલમાં હૃદય પ્રત્યારોપણ
ખાનગી હોસ્પિટલમાં આશરે ૨૫થી ૩૦ લાખના ખર્ચે થતું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવિલ મેડિસિટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તદ્દન નજીવા દરે કરવામાં આવ્યું. સાત વર્ષથી હૃદયની ગંભીર તકલીફમાંથી પસાર થઇ રહેલા ૨૯ વર્ષના યુવકને ખેડાના બ્રેઇનડેડ ૪૦ વર્ષીય રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું. આમ સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં ૨૫ હૃદયનું દાન મળ્યું છે.ખેતમજૂરી કરતા વ્યક્તિનું હૃદય બંધ થવાની à
Advertisement
ખાનગી હોસ્પિટલમાં આશરે ૨૫થી ૩૦ લાખના ખર્ચે થતું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવિલ મેડિસિટીની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તદ્દન નજીવા દરે કરવામાં આવ્યું. સાત વર્ષથી હૃદયની ગંભીર તકલીફમાંથી પસાર થઇ રહેલા ૨૯ વર્ષના યુવકને ખેડાના બ્રેઇનડેડ ૪૦ વર્ષીય રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું. આમ સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષમાં ૨૫ હૃદયનું દાન મળ્યું છે.
ખેતમજૂરી કરતા વ્યક્તિનું હૃદય બંધ થવાની કગાર પર હતું, હૃદયને ઘબકતું રાખવા સાત વર્ષથી સંધર્ષ કરતા આ વ્યક્તિને અનેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શ્વાસ રૂંધાવો, વારંવાર બેચેની થવી જેવી સમસ્યાઓ જીવનનો નિત્યક્રમ બની ગઇ હોય. આવી સમસ્યામાંથી પસાર થતો ગરીબ વ્યક્તિ પ્રભુને ફક્ત આટલી જ પ્રાર્થના કરે : “પ્રભુ મને તારા શરણોમાં લઇ લે”. હૃદયની અતિગંભીર સમસ્યા કે જેમાં પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ હોય. આ પ્રત્યારોપણની સારવાર ગરીબ પરીવાર માટે તો સ્વપ્ન સમી જ હતી.
ભાવનગરના ડોડિયા પરિવારનો ૨૯ વર્ષનો દીકરો આ તમામ સમસ્યામાંથી સાત વર્ષથી પસાર થઇ રહ્યો હતો અને વધું જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો. ત્યાં એકાએક ગઇ કાલે તેને સિવિલ હોસ્પિટલમાંથી ૪૦ વર્ષના રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું. યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ૨૯ વર્ષીય યુવક દર્દીમાં આ અંગદાનમાં મળેલા હૃદયને પ્રત્યારોપણ કરવામાં આવ્યું. પ્રત્યારોપણ સફળ રહ્યું અને યુવકને નવજીવન મળ્યું.
અત્યાર સુધી સમાજમાં એવી માનસિકતા હતી કે માલેતુજાર લોકોની પીડા દૂર કરવા માટે જ હૃદય પ્રત્યારોપણ છે. ખાનગી હોસ્પિટલમાં આશરે ૨૫થી ૩૦ લાખની માતબર રકમના ખર્ચે થતું હૃદય ટ્રાન્સપ્લાન્ટ ધનિક લોકો જ કરાવી શકતા હોય છે. પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હોસ્પિટલમાં હ્રદયના પ્રત્યારોપણ જેવા મોટા ઑપરેશન પણ શક્ય બન્યા છે.
સિવિલ મેડિસિટીમાં હૃદયનું પ્રત્યારોપણ શરૂ થતા રાજ્યના હજારો ગરીબ પરિવારો કે જેમાંથી કેટલાક દર્દીઓને હૃદયની ગંભીર સમસ્યા હોય, જેમના માટે હૃદયના પ્રત્યારોપણ સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય, તેવા દર્દીઓ માટે તો આશાનો સૂરજ ઉગ્યો છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે ૯૪મું અંગદાન થયું. ખેડા જિલ્લાના ૪૨ વર્ષીય રાજુભાઇ ડાભીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગંભીર આંતરિક ઈજાઓને લીધે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનોએ રાજુભાઇનાં અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.
બ્રેઇનડેડ રાજુભાઇના અંગદાનમાં હૃદયનું દાન મળ્યું. જેણે સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ભાવનગરના ૨૯ વર્ષીય યુવકમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જે દર્દીમાં હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું, તે દર્દીને ૭ વર્ષથી DCMP નામની હૃદય સંબંધિત ગંભીર બીમારી હતી. જેના કારણે તેમને વારંવાર શ્વાસ ચઢવો, બેચેની થવી, ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખાંસી આવવી જેવી તકલીફોનો સામનો કરવો પડતો હતો. ખેતમજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા આ યુવકના પરિવાર માટે હૃદયનું પ્રત્યારોપણ અશક્ય હતું. પરંતુ રાજ્ય સરકાર સંચાલિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં યુવકનું હૃદય પ્રત્યારોપણ થયું.
તબીબોના મતે હાલ પ્રત્યારોપણ બાદ દર્દીની હાલત સ્થિર છે. અને થોડા જ દિવસોમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયેલા મેડિસિટીના સ્વપ્નના ફળ આજે મળતા થયાં છે. જેના પરિણામે એક જ કેમ્પસમાં ૧૦૦ મીટરથી પણ ઓછા અંતરે અંગદાન અને પ્રત્યારોપણ શક્ય બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં થયેલ ૯૪ અંગદાનમાંથી અત્યાર સુધીમાં એક વર્ષમાં ૨૫ હૃદયનું દાન મળ્યું છે.