Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત યુનિવર્સીટી નજીક નિર્માણાધીન બિલ્ડીંગમાં 13મા માળેથી પટકાતા 7શ્રમિકોના મોત , 1 ગંભીર

અમદાવાદમાં આજે એક ગમખ્વાર બનાવ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 જેમાં 7 મજૂરોના મોતની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની ગંભીરતા જોતાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તાત્કાલિક અસરગ્રસ્તો માટે સહાય જાહેર કરી છે. તમામ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં વડાપ્રધાન કાર્યાલયથી તમામ મૃતકોના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરી છે.  એડોર ગ્રુપના વિકાસ શાહ અને આશિષ શાહ બિલ્ડર બંà
ગુજરાત યુનિવર્સીટી નજીક નિર્માણાધીન બિલ્ડીંગમાં 13મા માળેથી પટકાતા 7શ્રમિકોના મોત   1 ગંભીર
અમદાવાદમાં આજે એક ગમખ્વાર બનાવ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-2 જેમાં 7 મજૂરોના મોતની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની ગંભીરતા જોતાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ તાત્કાલિક અસરગ્રસ્તો માટે સહાય જાહેર કરી છે. તમામ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં વડાપ્રધાન કાર્યાલયથી તમામ મૃતકોના પરિજનો માટે સંવેદના વ્યક્ત કરી છે. 
Advertisement

એડોર ગ્રુપના વિકાસ શાહ અને આશિષ શાહ બિલ્ડર બંધુઓ દ્વારા આ બિલ્ડીંગ કન્સ્ટ્ર્ક્શન કરાઇ રહ્યું હતું. આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાંધકામ સાઇટ પર સાઈટની વિગત દર્શાવતા બોર્ડની જગ્યાએ માત્ર કાગળ જ લગાવામાં આવ્યા હતા. પ્લાનની વિગત દર્શાવતા એ ૪ સાઈઝના કાગળ લગાવાયા હતા  પણ આ કાગળ વરસાદમા ફાટી ગયા હતા.પોતાની ભુલ સામે ના આવે માટે બોર્ડની જગ્યાએ કાગળ લગાવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. 

અમદાવાદમાં ગગનચૂંબી ઇમારત બનાવતા બિલ્ડરો શા માટે મજૂરોની સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખતા નથી?
જાણવા મળ્યું છે કે આ બિલ્ડીંગ હાલમાં નિર્માણાધીન હતી અને તેમાં શ્રમિકો દ્વારા કામ ચાલી રહ્યું હતું. અસ્પાયર-2 નામની બિલ્ડીંગના  શ્રમિકો લગભગ 15 માળ જેટલી ઉંચાઇથી બેઝમેન્ટમાં તમામ સાત શ્રમિકો નીચે પટકાયા હતા , આ ગોઝારી ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા હતાં. તથા 1 શ્રમિક ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તમામ મૃતક પંચમહાલના ગોધરાના હોવાની માહિતી સામે આવી છે.
એડોર ગ્રુપના વિકાસ શાહ અને આશિષ શાહ બિલ્ડર બંધુઓ દ્વારા આ બ્લિ્ડીંગનું કન્સ્ટ્ર્ક્શન કરાઇ રહ્યું હતું. અમદાવાદમાં ગગનચૂંબી ઇમારત બનાવતા બિલ્ડરો શા માટે મજૂરોની સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખતા નથી તે બાબતે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.   સાથે જ એસ્પાયર અગેઇન કન્સ્ટ્રક્શન કંપનીના કેટલાક ભાગીદારોના નામ સામે આવ્યાં છે. 
આ દુર્ઘટના માટે તમામ લોકો જવાબદાર હોવાની લોક મુખે ચર્ચા છે 
ભરત ઝવેરી 
જગદીશચંદ્ર કાલીયા
પલ્લવી કંસારા 
રમેશચંદ્ર કાલિયા 
રાહુલ કાલીયા 
કૈલાશચંદ્ર કાલીયા
નિલેશ કાલીયા
આશિષ શાહ 
નીતિન સંઘવી 
ભરત ઝવેરી
પારુલ ઝવેરી
વિપુલ શાહ
ગરીબના મોતની કોઇ કિંમત નથી? 
ફરી એકવાર નિર્માણાધીન બિલ્ડીંગમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા અને સેફ્ટી સામે સવાલો ઉભા થયાં છે. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે, સવારે 9.30 કલાકે આ ઘટના બની હતી, પ્રાથમિક માહિતી મુજબ લિફ્ટનું સેન્ટીંગ કરતી વખતે આ દુર્ધટના સર્જાઇ હતી, જો કે આ ઘટના બાદ  દુર્ઘટના બાદ સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટરો ત્યાંથી પલાયન કરી ગયા હતાં, તેમજ ઘટનામાં ઘાયલ હાજર લોકોની તકેદારી સુદ્ધાં લેવાઇ ન હતી. ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ગરીબના મોતની કોઇ કિંમત નથી, તેમજ સમગ્ર ઘટના સવારે 9.30 વાગ્યે બની હોવા છતાં ફાયર વિભાગ કે રેસ્ક્યુ ટીમને બપોરે 12 વાગ્યા સુધી કોઇ જાણકારી અપાઇ ન હતી, જો કે અમદાવાદ પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તમામ શ્રમિકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

બાંધકામની રજાચિઠ્ઠી
તમામ મૃતકો અંદાજીત 20થી 25 વર્ષના હતા
હાલમાં ઘટનાની જાણ થતા જ હાલ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. તેમણે જણાવ્યું કે આ ઘટના સંબંધિત કોઇ કોલ ફાયર વિભાગને કરાયો ન હતો. સમગ્ર ઘટનામાં જવાબદારોએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો, ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર-2 નામની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું, જેમા સવારે આ દુર્ઘટના બની હતી. 

દયનીય બાબત એ છે કે મૃત્યુ પામનાર તમામ 7 મૃતકો અંદાજીત 20થી 25 વર્ષના હતા. ઘટનાના પ્રત્યદર્શીઓએ જણાવ્યું કે તમામ શ્રમિકો સેન્ટીંગનું કામ કરતા હતા. ત્યારે આ દુર્ધટના સર્જાઇ હતી, કોઇ પણ શ્રમિકે કોઇ સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કશુંજ પહેર્યુ ન હતું. આ બનાવથી ફરી એકવાર અમદાવાદમાં ગગનચૂંબી ઇમારત બનાવતા બિલ્ડરો શા માટે મજૂરોની સેફ્ટીનું પૂરતું ઘ્યાન રાખતા નથી તે બાબતે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.   

મૃત્યુ પામનાર શ્રમિકો
1. સંજયભાઈ બાબુભાઇ નાયક ​​​​​​​​​​​​​
2. જગદીશભાઈ રમેશભાઈ નાયક
3. અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ​​​​​​
4. મુકેશ ભરતભાઈ નાયક ​​​​​​
5. રાજમલ સુરેશભાઇ ખરાડી
6. પંકજભાઇ શંકરભાઇ ખરાડી
7. મુકેશભાઇ

એડોર ગૃપના પ્રોજેક્ટમાં અગાઉ પણ જીવ ગયા હતા
આ ઘટનાની તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે એડોર ગૃપમાં દુર્ઘટનાઓનો જુનો ઇતિહાસ છે છતાં બિલ્ડરોના પેટનું પાણી હલતું નથી.  અડોર ગૃપમાં 2018માં આવી જ દુર્ઘટના સર્જાઇ હતી જેમાં બિલ્ડીંગના પાયામાં દુર્ઘટના બનતાં 3 મજૂરના મોત થયા હતા જ્યારે 6 મજૂરને ઇજા થઇ હતી. આ પ્રોજેક્ટ અમદાવાદના શિવંરજની વિસ્તારમાં ચાલતો હતો. એડોર ગૃપના બિલ્ડરો દ્વારા ભયંકર બેદરકારી દાખવવામાં આવતાં સતત દુર્ઘટનાઓ સર્જાતી રહી છે અને ગરીબ શ્રમીકોએ પોતાના જીવથી હાથ ગુમાવવો પડે છે. 

પોલીસે મામલાની તપાસ શરુ કરી
સમગ્ર મામલે બી ડિવીઝનના એસીપી એલ.બી.ઝાલાએ જણાવ્યું કે યુનિવર્સિટી પોલીસની હદમાં એડોર ગૃપની સાઇટ પર આ ગંભીર અકસ્માત થયો છે જેમાં 13માં માળે લિફ્ટનું સેન્ટીંગ તૂટતાં 6 શ્રમિકો 13માં માળેથી જ્યારે બે શ્રમિકો 5માં માળેથી બેઝમેન્ટમાં પટકાયા હતા જે પૈકી સાતના મોત થયા હતા, જ્યારે 1ની સારવાર ચાલી રહી છે,  ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને ચોક્કસપણે ઘટનામાં સુરક્ષાનો અભાવ જણાય છે. એડોર ગૃપના 4 પાર્ટનર છે જેમાં વિશાલ શાહ સહિત અન્ય 3 બિલ્ડર છે.આ મામલે એફએસએલની પણ મદદ લેવાઇ છે અને બેદરકારી જણાશે તો ચોક્કસપણે ગુનો નોંધવામાં આવશે.  હાલમાં શ્રમઆયોગ દ્વારા સમગ્ર ઘટના મુદ્દે તાત્કાલિક જવાબદારો પાસેથી અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવા જણાવાયું છે.
Tags :
Advertisement

.