બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર 3 તબીબ સહિત 7 ઝડપાયા, જાણો શું છે સમગ્ર મામલો
રાજયમાં દરરોજ લૂંટ,ઠગાઇના કેસો વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો જેમાં સરકારી યોજનાના ત્રણ હજાર રૂપિયા અપાવવાના બહાને બેન્ક એકાઉન્ટ ખોલાવી. બેંકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઇ છે. અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ત્રણ ડોકટર સહિત સાત આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરાઈ છે. જોકે ક્રેડિટ કાર્ડના કરોડોની છેતરપીંડીના ગુનાનો ભેદ à
Advertisement
રાજયમાં દરરોજ લૂંટ,ઠગાઇના કેસો વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો જેમાં સરકારી યોજનાના ત્રણ હજાર રૂપિયા અપાવવાના બહાને બેન્ક એકાઉન્ટ ખોલાવી. બેંકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઇ છે. અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ત્રણ ડોકટર સહિત સાત આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરાઈ છે. જોકે ક્રેડિટ કાર્ડના કરોડોની છેતરપીંડીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
આર્થિક ગુના નિવારણ શાખાએ ત્રણ ડોકટર્સ અને બેન્કિંગ ક્ષેત્રે કામ કરી ચૂકેલા 7 શખ્સોની ધરપકડ કરી છે. જે આરોપીઓમાં નિખિલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતીક પરમાર, જીગર પંચાલ, ચીમન ડાભી અને પાર્થ પટેલની ધરપકડ કરોડો રૂપિયાની છેતરપીંડીના ગુનામાં કરવામાં આવી છે. આરોપી પાસેથી પોલીસે સંખ્યા બંધ ક્રેડિટ કાર્ડ, પીઓએસ મશીન, લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ એક સાથે મળીને ખાનગી બેંક સાથે રૂપિયા એક કરોડ તેર લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઝડપાયેલા સાત આરોપીઓની પૂછપરછ કરતા તેમની અનોખી મોડ્સ ઓપરેન્ડી સામે આવી. જેમાં બેન્ક સાથે ઠગાઈ કરવા આરોપીઓએ બનાવટી કંપની, બનાવટી કર્મચારી ઉભા કરી કર્મચારીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી પગાર જમા કરાવી તે બેન્ક એકાઉન્ટ પરથી ક્રેડિટ કાર્ડ મેળવી અન્ય ત્રણ બનાવટી કંપનીઓ કાગળ ઉપર શરૂ કરી. પી.ઓ.એસ મશીન મેળવ્યા હતા અને આ ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ મશીનના માધ્યમથી રૂપિયા ટ્રાન્સફર કરી બેક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી.આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં બેંક સાથે થયેલી ચિટિંગ કેસમાં કરોડો રૂપિયાનો આંકડો વધી શકે તેવી શકયતા છે.
બેંક સાથે કરેલી કરોડો રૂપિયા ચિટિંગ કેસમાં મુખ્ય આરોપી નિખિલ પટેલ છે.જેણે અગાઉ બેંકમાં નોકરી કરી ચુક્યો છે જેથી બેંક સાથે ચિટિંગ કરવા આખી ટોળકી ઉભી કરી હોવાનું સામે આવ્યું છે. જોકે બેંકોના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શક્યતાઓ સામે આવી.જે દિશામાં આર્થિક ગુના નિવારણ શાખા તપાસ તેજ કરી છે.