Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉંઝા APMCના નકલી લાઈસન્સ ધારકના નામે 600 કરોડની કરચોરી, અરજદાર જ નીકળ્યો આરોપી

અમદાવાદમાં કમિશનની લાલચે કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં ઉંઝા APMCના નકલી લાઇસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.600 કરોડની કરચોરી કરવામાં આવી છે. ઇન્કમટેક્સે કરોડોના ટ્રાન્ઝેક્શન આધારે નોટિસ આપતા આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું. જેમાં ઘાટલોડિયા પોલીસે  6 લોકો સામે ગુનો નોંધી અરજદાર બનેલા જ વ્યક્તિને આરોપી તરીકે ધરપકડ કરી છે.ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુà
ઉંઝા apmcના નકલી લાઈસન્સ ધારકના નામે 600 કરોડની કરચોરી  અરજદાર જ નીકળ્યો  આરોપી
અમદાવાદમાં કમિશનની લાલચે કૌભાંડ કરવામાં આવ્યું છે જેમાં ઉંઝા APMCના નકલી લાઇસન્સ ધારકના નામે ખાતું ખોલાવી રૂ.600 કરોડની કરચોરી કરવામાં આવી છે. ઇન્કમટેક્સે કરોડોના ટ્રાન્ઝેક્શન આધારે નોટિસ આપતા આરોપીઓએ ષડયંત્ર રચ્યું હતું. જેમાં ઘાટલોડિયા પોલીસે  6 લોકો સામે ગુનો નોંધી અરજદાર બનેલા જ વ્યક્તિને આરોપી તરીકે ધરપકડ કરી છે.
ઉંઝા એપીએમસી માર્કેટના નકલી લાઈસન્સ કઢાવી તેના આધારે જુદી જુદી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને રૂ.500 થી 600 કરોડનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડાયું. આ કૌભાંડમાં ખાતેદારોને 1 કરોડના ટ્રાન્જેક્શન ઉપર રૂ.10 હજાર કમિશન આપવામાં આવતું હતું. જો કે ખાતેદારોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો આપતા કરોડોનું આ કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસે ધારક પટેલ, યોગેશ મોદી, ચિન્મય પટેલ, મૌલિક પારેખ, ઋતુલ પટેલ અને ઉદય મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી ધારક પટેલની ધરપકડ કરી જયારે  આરોપી ઋતુલે ધારકને એવી ઓફર આવી હતી કે અમે તારા નામથી ઉંઝા એપીએમસી માર્કેટનું લાઈસન્સ કઢાવીને જીરુ, વરિયાળી તેમજ અન્ય અનાજના ખરીદ-વેચાણનો ધંધો કરવા માંગીએ છીએ.જેના 1 કરોડના ટ્રાન્જેકશનના કમિશન પેટે તમને 10 હજાર મળશે.
આરોપીઓએ કરંટ એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન પણ કર્યા હતા. આરોપીઓએ ધારકના નામનું ઉંઝા એપીએમસી માર્કેટનું ખોટુ લાઈસન્સ કઢાવીને ધારકના નામનું બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જો કે ધારકના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્જેકશન થવા લાગ્યા હોવાથી તેને ઈન્કમટેક્સ વિભાગે નોટિસ આપી હતી. 
આ કૌભાંડમાં બ્લેક મની વ્હાઈટ કરીને ઈન્કમટેક્સની ચોરી કરવામાં આવી છે. જેથી આ અંગે આઈ.ટી અને ઈડી બંને ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે. જેથી આ બંને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પણ કર ચોરીના આ કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અન્ય આરોપીઓ પકડાયા બાદ તેઓનો શું  રોલ હતો તે બાબતે પણ વધુ તપાસ બાદ નવા ખુલાસા સામે આવશે.
Advertisement
Tags :
Advertisement

.