Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનાર 3 રીઢા તસ્કર ઝડપાયા

ઘરફોડ ચોરીના બનાવમાં સંડોવાયેલા ત્રણ તસ્કરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. થોડાક મહિનાઓ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં તસ્કરોએ ઘરનો દરવાજો તોડીને તીજોરી અને ડ્રોઅરમાં મુકેલા સોનાનાં દાગીના અને રોકડ રકમ મળીને કુલ 5 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી.જે બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ હતી..બનાવનાં બે મહિના બાદ અમ
અમદાવાદમાં ઘરફોડ ચોરી કરનાર 3 રીઢા તસ્કર ઝડપાયા
Advertisement
ઘરફોડ ચોરીના બનાવમાં સંડોવાયેલા ત્રણ તસ્કરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. 
થોડાક મહિનાઓ અગાઉ ચાંદખેડા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં તસ્કરોએ ઘરનો દરવાજો તોડીને તીજોરી અને ડ્રોઅરમાં મુકેલા સોનાનાં દાગીના અને રોકડ રકમ મળીને કુલ 5 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી.જે બાબતે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાઈ હતી..બનાવનાં બે મહિના બાદ અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અમદાવાદ શહેરમાં આવ્યા છે. તેનાં આધારે ક્રાઈમબ્રાંચે વોચ ગોઠવીને ગુનામાં સામે ત્રણેય આરોપીઓને અમરાઈવાડી વિસ્તારમાં દબોચી લીધા છે.. જેમાં આમીર હુસેન ઉર્ફે સોહિલ મલીક, તાજુદ્દીન ઉર્ફે  તાજુ અંસારી અને એઝાઝ અન્સારીનો સમાવેશ થાય છે. 
આ ત્રણેય આરોપીઓ પાસેથી  રૂ. 36 લાખ 46 હજાર 728 નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફીયત વર્ણવી છે કે આજથી 2 મહિના અગાઉ તેમનાં બીજા બે સાગરીતો સાથે ચોરી કરવા માટે ઉત્તરપ્રદેશનાં બીજનોરથી અમદાવાદ શહેરમા આવ્યા હતા.. રામોલ અને હાટકેશ્વરમાં ભાડે રૂમ રાખીને આરોપીઓ રોકાયા હતા. 
ચાંદખેડા વિસ્તારમાંથી ચોરી કર્યા બાદ આ ત્રણેય આરોપીઓએ અમદાવાદ શહેરમાંથી એક ગાડી ખરીદી હતી અને તે ગાડી લઈને ઉત્તરપ્રદેશનાં બીજનોર તેમજ દિલ્હી, અજમેર અને મુંબઈ જેવા શહેરોમાં ફર્યા હતા.ઉપરાંત આરોપીઓએ કલોલ પાસે પણ એક મકાનમાંથી ઘરફોડ ચોરી કરી હતી. જેમાં તેઓને વિદેશી ચલણી નોટો પણ મળી આવી હતી. 
પકડાયેલા આરોપીઓની સધન પુછપરછમાં સોહિલ તથા તાજુદ્દીન ભાંગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે આજથી ત્રણ મહિના પહેલા દિલ્હી શહેરમાં પોતાની ફોર વ્હીલર ગાડીમાં પેસેન્જરને બેસાડ્યા હતા અને નજર ચુકવીને રૂપિયા 4 લાખ રોકડાની ચોરી કરી હતી.. 
અમીર સોહેલ મહિક ઉર્ફે સોહિલ સામે મુંબઈ અને દિલ્હીમાં ગુના નોંધાયેલા છે. મુંબઈમાં બેગ લીફ્ટીંગ અને દિલ્હીમાં આર્મસ એકટ હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે તાજુદ્દીન ઉર્ફે તાજુ અન્સારી સામે  ગાડીઓમાં પેસેન્જરને બેસાડી તેમનાં માલસામાનની ચોરીનાં ગુના નોંધાયેલા છે. ડીસા અને મહેસાણા સીટી પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં તે પકડાયેલો છે.
2014માં અમદાવાદ ક્રાઈમબ્રાંચ, સેટેલાઈટ, સુરેન્દ્રનગર, ઉંજા, ડીસા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે તથા  2019માં અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચમાં ડીસા, બગોદરા, મહારાષ્ટ્રનાં ખંડાલા, વારજે પોલીસ સ્ટેશન, શીરવલ પોલીસ સ્ટેશન, રાજગઢ  પોલીસ સ્ટેસન, પુણે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલો છે.
આ ઉપરાંત એઝાઝ અન્સારી 2012માં મેધાણીનગર પોલીસ સ્ટેશનમાં ચોરીનાં કેસમાં પકડાયેલો છે. 2014માં સેટેલાઈટ, ઉંઝા, ડીસા, પાલનપુરમાં 5 જેટલા ગુનામાં પકડાયેલો છે અને  બરોડા જેલમાં પાસાની પણ સજા ભોગવી છે. 
Tags :
Advertisement

Trending News

.

×