Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના થલતેજમાં કારનો કાચ તોડી 20 લાખની લૂંટ, જાણો કઇ રીતે બનાવ બન્યો

અમદાવાદના થલતેજ વિસ્તારમાં જાહેરમાં લૂંટનો બનાવ બન્યો છે.રોડ પર ઉભેલી કારમાંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થયા છે.લૂંટ થતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે.શહેરમાં પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે થલતેજ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો છે. જમીન દલાલી નો વ્યવસાય કરતા કમલેશ દવેની ગાડી માંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થયા હતા.આરોપીઓ બાઈક પર આવ્યા હતા અને એમાંથી
03:35 PM May 05, 2022 IST | Vipul Pandya
અમદાવાદના થલતેજ વિસ્તારમાં જાહેરમાં લૂંટનો બનાવ બન્યો છે.રોડ પર ઉભેલી કારમાંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થયા છે.લૂંટ થતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા છે.

શહેરમાં પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે થલતેજ વિસ્તારમાં લૂંટનો બનાવ બન્યો છે. જમીન દલાલી નો વ્યવસાય કરતા કમલેશ દવેની ગાડી માંથી 20 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારું ફરાર થયા હતા.આરોપીઓ બાઈક પર આવ્યા હતા અને એમાંથી એક આરોપી બાઇક નીચે ઉતરીને તિક્ષ્ણ હથિયાર વડે ગાડીના કાચ પર ઘા મારી કાચ તોડીને બેગ લઈ બાઈક પર બેસી બંને આરોપી ફરાર થયા હતા. 

કમલેશ દવે સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ એક આંગડિયા પેઢીમાંથી 20 લાખ રૂપિયા લઈને થલતેજ નારાયણ કોમ્પલેક્ષમાં નાસ્તો કરવા ઉતર્યા હતા.તે દરમ્યાન બે લોકો બાઈક પર આવ્યા હતા અને દૂર બાઈક ઉભી રાખી ને તેમાંથી એક આરોપી અપંગ હવાનો ઢોંગ કરીને ચાલતો ચાલતો આવ્યો હતો અને કાચ તોડી તેમાંથી 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બાઇક પર બેસીને ફરાર થઈ ગયો હતો.  હાજર લોકોએ બૂમાબૂમ કરતા ફરિયાદી કમલેશ દવે કાર આગળ પહોંચે તે પહેલાં બે મિનિટના સમયગાળામાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. સમગ્ર મામલાને લઈને ફરિયાદી કમલેશ દવેએ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.



Tags :
AhmedabadCrimeGujaratFirstLoontpolicethaltejથલતેજપોલીસલૂંટસોલાહાઇકોર્ટપોલીસ
Next Article