Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અપતટીય સુરક્ષા સમન્વય સમિતિની 135મી બેઠક અમદાવાદમાં મળશે

ભારતના અપતટીય પ્રતિષ્ઠાનોની સુરક્ષા તૈયારીઓ અને પ્રભાવશીલતાની સમિક્ષા માટે અપતટીય સુરક્ષા સમન્વય સમિતિ (OSCC) ની 135મી બેઠક 1લી સપ્ટેમ્બર 2023ના ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક રાકેશ પાલ, PTM, TM ની અધ્યક્ષતામાં અમદાવાદમાં યોજાવાની છે. મહત્વના મુદ્દા પર વિમર્શ બેઠકમાં ભારતીય તટરક્ષક...
12:46 PM Aug 31, 2023 IST | Viral Joshi

ભારતના અપતટીય પ્રતિષ્ઠાનોની સુરક્ષા તૈયારીઓ અને પ્રભાવશીલતાની સમિક્ષા માટે અપતટીય સુરક્ષા સમન્વય સમિતિ (OSCC) ની 135મી બેઠક 1લી સપ્ટેમ્બર 2023ના ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક રાકેશ પાલ, PTM, TM ની અધ્યક્ષતામાં અમદાવાદમાં યોજાવાની છે.

મહત્વના મુદ્દા પર વિમર્શ

બેઠકમાં ભારતીય તટરક્ષક દળ, ભારતીય નૌસેના/HQ ODAG, IAF, ONGC, DGH, IB, DG શિપિંગ, MHA, MEA અને DRDO જેવા વિભિન્ન સંગઠનોના હિતધારક પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠક દરમિયાન અન્વેષણ અને વિકાસની ગતિવિધિઓ માટે EEZ ખોલવા, E&P ક્ષેત્રો માટે ડ્રોન વિરોધી સમાધાન સહિત મહત્વના મુદ્દા પર વિચાર વિમર્શ થાય તેવી શક્યતા છે.

અપતટિય સુરક્ષાની સમિક્ષા અને મુલ્યાંકન માટે સર્વોચ્ચ સંસ્થા

OSCC નું ગઠન વર્ષ 1978માં અપતટીય સુરક્ષા વ્યવસ્થાના સુચારૂ અને પ્રભાવી કામકાજને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો હતો. OSCC ભારતમાં અપતટિય સુરક્ષાની સમિક્ષા અને મુલ્યાંકન માટે સર્વોચ્ચ સંસ્થા છે. સમિતિમાં અપતટિય સંપત્તિઓની સુરક્ષા સંબંધિત મુદ્દાની તપાસ કરવા માટે ભારતીય તટરક્ષક દળ, ભારતીય નૌસેના, IB, MEA પોલીસ અને ONGCના સભ્યો સામેલ છે.

આ પણ વાંચો : INDIAN NAVY : દુશ્મનોના દાંત ખાટા કરવા 1લી તારીખે આવી રહ્યું છે INS મહેન્દ્રગિરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Next Article