Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લેબોરેટરી શરૂ કરાવાના નામે 12 લાખની ઠગાઈ, ડૉક્ટર સહિત 3 સામે ફરિયાદ

રૂ.12 લાખની ઠગાઈઅમદાવાદનાં નિકોલમાં હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરવાના નામે એક યુવક સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. નિકોલમાં રહેતા અને ખાનગી પેથોલોજી લેબોરેટરી ધરાવતા વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં નિકોલની જાણીતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં સ્ટાફ અને તબીબ દ્વારા નવી ખોલવામાંં આવેલી હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરવા માટે રૂ.15 લાખની માગ કરી 12 લાખનો
લેબોરેટરી શરૂ કરાવાના નામે 12 લાખની ઠગાઈ  ડૉક્ટર સહિત 3 સામે ફરિયાદ
રૂ.12 લાખની ઠગાઈ
અમદાવાદનાં નિકોલમાં હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરવાના નામે એક યુવક સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. નિકોલમાં રહેતા અને ખાનગી પેથોલોજી લેબોરેટરી ધરાવતા વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં નિકોલની જાણીતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં સ્ટાફ અને તબીબ દ્વારા નવી ખોલવામાંં આવેલી હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ કરવા માટે રૂ.15 લાખની માગ કરી 12 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. લેબોરેટરી શરૂ ન કરાવી અને પૈસા પરત ન આપી છેતરપીંડી આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
3 આરોપ સામે નોંધાઈ ફરિયાદ
અમદાવાદના નરોડા વિસ્તારમાં ખાનગી પેથોલોજી લેબોરેટરી ધરાવનાર જીગ્નેશ મણીયાર એક વર્ષ પહેલા નિકોલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગયા હતા. તે સમયે હોસ્પિટલમાં નરેશ વાવડીયા નામનાં વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી.  જે બાદ વર્ષ 2021માં નરેશ વાવડીયાએ ફરિયાદીને ફોન કરીને તેમને નવી હોસ્પિટલ ખોલવાની હોવાથી લેબોરેટરીનો કોન્ટ્રાક્ટ આપવાનો છે તેમ જણાવી કોન્ટ્રાક્ટ લેવો હોય તો 15 લાખ રૂપિયામાં સોદો નક્કી કરવાનું કહ્યું હતું. થોડા સમય બાદ ફરિયાદીએ 15 લાખમાં લેબોરેટરીનો કોન્ટ્રાક્ટ લેવાનું નક્કી કરીને જીગ્નેશ મણીયારે હોસ્પિટલનાં ડૉક્ટર કોણ છે તેમ પુછતા તેણે ભાવિક કાનપરિયા અને ઘનશ્યામ ગેડિયાનો સંપર્ક કરાવ્યો હતો. આરોપીઓએ નિકોલમાં ખોડિયાર મંદિર પાસે નવી હોસ્પિટલ ખોલવાની છે જેમાં લેબના કોન્ટ્રાક્ટ પેટે ટુકડે ટુકડે 12 લાખ રૂપિયા ફરિયાદી પાસે પડાવ્યા હતા.
થોડા સમય બાદ ફરિયાદીએ આરોપીઓ પાસે હોસ્પિટલ ક્યારે શરૂ થશે તે અંગે પુછતા કોઈ જવાબ મળ્યો ન હતો, જેથી તેમણે આપેલા 12 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. જોકે આરોપીઓએ અવારનવાર વાયદાઓ કરી અંતે પૈસા પરત કર્યા ન હતા. અને હોસ્પિટલમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.