Ahmedabad: ચાંદખેડામાં ધૂળેટીના દિવસે લિફ્ટમાં ફસાઈ 10 મહિલાઓ, ફાઈર વિભાગે કર્યું રેસ્કયૂ
- 9 મહિલા સહિત 10 લોકો ફસાયા હતા લિફ્ટમાં
- બીજા માળે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ હતી
- ફાયર વિભાગે લિફ્ટની સામેની દિવાલ તોડી તમામને બચાવ્યા
- ફસાયેલા તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા
Ahmedabad: અમદાવાદના (Ahmedabad)ચાંદખેડા (ChandkhedaAccident)વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 10 મહિલાઓની રંગોના ઉત્સવની મજા ફેરવાઈ ગભરાવટમાં, ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને દિવાલ તોડીને મહિલાઓને સુરક્ષિત બહાર કઢવામાં આવી હતી.
લિફ્ટમાં 10 મહિલાઓ ફસાઈ
મળતી માહિતી મુજબ.અમદાવાદ(Ahmedabad)ના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કે.બી.રોયલ સેરેનેટી નામની 13 માળની ઇમારતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. બિલ્ડીંગની લિફ્ટ(LiftRescue)માં 10 મહિલાઓ ફસાઈ ગઈ હતી. આ ઘટનાથી મહિલાઓ ભયભીત થઈ ગઈ હતી.લિફ્ટ અચાનક બંધ થતાં મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો.
Ahmedabad ના ચાંદખેડામાં કેબી રોયલમાં 10 લોકો ફસાયા લિફ્ટમાં | Gujarat First
9 મહિલા સહિત 10 લોકો ફસાયા હતા લિફ્ટમાં
બીજા માળે અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ હતી
ફાયર વિભાગે લિફ્ટની સામેની દિવાલ તોડી તમામને બચાવ્યા
ફસાયેલા તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા@AhmedabadPolice… pic.twitter.com/420oZ0AtU8— Gujarat First (@GujaratFirst) March 14, 2025
આ પણ વાંચો -Gujarat :ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3485 કેસ નોંધાયા
ફાયર બ્રિગેડના જવાનોએ દીવાલ તોડી
બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લિફ્ટને ખોલવાનો પ્રયાસ નિષ્ફળ જતાં ફાયર બ્રિગેડના જવાનોએ દીવાલ તોડીને મહિલાઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો -Gandhinagar Holi:ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ધુળેટીના રંગે રંગાયા
લોકોએ રાહતનો શ્વાસ લીધો
ફાયર બ્રિગેડના જવાનોએ કુશળતાપૂર્વક દીવાલમાં મોટું બાકોરું પાડ્યું હતું. એક પછી એક એમ તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ બિલ્ડિંગના રહેવાસીઓમાં લિફ્ટની સલામતી અંગે ચિંતા ફેલાઈ હતી. બિલ્ડિંગના મેનેજમેન્ટે લિફ્ટની નિયમિત જાળવણી અને સલામતીની ખાતરી આપવા માટે પગલાં લેવાની ખાતરી આપી હતી.