Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવુડમાં વેલેન્ટાઇન વીક: આ સેલેબ્સ માટે પહેલો વેલેન્ટાઇન ડે બનશે ખાસ

સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બોલિવુડ પણ વેલેન્ટાઇન સિઝનને વધુ રોમેન્ટિક બનાવવામાં પાછળ રહ્યું નથી.આ વર્ષે સૌથી હોટ કપલમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ ચર્ચામાં છે. કેટરિના કૈફથી મોની રોય સુધીના ન્યુ કપલ માટે લગ્ન બાદનો પહેલો વેલેન્ટાઇન ડે ખાસ રહેશે. 14 ફેબ્રુઆરીએ દુનિયાભરના કપલ માટે આ દિવસ ખાસ હોય છે.જ્યારે આખું વિશ્વ પ્રેમની સુંગંધથી રંગાયેલું હોય
બોલિવુડમાં વેલેન્ટાઇન વીક  આ સેલેબ્સ માટે પહેલો વેલેન્ટાઇન ડે બનશે ખાસ
સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બોલિવુડ પણ વેલેન્ટાઇન સિઝનને વધુ રોમેન્ટિક બનાવવામાં પાછળ રહ્યું નથી.આ વર્ષે સૌથી હોટ કપલમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ ચર્ચામાં છે. કેટરિના કૈફથી મોની રોય સુધીના ન્યુ કપલ માટે લગ્ન બાદનો પહેલો વેલેન્ટાઇન ડે ખાસ રહેશે. 14 ફેબ્રુઆરીએ દુનિયાભરના કપલ માટે આ દિવસ ખાસ હોય છે.જ્યારે આખું વિશ્વ પ્રેમની સુંગંધથી રંગાયેલું હોય ત્યારે બોલિવુડ ક્યાંથી બાકાત રહી શકે. 
જે કપલ્સનો પહેલો વેલેન્ટાઈન ડે હોય તેમના પ્રેમ અને રોમાંસનું લેવલ કંઇક અલગ જ હોય છે. મનોરંજન જગતમાં પણ ઘણાં એવા સેલેબ્સ છે, જે આ વર્ષે લગ્ન પછી પોતાનો આ ખાસ દિવસ ઉજવશે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફથી લઈને ટીવીની ખૂબસૂરત અદાકારા મૌની રોય સુધીની અભિનેત્રીઓ માટે લગ્ન પછી તેમનો પહેલો વેલેન્ટાઈન ડે છે. 
 
  
કેટરીના કૈફ અને વિકી કૌશલ


બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓ કેટરિના કૈફ અને વિકી કૌશલ છે. આ કપલે  9મી ડિસેમ્બર 2021ના રોજ સાત ફેરાં લઈને એકબીજા સાથે જોડાઇ ગયાં હતાં. લગ્નબાદ બી ટાઉનના આ લવિંગ કપ્લસનો આ પહેલો વેલેન્ટાઇન હશે. 
રાજકુમાર રાવ અને પત્રલેખા


બી ટાઉનના રોમેન્ટિક કપલ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન નવેમ્બર 2021માં થયા હતાં. જોકે, લગ્ન પહેલા બંને ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યાં હતાં. હંમેશા બંને પોતાની સિઝલિંગ કેમેસ્ટ્રીથી ચાહકોને કપલ ગોલ આપે છે. આ વર્ષે રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્ન પછી તેમનો પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવશે.
અંકિતા લોખંડે અને વિકી જૈન

અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બર 2021ના રોજ તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા. બંનેના લગ્નની વિધિ ઘણા દિવસો સુધી ચાલી હતી. રોમેન્ટિક કપલ અંકિતા અને વિકી પણ તેમના રોમાન્સ પછી તેમના પ્રથમ વેલેન્ટાઈન ડેને ખાસ બનાવવા જઈ રહ્યા છે.
મૌની રોય અને સૂરજ નામ્બિયાર

મૌની રોય અને સૂરજ નામ્બિયારે જાન્યુઆરી 2022માં ગોવામાં ડ્રીમ વેડિંગ યોજ્યું હતું. બંનેના લગ્નની તેમજ હનીમૂન તસવીરોએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી છે. મૌની અને સૂરજ તેમના લગ્ન બાદથી જ એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો શેર કરીને ચાહકોના દિલનમાં ધડકતા રહ્યા છે. આ વેલેન્ટાઇન ડે મૌની અને સૂરજ માટે ખૂબ જ ખાસ છે 
Advertisement
Tags :
Advertisement

.