Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ શહેરમાં બોમ્બ મુકયાની ધમકી આપનારો ઝડપાયો

પાગલ પ્રેમીના કારનામા શહેરમાં બોમ્બ મુકયાની ધમકી આપનારો ઝડપાયો...આશિષ કુમાર ઉર્ફે સોનુની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...મૂળ ઉત્તર પ્રદેશના બલિયાનો વતની અને હાલ બારેજા રહેતો હતો આરોપીઅમદાવાદ (Ahmedabad) શહેર પોલીસને એક મળેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરીના દિવસે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. સાથે જ પત્રમાં એક શખ્સનું નામ તથા મોબાઈલ નંબર પણ લખ્યો હતો.Â
અમદાવાદ શહેરમાં બોમ્બ મુકયાની ધમકી આપનારો ઝડપાયો
  • પાગલ પ્રેમીના કારનામા 
  • શહેરમાં બોમ્બ મુકયાની ધમકી આપનારો ઝડપાયો...
  • આશિષ કુમાર ઉર્ફે સોનુની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...
  • મૂળ ઉત્તર પ્રદેશના બલિયાનો વતની અને હાલ બારેજા રહેતો હતો આરોપી
અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસને એક મળેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરીના દિવસે શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. સાથે જ પત્રમાં એક શખ્સનું નામ તથા મોબાઈલ નંબર પણ લખ્યો હતો.  પત્રની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ને તાત્કાલિક સોંપી દેવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બારેજા પાસેથી આશિષકુમાર ઉર્ફે સોનુ સંતોષકુમાર દુશાધ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી એક મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને એ મહિલાના દિયરને સમગ્ર બાબતની જાણ થઈ જતા આરોપીને ઠપકો આપ્યો હતો જેની અદાવત રાખીને આરોપી આશિષ કુમારે આ સમગ્ર ષડ્યંત્ર રચ્યું હતું...
શહેર પોલીસને એક પત્ર મળ્યો 
તાજેતરમાં જ અમદાવાદ શહેર પોલીસને એક પત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે 26 જાન્યુઆરી કો અહમદાબાદ મે તબાહી હોગી અગર બચા સકતે હો તો બચા લો અહમદબાદ કે રેલવે સ્ટેશન,લાલ દરવાજા, ગીતા મંદિર, લાભા મંદિર મેં બૉમ્બ ફટેગા 

26 janના રોજ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી
આ પ્રકારના શબ્દો વાળો અમદાવાદ શહેર મળ્યો હતો જેમાં તપાસ કરતા સામે આવ્યું છે કે લેટરમાં જે વ્યક્તિનો નંબર છે તે ઉત્તર પ્રદેશના બલિયા વિસ્તારમાં રહે છે...ઘટનાની વિગત વાર વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો અને જેમાં 26 jan ના રોજ અમદાવાદ માં અલગ અલગ જગ્યા બોમ્બ બ્લાસ્ટ ની ધમકી આપવામાં આવો હતી..મહત્વ નું છે કે પત્ર માં ઓમપ્રકાશ નામ સાથે એક મોબાઇલ નંબર પણ લખવા માં આવેલ..ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ઇસનપુર ગઈ અને ખ્યાલ આવ્યો કે ઓમપ્રકાશ 22 jan ના રોજ 10 દિવસ માટે વતન ગયો છે..પોલીસે તપાસ કરતા કરતા મૂળ આરોપી આશિષ સુધી આવી ગઈ હતી અને તેને પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઓમપ્રકાશની ભાભી ને છેલ્લા 1 વર્ષ થી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇ ઓમપ્રકાશ સાથે તેનો ઝગડો થયેલ. 20 jan ના રોજ બલિયા થી અમદાવાદ આવી ને રેલ્વે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપેલ..
આરોપી આશિષ જ્યારે તે બલિયા માં એક પેથોલોજી માં કામ કરતો હતો ત્યારે ઓમપ્રકાશ ની પથરીની સારવાર માટે તે પોતાની ભાભી ને લઈ ને ગયો હતો ત્યાં આરોપી સાથે મુલાકાત થઈ હતી અને નંબરની આપ લે થઈ હતી..હાલ આરોપી ની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.