Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવાના કેસમાં એજન્ટ ઝડપાયો

ગેરકાયદેસર અમેરિકા (America)ની બોર્ડર ક્રોસ કરતા ડીંગુચાના પરિવારના મૃત્યુ કેસમાં વધુ એક એજન્ટ (Agent)ની ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ધરપકડ કરી છે..પરંતુ પકડાયેલ ત્રણે એજન્ટોની પૂછપરછ ઘટસ્ફોટ થયો છે કે તેમણે ડીગુંચાના પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલ્યા નથી ત્યારે બીજી બાજુ 7 સ્ટુડન્ટ પૈકી 5 સ્ટુડન્ટને ગેરકાયદે અમેરિકા આ ત્રણ એજન્ટો મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે એજન્ટો છેલ્લા à
04:51 AM Jan 18, 2023 IST | Vipul Pandya
ગેરકાયદેસર અમેરિકા (America)ની બોર્ડર ક્રોસ કરતા ડીંગુચાના પરિવારના મૃત્યુ કેસમાં વધુ એક એજન્ટ (Agent)ની ક્રાઇમ બ્રાંચે (Crime Branch) ધરપકડ કરી છે..પરંતુ પકડાયેલ ત્રણે એજન્ટોની પૂછપરછ ઘટસ્ફોટ થયો છે કે તેમણે ડીગુંચાના પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલ્યા નથી ત્યારે બીજી બાજુ 7 સ્ટુડન્ટ પૈકી 5 સ્ટુડન્ટને ગેરકાયદે અમેરિકા આ ત્રણ એજન્ટો મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે એજન્ટો છેલ્લા દસ વર્ષથી કબુતરબાજી કરતા હોવાનું સામે આવ્યું છે.
દશરથ ચૌધરીની કબૂતરબાજીના કેસમાં ધરપકડ 
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા દશરથ ચૌધરીની કબૂતરબાજીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.દશરથ ચૌધરી ગાંધીનગરનો રહેવાસી છે અને ગેરકાયદે વિદેશ મોકલવા સબ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે.આરોપી દશરથએ ક્લોલના રહેવાસી પ્રિયંકા અને પ્રિન્સ નામના બે સ્ટુડન્ટને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હતા.જે બન્ને સ્ટુડન્ટને આરોપી દશરથએ અગાઉ પકડાયેલ યોગેશ પટેલ મારફતે ગેરકાયદે અમેરિકા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે.જોકે અત્યાર સુધી પકડાયેલ 3 એજન્ટો ભેગા મળી 5 જેટલા લોકો ગેરકાયદે અમેરિકા મોકલ્યા હતા પણ એજન્ટોની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે ત્રણેય એજન્ટમાંથી કોઈએ પણ ડીગુંચાના પરિવારને ગેરકાયદે અમેરિકા મોકલ્યા નથી જેને લઈ મૃતક જગદીશ પટેલના પિતરાઈ ભાઈ મહેન્દ્ર પટેલની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાંચ બોલાવી તપાસ શરૂ કરી છે.
એજન્ટને 5 લાખ મળતા
પકડાયેલ ત્રણેય એજન્ટોની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એક વ્યક્તિને ગેરકાયદે એમરીકા મોકલવામાં આવે તો તેમને 5 લાખ રૂપિયા મળતા હતા.જેમાંથી 7 સ્ટુડન્ટ પૈકી યોગેશ પટેલ અને દશરથ ચૌધરી 3 સ્ટુડન્ટને મોકલ્યા અને ભાવેશ પટેલએ બે સ્ટુડન્ટ મોકલ્યા હતા.પરંતુ હજી બે જેટલા સ્ટુડન્ટ કોના મારફતે ગેરકાયદે એમરીકા બોર્ડર પહોંચ્યા જેને લઈ તપાસ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ તપાસમાં ડીગુંચા પરિવાર પોતાના મારફતે કેનેડા ગયા અને ત્યાં ફેનીલ તથા બીટુ પાજી સંપર્ક કરીને ગેરકાયદે બોર્ડર પ્રવેશ કર્યો હોવાની આંશકા છે. નોંધનીય છે કે ડીગુંચા પરિવારમાં પતિ-પત્ની અને બે બાળકો સાથે 7 જેટલા સ્ટુડન્ટ સહિત 11 લોકો ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરીને એમરીકા જઈ રહ્યા હતા.જેમાં ડીન્ગુંચાના એક જ પરિવારના ચાર સભ્યો 19 જાન્યુઆરી 2022 ના રોજ અમેરિકા બોર્ડર ક્રોસ કરતાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થકી કબુતર બાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ બાદ ગુનો નોંધી ભેદ ઉકેલ્યો.
ભાવેશ પટેલ અને યોગેશ પટેલ માસ્ટર માઇન્ડ 
હાલ પકડાયેલ કલોલનો આરોપી ભાવેશ પટેલ અને અમદાવાદના યોગેશ પટેલ કબૂતર બાજી ના માસ્ટરમાઈન્ડ છે. આ બંને એજન્ટો કલોલ અને મહેસાણાના 7 લોકોને અલગ અલગ દેશો ફેરવી કેનેડા મોકલ્યા..અને ત્યાંથી ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરાવવાના હતા.બન્ને એજન્ટો 7 દિવસના રિમાન્ડ પર છે ત્યારે ત્રણેય એજન્ટો ભેગા મળી અનેક લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા હોવાની આંશકા છે. ત્યારે કેનેડાના વોન્ટેડ એજન્ટ ફેનીલ તથા બીટુ પાજી દ્વારા 11 લોકો કેનેડાની વીનીવેંગ બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા પ્રવેશ અપવાના હતા.
આ પણ વાંચો--બે પાળીમાં ત્રણ ઓરડામાં એક થી આઠ ધોરણનું ચાલે છે શિક્ષણ, આમ તે કેવી રીતે ભણશે ગુજરાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AgentAmericaArrestCrimeBranchGujaratFirst
Next Article