Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં ગાહેડના ઉપક્રમે 17મો પ્રોર્પટી શો યોજાશે

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મકાનોની વધી રહેલી માંગના સંદર્ભમાં ખરીદદારોને તમામ માહિતી એક જ સ્થળેથી મળી રહે તે માટે ગાહેડના ઉપક્રમે અમદાવાદમાં ગાહેડ પ્રોર્પટી શો (Property Show) યોજાશે. 6,7 અને 8 જાન્યુઆરીના યોજાનારા આ પ્રોર્પટી શોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાશે. 17મો પ્રોર્પટી શોવિકાસના પગલે અમદાવાદ સહિતના શહેરોમાં મકાનોની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને મેટ્રો સિટી ગણાતુ અ
અમદાવાદમાં ગાહેડના ઉપક્રમે 17મો પ્રોર્પટી શો યોજાશે
અમદાવાદ (Ahmedabad) શહેરમાં મકાનોની વધી રહેલી માંગના સંદર્ભમાં ખરીદદારોને તમામ માહિતી એક જ સ્થળેથી મળી રહે તે માટે ગાહેડના ઉપક્રમે અમદાવાદમાં ગાહેડ પ્રોર્પટી શો (Property Show) યોજાશે. 6,7 અને 8 જાન્યુઆરીના યોજાનારા આ પ્રોર્પટી શોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરાશે. 
17મો પ્રોર્પટી શો
વિકાસના પગલે અમદાવાદ સહિતના શહેરોમાં મકાનોની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને મેટ્રો સિટી ગણાતુ અમદાવાદ હવે ઝડપભેર વિકસી રહ્યુ છે અને સાથે સાથે જ ગાંધીનગર-અમદાવાદ ટવીન સિટી તર્જ પર પણ બંને શહેરોનો વિકાસ થઈ રહ્યો છે. આ વિકાસના પગલે અમદાવાદમાં બહારથી આવીને વસવાટ કરનારા લોકોની સંખ્યા વધી રહી હોવાથી અમદાવાદમાં મકાનોની માંગ વધી છે. જેને ધ્યાને લઈ અમદાવાદમાં મકાન ખરીદનારાઓ માટે તમામ પ્રકારની માહિતી એક જ જગ્યાએથી મળી રહે તે માટે ક્રેડાઈ અમદાવાદ અને ગાહેડના ઉપક્રમે 17મો પ્રોર્પટી શો અમદાવાદમાં યોજાશે. 
થલતેજમાં ગણેશ ગ્રાઉન્ડ ખાતે પ્રોર્પટી શો
થલતેજમાં ગણેશ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ પ્રોર્પટી શોમાં 65 સ્ટોલ્સ મુકાશે અને 250થી વધુ પ્રોર્પટી અંગે માહિતી મળશે. આ શો અંગે માહિતી આપતા ગાહેડના પ્રમુખ તેજસ જાેષીએ જણાવ્યુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શોનું ઉદઘાટન કરાશે જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી જગદીશ પંચાલ હાજરી આપશે. ખાસ કરીને નોન રેસીડેન્ટ ગુજરાતીઓ જે બીએપીએસ સહિતની ઈવેન્ટમાં ભાગ લેવા ગુજરાત આવ્યા છે તે તમામ એનઆરજીને પણ ખાસ આમંત્રણ આ પ્રોર્પટી શો માટે આપવામાં આવ્યુ છે. એનઆરજી પણ હવે બહોળી સંખ્યામાં ગુજરાતમાં રોકાણ કરવા અંગે રસ દાખવી રહ્યા છે ત્યારે આ પ્રોર્પટી શોની તેઓ પણ મુલાકાત લે તેવી અપેક્ષા છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.