Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ યોગ સત્રમાં હિસ્સો લઇને U20 સંમેલનનો આરંભ કર્યો

ભારતે ડિસેમ્બર 2022થી ડિસેમ્બર 2023 સુધી જી20 (G-20)ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે, જે હેઠળ ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંની ત્રીજી બેઠક એટલે કે છઠ્ઠી U20 સમિટનું આયોજન અમદાવાદ (Ahmedabad)માં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી રહ્યું છે. U20 સંમેલનનો ઉદ્દેશ વિશ્વ દ્વારા સામનો કરવામાં આવતી અનેક શહેરી સમસ્યાઓને સુનિશ્ચિત કરવાનો છે. અમદાવાદના ગોટીલા ગાર્ડનમાં યોજાયો કાર્યક્રમU20 માં હિસ્સો લેવા માટે અમદà
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ યોગ સત્રમાં હિસ્સો લઇને u20 સંમેલનનો આરંભ કર્યો
ભારતે ડિસેમ્બર 2022થી ડિસેમ્બર 2023 સુધી જી20 (G-20)ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે, જે હેઠળ ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંની ત્રીજી બેઠક એટલે કે છઠ્ઠી U20 સમિટનું આયોજન અમદાવાદ (Ahmedabad)માં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી રહ્યું છે. U20 સંમેલનનો ઉદ્દેશ વિશ્વ દ્વારા સામનો કરવામાં આવતી અનેક શહેરી સમસ્યાઓને સુનિશ્ચિત કરવાનો છે. 
અમદાવાદના ગોટીલા ગાર્ડનમાં યોજાયો કાર્યક્રમ
U20 માં હિસ્સો લેવા માટે અમદાવાદ પધારેલા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ તેમના માટે આયોજિત કરવામાં આવેલા યોગ સત્રમાં હિસ્સો લીધો. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 6.30 કલાકે વિવિધ દેશો અને શહેરોના પ્રતિનિધિઓને યોગ સત્ર માટે અમદાવાદના ગોટીલા ગાર્ડન લઇ જવામાં આવ્યા હતા. ક્રિશ્ના કુમારી જાડેજા અને રેખા જૈન આ સત્ર માટેના યોગ ટ્રેનર હતા. સત્રની શરૂઆતમાં પ્રતિનિધિઓને યોગની પ્રાચીન માન્યતાઓ તથા તેના મૂળ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. 
યોગ શારીરિક માનસિક રીતે સ્વસ્થ કરે છે
યોગ ન માત્ર આપણને શારીરિક રીતે તંદુરસ્ત બનાવે છે, પરંતુ તે આપણને માનસિક રીતે પણ સાજા કરે છે અને આપણને અંતિમ ઊર્જા સાથે જોડે છે. માનનીય વડાપ્રધાનશ્રીએ દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી અને યોગ દિવસની ઉજવણીના પ્રણેતા બન્યા, ત્યારથી વિશ્વએ યોગના મહત્વને ઓળખ્યું છે. 
યોગ શાંતિ લાવે છે અને આપણા આત્માને શાંત કરે છે
U20 સમિટની એક સુંદર શરૂઆત થઇ જ્યારે પ્રતિનિધિઓએ તેમના મનને તાજું કરવા માટે અને શારીરિક રીતે હળવા થવા માટે યોગનો અભ્યાસ કર્યો. તેઓએ મંડૂકાસન, વજ્રાસન, અર્ધ-ચક્રાસન, અર્ધ ઉસ્ત્રાસન, પૂર્ણ ઉસ્ત્રાસન અને સસ્કાસનનો અભ્યાસ કર્યો. એવું માનવામાં આવે છે કે યોગ શાંતિ લાવે છે અને આપણા આત્માને શાંત કરે છે. ભારત એક એવો દેશ છે, જે તેની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે ઉંડાણથી જોડાયેલો છે. 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન U20 સમિટનું સંચાલન કરી રહ્યું છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન U20 સમિટનું સંચાલન કરી રહ્યું છે, અને આ સમિટ હેઠળ તમામ કાર્યક્રમનું આયોજન કર્યું છે. AMCએ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવતી તમામ સુવિધાઓની કાળજી લીધી છે. આ સમિટ અમદાવાદ શહેર તેમજ ભારત માટે વિશ્વ નેતા બનવાની તક પૂરી પાડશે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.