Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું ઉદઘાટન

શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) અંતર્ગત અમદાવાદ (Ahmedabad)ચાંદખેડાના પાર્શ્વનાથ કડીયાનાકા ખાતે ખાસ  કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ‌, કૌશલ્ય વિકાસ,રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષા મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉપસ્થિત રહીને ઉદ્ઘાટન કર્યું હતું. હજારો શ્રમિકોને લાભ મળે તેને લઈને આજે ચાંદખેડા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું તથા મંત્રીઓ દà«
04:14 AM Dec 29, 2022 IST | Vipul Pandya
શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana) અંતર્ગત અમદાવાદ (Ahmedabad)ચાંદખેડાના પાર્શ્વનાથ કડીયાનાકા ખાતે ખાસ  કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ‌, કૌશલ્ય વિકાસ,રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્યકક્ષા મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ઉપસ્થિત રહીને ઉદ્ઘાટન કર્યું હતું. હજારો શ્રમિકોને લાભ મળે તેને લઈને આજે ચાંદખેડા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું તથા મંત્રીઓ દ્વારા શ્રમિકોને જાતે ભોજન પીરસવામાં આવ્યું. બન્ને મંત્રીઓએ જાતે ભોજન જમીને ગુણવત્તા ચકાસી હતી. આજે 29 જગ્યાઓ નવી શરૂ કરવામાં આવી છે.
1.16 કરોડ લોકોને ભોજન વિતરણ 
ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા તા ૦૮/૧૦/૨૦૨૨ થી આજ દિન સુધી ૧.૮૩ લાખ કરતા વધારે શ્રમિકો દ્વારા શ્રમિક અન્નપુર્ણા રોજના અંતર્ગત ભોજન આપવામાં આવ્યું  છે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ૨૦૧૭ થી અત્યાર સુધી કુલ – 1.16 કરોડ જેટલા ભોજન વિતરણ થયું છે.

૨૯ કડીયાનાકા પર માસિક ૭૫ હજાર જેટલા ભોજન વિતરણ થશે.
આજે  અમદાવાદના ૨૮ કડીયાનાકા પર અને ગાંધીનગરના ૧ કડીયાનાકા પર શ્રમિક અન્નપુર્ણા યોજના કાર્યરત કરાઇ છે. વધુમાં બાંધકામ સાઈટ પર પ૦ થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને બાંધકામ સાઈટ પર જ ડિલિવરી મળી રહે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે. સદર ૨૯ કડીયાનાકા પર માસિક ૭૫ હજાર જેટલા ભોજન વિતરણ થશે.
શ્રમિકને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલ શ્રમિકોને શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ અપાય છે. શ્રમિક અન્નપુર્ણા યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઇ, શ્રમિક અન્નપુર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જવાનું થાય છે. કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ. ૫ /- માં ટોકન આપવામાં આવે છે. ત્યાં શ્રમિકને પોતાના ટીફીનમાં અથવા જમવા માટે ભોજન આપવામાં આવે છે. બાંધકામ શ્રમિકને એક ઈ-નિર્માણ કાર્ડ મારફત પોતાના પુરા પરિવાર માટે એક સમયનું ભોજન મળવા પાત્ર છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમીકની હંગામી નોંધણી થાય છે અને ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકે છે. 
કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન
ઈ-નિર્માણ કાર્ડ ઈશ્યુ થયેથી તે કાર્ડના આધારે શ્રમિક ભોજન મેળવી શકે છે. સદર યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. સદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે. આ પોર્ટલ સી.એમ. ડેશબોર્ડ અને જન સંવાદ સાથે ઇંટગ્રેશન કરવામાં આવેલ છે. આમ, તા.: ૨૯/૧૨/૨૦૨૨ થી અમદાવાદ અને ગાંધીનગરના કુલ ૫૧ કડીયાનાકા પર બાંધકામ શ્રમિકોને ભોજન અપાય છે. આ સાથે તા.: ૧૬/૦૧/૨૦૨૩ થી રાજ્યના વિવિધ મહાનગરોમાં શ્રમિક અન્નપુર્ણા યોજના કાર્યરત કરવાનું આયોજન છે.
આ પણ વાંચો--AMC દ્વારા ટેસ્ટીંગ પણ વધારવામાં આવશે, દરરોજ સરેરાશ આટલા કોરોના ટેસ્ટ થાય છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadGujaratFirstShramikAnnapurnaYojana
Next Article