Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IIM-A વર્ષ 2022ના પ્લેસમેન્ટમાં વિદેશી કંપનીઓની સૌથી વધુ ઓફર

અમદાવાદની પ્રતિષ્ઠિત એજ્યુકેશન સંસ્થા  ઈન્ડિયન ઈન્સટિટયુટ ઓફ મેનેજમેન્ટએ પીજીપી 2022ની બેચ માટેની પ્લેસમેન્ટ પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ કરી દેવાઇ છે. આ કેમ્પસ પ્લેસમેન્ટ ત્રણ તબક્કામાં યોજાયું હતું. પ્લેસમેન્ટના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓને 50 ટકા જેટલી વિદેશી કંપનીઓ દ્વારા જોબ ઓફર કરવામાં આવી છે. આ પ્લેસમેન્ટમાં ફિન ટેક કંપનીએ મહત્તમ સંખ્યામાં જોબ ઓફર કરી છે. પ્લેસમેન્ટ રàª
iim a વર્ષ 2022ના પ્લેસમેન્ટમાં વિદેશી કંપનીઓની સૌથી વધુ ઓફર
અમદાવાદની પ્રતિષ્ઠિત એજ્યુકેશન સંસ્થા  ઈન્ડિયન ઈન્સટિટયુટ ઓફ મેનેજમેન્ટએ પીજીપી 2022ની બેચ માટેની પ્લેસમેન્ટ પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ કરી દેવાઇ છે. આ કેમ્પસ પ્લેસમેન્ટ ત્રણ તબક્કામાં યોજાયું હતું. પ્લેસમેન્ટના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓને 50 ટકા જેટલી વિદેશી કંપનીઓ દ્વારા જોબ ઓફર કરવામાં આવી છે. આ પ્લેસમેન્ટમાં ફિન ટેક કંપનીએ મહત્તમ સંખ્યામાં જોબ ઓફર કરી છે. પ્લેસમેન્ટ રિપોર્ટ અનુસાર અનડોસ ટ્રેસ કંપની દ્વારા સૌથી વધારે વિદ્યાર્થીઓની ભરતી કરાઇ છે.
ફૂડ એન્ડ એગ્રોબિઝનેસ મેનેજમેન્ટના 2020-2022ના 46 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર 
બીજી તરફ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન ફૂડ એન્ડ એગ્રોબિઝનેસ મેનેજમેન્ટના 2020-2022ના 46 વિદ્યાર્થીઓને નોકરીની ઓફર મળી છે.આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કેપીએમજી, પીડબ્લ્યુસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પીએન્ડજી, આરબી, નેસ્લે, ઓલમ ઈન્ટરનેશનલ, કેવિન કેર, યુમ બ્રાન્ડસ, મેકકન, અમૂલ, એફએમસી, ઉડાન, પર્પલ, યુપીએલ, ઈટીજી જેવી કંપનીઓ જોડાઇ હતી. સાથે જ ડેલોઈટ, ટીવીએસ ક્રેડિટ, એબ્સોલ્યુટ ફૂડસ જેવી એગ્રો કંપનીઓએ પણ આ પ્લેસમેન્ટમાં જોડાઇ હતી. 
Advertisement
Tags :
Advertisement

.