ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM ભૂપેન્દ્ર પટેલે ભવ્ય જીત બાદ પહેલું કામ આ કર્યું

તપોવનથી ભાટ જતા હવે નહિ નડે ટ્રાફિકડબલ એન્જીન સરકાર ની ભવ્ય જીત બાદ અમદાવાદીઓને પ્રથમ ભેટ  ચૂંટણી માં ભવ્ય જીત બાદ અમદાવાદીઓને પ્રથમ ભેટ  40.36 કરોડ ના ખર્ચે બનાવાયો અન્ડરપાસ તપોવન થી ભાટ ને જોડશે આ બ્રિજ  720 મીટર લાંબો અન્ડરપાસ  50 હજાર થી પણ વધુ વાહન ચાલકોની અવરજવર અમદાવાદ (Ahmedabad ) શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની જટિલ સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ત્યારે ભાજપના ભવ્ય વિજય બાદ àª
09:08 AM Dec 14, 2022 IST | Vipul Pandya
  • તપોવનથી ભાટ જતા હવે નહિ નડે ટ્રાફિક
  • ડબલ એન્જીન સરકાર ની ભવ્ય જીત બાદ અમદાવાદીઓને પ્રથમ ભેટ 
  •  ચૂંટણી માં ભવ્ય જીત બાદ અમદાવાદીઓને પ્રથમ ભેટ 
  •  40.36 કરોડ ના ખર્ચે બનાવાયો અન્ડરપાસ 
  • તપોવન થી ભાટ ને જોડશે આ બ્રિજ 
  •  720 મીટર લાંબો અન્ડરપાસ 
  •  50 હજાર થી પણ વધુ વાહન ચાલકોની અવરજવર 
અમદાવાદ (Ahmedabad ) શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિકની જટિલ સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ત્યારે ભાજપના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  (Bhupendra Patel)અમદાવાદીઓને તપોવનથી ભાટ જતા અન્ડરપાસની ભેટ આપી છે. વૈષ્ણવદેવી સર્કલ પર ચારે તરફ થી આવતા લોકો ને કલાકો સુધી અહીં ટ્રાફિકમાં ઉભું રેહવું પડતું હતું..હવે આ અન્ડર પાસથી લોકો ને અવરજવરમાં સહેલાઇ થશે.
અમદાવાદીઓને 40 કરોડની સૌથી પ્રથમ ભેટ 
અમદાવાદીઓને 40 કરોડની સૌથી પ્રથમ ભેટ આપવામાં આવી. આ કાર્યક્રમમાં નવનિયુક્ત અમદાવાદના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા સાથો સાથ amc માં તમામ પદાધિકારીઓ તેમજ પ્રથમ નાગરિક મેયર અને amc ના કમિશ્નર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી એસ પી રિંગ રોડ ખાતે આવેલા સરદાર ભવનમાં પણ પોહચ્યાં હતા. 


વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કરવાનો છે
લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે  રિંગરોડ ઉપર 40.36 કરોડના ખર્ચે નવા અંડર બ્રિજનું આજે લોકાર્પણ કર્યું છે. હજુ તો જોશ એવો જ છે. થાક્યા નથી. અમે તો ધાર્યા કરતાં એ સારું પરિણામ આવ્યું એટલે  એટલે જોશમાં આવી ગયા છીએ. નરેન્દ્ર ભાઈના નેતૃત્વમાં એક થઈ નેક થઈ કામો કર્યા જે લોકો સુધી પહોંચ્યા છે. એનું પરિણામ લોકોએ આપ્યું જે વિશ્વાસ આપણા પર મુક્યો એ ટકાવી રાખ્યો છે.એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કરવાનો છે.
 આખા ભારતમાં ગાંધીનગર હશે
તેમણે કહ્યું કે નરેન્દ્રભાઈ એ તો નવો જ અભિગમ શરૂ કર્યો કે વિકાસ પર પણ ચૂંટણી લડાઈ. સૌથી સારું રિઝલ્ટ અમદાવાદ શહેરે આપ્યું છે. દર વખતે જે નવું બનાવીએ તે મેઇન્ટેન પણ કરવાનું હોય છે. પણ તમે જુઓ આખો SG હાઇવે સરખેજથી ગાંધીનગર બધે બ્રિજ બનાવ્યા છે. નરેન્દ્રભાઈ અને અમિત ભાઈની દિર્ઘ દ્રષ્ટિ છે. જો આ SP રિંગ રોડ ન બન્યો હોત તો કેવો ટ્રાફિક  થતો હોત..અમિત ભાઈ અમારા સાંસદ છે એટલે જ્યારથી સાંસદ સભ્ય બન્યા ત્યારથી તેમણે કહ્યું હતું કે આખા ભારતમાં ગાંધીનગર હશે. આજે સરદાર ધામમાં મારી બીજી ઇનિંગ્સનો પહેલો પ્રસંગ છે.સરદાર વલ્લભભાઈ ના ચરણોમાં થઈ રહ્યો છે એનો આનંદ છે.
આ પણ વાંચો-- વડોદરાના જરોદ પાસે ભીષણ અકસ્માત, એક બાળક સહિત 4 લોકોના કમ કમાટીભર્યા મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBhupendraPatelChiefMinisterGujaratFirst
Next Article