ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અપોલો હોસ્પિટલ્સે સમગ્ર ભારતમાં ડૉક્ટર્સ માટે ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન પ્રસ્તુત કર્યું

અપોલો CIE નૈદાનિક નિર્ણયોને ટેકો આપવા ડિઝાઇન કરેલું છે તથા પ્રાથમિક સારવાર, સ્થિતિનું સંચાલન, ઘરે સારવાર અને સ્વાસ્થ્યમાં મદદરૂપ થાય છે. અપોલો CIE ભારતમાં દરેક લાયક, પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરને ઉપલબ્ધ થશે.અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન (CIE) પ્રસ્તુત કરવાની જાહેરાત  એશિયાની હેલ્થકેર પ્રોવાઇડર્સ પૈકીની એક અપોલો હોસ્પિટલ ગ્રૂપે આજે અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન (CIE) પ્રસ્તુત કàª
07:16 AM Feb 06, 2023 IST | Vipul Pandya
અપોલો CIE નૈદાનિક નિર્ણયોને ટેકો આપવા ડિઝાઇન કરેલું છે તથા પ્રાથમિક સારવાર, સ્થિતિનું સંચાલન, ઘરે સારવાર અને સ્વાસ્થ્યમાં મદદરૂપ થાય છે. અપોલો CIE ભારતમાં દરેક લાયક, પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરને ઉપલબ્ધ થશે.

અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન (CIE) પ્રસ્તુત કરવાની જાહેરાત 
 એશિયાની હેલ્થકેર પ્રોવાઇડર્સ પૈકીની એક અપોલો હોસ્પિટલ ગ્રૂપે આજે અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન (CIE) પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે – જે નૈદાનિક નિર્ણય લેવામાં મદદરૂપ ટૂલ છે, જેનો ઉપયોગ એપોલો 24|7ના પ્લેટફોર્મ પર ભારતના તમામ ડૉક્ટર્સ કરી શકશે. એઆઇ અને એમએલમાં લેટેસ્ટ ટેકનિકોનો ઉપયોગ કરીને વિકસાવેલું આ ટૂલ નિદાનની સચોટતામાં અસાધારણ વધારો કરીને, ડૉક્ટરની ઉત્પાદકતા વધારીને અને દર્દીનો સંતોષ – એકસાથે વધારીને ભારતીય હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તન લાવવા સજ્જ છે.

 એન્જિન એના શબ્દોભંડોળમાં 1300થી વધારે સ્થિતિ અને 800 ચિહ્નો ધરાવે છે
ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન પેટર્ન્સ ઓળખવા હેલ્થકેર વ્યવસાયિકોને મદદરૂપ થવા મોટા પાયે ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરવા સજ્જ કરે છે, અન્યથા પેટર્નની ઓળખ ચૂકી જવાય એવું બની શકે છે. આંકડાકીય રીતે વાત કરીએ તો, ઇન્ટેલિજન્સ એન્જિન એના શબ્દોભંડોળમાં 1300થી વધારે સ્થિતિ અને 800 ચિહ્નો ધરાવે છે, જે ઓપીડીમાં રોજિંદા મિક્સ કેસના 95 ટકાને આવરી લે છે. 100થી વધારે એન્જિનીયર્સે બનાવેલું આ ટૂલ અપોલોમાંથી 40 વર્ષના ડેટા, 1000s ડૉક્ટર્સની સહિયારી ઇન્ટેલિજન્સની સાથે આ ક્ષેત્રના અન્ય જર્નલ્સ (પીઅર-રિવ્યૂડ જર્નલ્સ)માંથી સપોર્ટિંગ ડેટાનો ઉપયોગ કરે છે, જેથી આ દુનિયામાં સૌથી મોટું કનેક્ટેડ હેલ્થ ડેટા બેંક પૈકીની એક બન્યું છે. આનું પરીક્ષણ થયું છે અને વિશ્વની થોડી અકાદમિક સંસ્થાઓએ માન્યતા પણ આપી છે. 

અપોલોના 500થી વધારે ડૉક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટોની ઇન-હાઉસ ટીમે બનાવ્યું
દક્ષિણ એશિયાના વિસ્તારના વિવિધ દેશો માટે ખાસ ડિઝાઇન થયેલું આ સ્વદેશી પથપ્રદર્શક ટૂલ અપોલોના 500થી વધારે ડૉક્ટર્સ અને સ્પેશિયાલિસ્ટોની ઇન-હાઉસ ટીમે બનાવ્યું છે, જે જાણકારીને આધારે બનાવેલું છે અને જળવાય છે તેમજ ઇન-હાઉસ ટીમ નિયમિત સમયાંતરે તેની સમીક્ષા પણ કરે છે. એનાથી નિદાનની વિવિધ પ્રકારની સ્થિતિને મદદ અને ટેકો મળે છે, જે ડૉક્ટર્સને શ્રેષ્ઠ નૈદાનિક પરિણામો માટે ત્વરિત અને સચોટ નિર્ણય લેવા સક્ષમ બનાવશે. 
હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તન લાવશે
અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિન તમામ ડૉક્ટર્સને અર્પણ કરતાં અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના ચેરમેન ડૉ. પ્રતાપ સી રેડ્ડીએ કહ્યું હતું કે, “મારી વય 90 વર્ષની થઈ છે. મને એશિયાની સૌથી મોટી ઓમ્નિચેનલ હેલ્થકેર ઇકોસિસ્ટમ પૈકીની એક બનાવવાની તક મળી એ બદલ હું આ સફરમાં મને સાથ આપનાર તમામનો આભાર માનું છું. પણ ભારતને ખરાં અર્થમાં સ્વસ્થ રાષ્ટ્ર બનાવવું મારી હંમેશા ઇચ્છા રહી છે, ખાસ કરીને જ્યારે આપણે ડાયાબીટિસ, હૃદયરોગ અને કેન્સર જેવા બિનચેપી રોગો (એનસીડી)ની સુનામીનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે. જ્યારે મારી ટીમે ક્લિનિકલ ઇન્ટેલિજન્સ એન્જિનની વિભાવના વિકસાવી હતી, ત્યારે હું જાણતો હતો કે, આ પથપ્રદર્શક ટૂલ હતું, જે હેલ્થકેર ક્ષેત્રમાં પરિવર્તન લાવશે. CIE અપોલો પૂરતું મર્યાદિત ન રહી શકે, પણ સમગ્ર ભારતમાં ડૉક્ટર્સ સાથે વહેંચવું જરૂરી છે. એટલે મને અપોલો CIEને ભારતમાં દરેક લાયક, પ્રેક્ટિસ કરતાં ડૉક્ટરને ઓફર કરવાની ખુશી છે. મને ખાતરી છે કે, આપણે ભૌગોલિક, પ્રાદેશિક કે આવક જેવા માપદંડોથી પર થઈને સંયુક્તપણે આપણે સમયસર અને વધારે સચોટ નિદાનો કરીને ભારતીયોને વધારે સ્વસ્થ બનાવી શકીશું.”

અપોલો હોસ્પિટલ્સ માટે એક મોટું સીમાચિહ્ન
અપોલો હોસ્પિટલ્સ ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર સંગીતા રેડ્ડીએ કહ્યું હતું કે, "ગેમ-ચેન્જિંગ અપોલો ક્લિનિકલ ઇન્ટેલિજન્સની પ્રસ્તુતિ અપોલો હોસ્પિટલ્સ માટે એક મોટું સીમાચિહ્ન છે. જ્યારે અમે થોડા મહિના અગાઉ ઓપીડીમાં CIE સાથે અપોલોના ડૉક્ટર્સને સક્ષમ બનાવ્યાં હતાં, ત્યારે અમે નિદાનની સચોટતામાં વ્યવહારિક સુધારો, ડૉક્ટરની કામગીરી કે કાર્યદક્ષતામાં વધારો અને દર્દીના સંતોષમાં વધારો જોયો હતો. અત્યારે અપોલોના 4000થી વધારે ડૉક્ટર એનો ઉપયોગ કરે છે અને તેમના નિદાનના પરિણામોમાં નોંધપાત્ર અસર અનુભવે છે. આ તેમના રુટિન ઓપીડી કાર્યક્રમનો ભાગ બની ગયું છે. અમે દર્દીઓ અને ફિઝિશિયનો માટે હેલ્થકેરનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા કટિબદ્ધ છીએ તથા અપોલો CIE એ કટિબદ્ધતાનો પુરાવો છે.”

CIE એક સેલ્ફ-લર્નિંગ એન્જિન છે
અપોલો CIE સિમ્પ્ટોમ ચેકર મારફતે ચિહ્નોની ચકાસણી કરે છે. પરિણામે આ ટૂલ સલામત, નૈદાનિક માન્યતાપ્રાપ્ત હેલ્થ સંવાદની સુલભતા પ્રદાન કરીને વિવિધ માધ્યમોની માગ પૂરી કરીને આરોગ્ય સંસ્થાઓને મદદરૂપ પુરવાર થાય છે. આમ આ કુશળ નૈદાનિક જાણકારીની વ્યવસ્થા સાથે હેલ્થકેર પ્રોવાઇડર્સ અને ડૉક્ટર્સની કાર્યદક્ષતામાં વધારો થશે. અપોલો CIE યુઝર્સના ચિહ્નોનું વિશ્લેષણ કરશે, ચિહ્નો માટે જવાબદાર કારણ કે પરિબળ નક્કી કરશે અને તેના આધારે શ્રેષ્ઠ સારવાર માટે ભલામણ કરશે. CIE એક સેલ્ફ-લર્નિંગ એન્જિન છે, જે ડૉક્ટર્સને મોટા પાયે જાણકારીની સુલભતા સાથે સજ્જ રહેવામાં મદદ કરે છે. ગયા વર્ષે જ CIE 6,00,000થી વધારે નવા ડેવલપમેન્ટ વિશે વિચાર કરવા સક્ષમ બન્યું છે, જેના પરિણામે નૈદાનિક પેપર્સ જાહેર થયા છે. અપોલો હોસ્પિટલમાં ઉપયોગ કરવા માટે CIE ઉપલબ્ધ છે અને 6 ફેબ્રુઆરી, 2023ના રોજ બહોળા વપરાશ માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો--સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાયેલા સમૂહલગ્નોત્સવમાં 88 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા, ગૃહ રાજ્ય મંત્રી રહ્યા ઉપસ્થિત
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
ApolloHospitalsCIEClinicalIntelligenceEngineGujaratFirst
Next Article