Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફ્લાવર શો અને અટલ બ્રિજથી AMCને પાંચ દિવસમાં થઇ લાખોની આવક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આવકમાં વધારો થયો છે.ફ્લાવર શો ને માંડ પાંચ દિવસ થયા છે તેવામાં અટલ બ્રિજ અને ફ્લાવર શો ને મળી ને 65 લાખની AMC  ને અવાક થઇ છે..શહેર માં નવું નજરાણું ફ્લાવર શો ઉમેરાયો છે તેવામાં લોકોની ભારે ભીડ ફ્લાવર શો અને નવનિર્મિત અટલ બ્રિજની મુલાકાતે આવી રહ્યા છે.ભીડ થાય ત્યારે જ અટલ બ્રિજ ને બંધ કરવાનો વારો આવે છેઅગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
ફ્લાવર શો અને અટલ બ્રિજથી amcને પાંચ દિવસમાં થઇ લાખોની આવક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આવકમાં વધારો થયો છે.ફ્લાવર શો ને માંડ પાંચ દિવસ થયા છે તેવામાં અટલ બ્રિજ અને ફ્લાવર શો ને મળી ને 65 લાખની AMC  ને અવાક થઇ છે..શહેર માં નવું નજરાણું ફ્લાવર શો ઉમેરાયો છે તેવામાં લોકોની ભારે ભીડ ફ્લાવર શો અને નવનિર્મિત અટલ બ્રિજની મુલાકાતે આવી રહ્યા છે.

ભીડ થાય ત્યારે જ અટલ બ્રિજ ને બંધ કરવાનો વારો આવે છે
અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ફ્લાવર શો દરમિયાન બપોરના સમયે અટલ બ્રિજ બંધ રાખવામાં આવશે પરંતુ હવે અટલ બ્રિજ ચાલુ રાખતા લોકોની ભારે ભીડ થાય છે..સાથે જયારે વધારે ભીડ થાય ત્યારે જ અટલ બ્રિજ ને બંધ કરવાનો વારો આવે છે.

AMC 65 લાખની આવક
આશરે 4 કરોડ થી પણ વધુનો ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.ત્યારે ફક્ત 5 દિવસ માં જ ને AMC 65 લાખની આવક થઇ છે. રવિવારે લોકોની ભારે ભીડ ઉમટી હતી જેમાં સૌથી વધુ 71 હજાર લોકો એ મુલાકાત લીધી છે.ત્રીજી જાન્યુઆરી એ 26 હજાર લોકો એ ફ્લાવર શો જોવા ઉમટ્યા હતા.જયારે અટલ બ્રિજ ની 13 હજાર થી વધુ લોકો એ મુલાકાત લીધી હતી.. કોર્પોરેશન દ્વારા આ વર્ષે સૌથી વધુ લોકો ફ્લાવર શો માં મુલાકાત લેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.