Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ ટ્રાફિક પોલીસે લોન્ચ કરી 'રોડ ઇઝ' એપ્લિકેશન

અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના સ્થળના તમામ અપડેટ પબ્લિક સુધી પહોંચાડી શકે તે હેતુસર બનાવવામાં આવી છે. 'રોડ ઇઝ ' નામની એપ્લિકેશન થી પોલીસ તમામ અપડેટ શહેરીજનો સુધી પહોંચાડવા google મેપ થકી મદદરૂપ બનશે.ટ્રાફિકગ્રસ્ત એરà«
અમદાવાદ ટ્રાફિક પોલીસે લોન્ચ કરી  રોડ ઇઝ  એપ્લિકેશન
અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા શહેરના ટ્રાફિકથી અસરગ્રસ્ત રહેતા વિસ્તારોમાં વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન મારફતે ટ્રાફિક પોલીસકર્મી પોતાની ફરજના સ્થળના તમામ અપડેટ પબ્લિક સુધી પહોંચાડી શકે તે હેતુસર બનાવવામાં આવી છે. "રોડ ઇઝ " નામની એપ્લિકેશન થી પોલીસ તમામ અપડેટ શહેરીજનો સુધી પહોંચાડવા google મેપ થકી મદદરૂપ બનશે.

ટ્રાફિકગ્રસ્ત એરીયા કે વેધર અંગેની જાણકારી પણ એપ્લિકેશનથી પબ્લિકને મળી રહેશે
 મહત્વનું છે કે google મેપ દ્વારા ટ્રાફિક જામ વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકગ્રસ્ત એરીયા કે વેધર અંગેની જાણકારી પણ એપ્લિકેશનથી પબ્લિકને મળી રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હી,ચેન્નાઇ કોયમ્બતુર અને બેંગલોર જેવા સિટીમાં પણ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી ચૂકી છે. જેનાથી ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમનમાં સરળતા થઈ છે. સાથે પબ્લિકને પણ વાહન કયા રસ્તા ઉપર થી ચલાવવા તે અંગે સમયસર માહિતી મળી રહેશે.


લોકોને ગુગલ ઓટો મેટીક ડાઈવર્ઝન આપશે
આ અંગે DCP પૂર્વ ટ્રાફિક પોલીસ વિભાગ સફીન હસને જણાવ્યું હતું કે,  આપણે જાણીએ છીએ કે અમદાવાદમાં નેવીગેશન માટે લોકો ગુગલ મેપનો ઉપયોગ કરે છે આ સંદર્ભને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ અને લેપટોપ કંપનીએ સંયુક્ત રીતે રોડ ઈઝ નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી ટ્રાફિકના કર્મીઓ ટ્રાફિકજામ થવાના બનાવો બને છે ત્યારે અપડેટ આપશે જે અપડેટ ગુગલ મેપમાં લાઈવ થશે અને જેથી કરીને તે રોડ પરથી પસાર થતાં લોકોને ગુગલ ઓટો મેટીક ડાઈવર્ઝન આપશે. ઘણીવાર એવું થતું હોય છે કે રોડ પર આવીને ફસાય પછી લોકોને ખબર પડતી હોય છે કે અહીં ટ્રાફિક જામ છે જેના સોલ્યુશનના ભાગરૂપે અમે આ એપ લોન્ચ કરી રહ્યાં છીએ જેથી લોકોને અગાઉથી જ ડાયવર્ઝ મળી જાય અને તેમને જામમાં ફસાવું ના પડે અને સમયનો બચાવ થાય.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.