Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને A+ ગ્રેડ

ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે NAAC દ્વારા ૪.૦૦ માંથી માન્યતા પ્રક્રિયામાં ૩.૪૪ પોઈન્ટ મેળવનાર દેશની એકમાત્ર અમદાવાદ (Ahmedabad)ની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલ બની છે.રાજ્યની શ્રેષ્ઠત્તમ માળખાકીય સુવિધાઓ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહી છે. ૨૦૨૨ માં અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલમાં ૧.૩૧ લાખ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો, ૫ વર્ષમાં ૭ લાખ ૧૫ હજાર દર્દીઓએ સારવાર મેળવી. ૫ વર્ષમાં ૭à
06:17 AM Jan 13, 2023 IST | Vipul Pandya
ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે NAAC દ્વારા ૪.૦૦ માંથી માન્યતા પ્રક્રિયામાં ૩.૪૪ પોઈન્ટ મેળવનાર દેશની એકમાત્ર અમદાવાદ (Ahmedabad)ની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલ બની છે.રાજ્યની શ્રેષ્ઠત્તમ માળખાકીય સુવિધાઓ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહી છે. ૨૦૨૨ માં અમદાવાદ ડેન્ટલ હોસ્પિટલમાં ૧.૩૧ લાખ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો, ૫ વર્ષમાં ૭ લાખ ૧૫ હજાર દર્દીઓએ સારવાર મેળવી. ૫ વર્ષમાં ૭૯૨ ગંભીર, ૪૫૪૯ સામાન્ય આમ કુલ ૫૩૪૧ જેટલી દાંત અને મ્હોં સંલગ્ન સર્જરી સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી.
A ગ્રેડ સાથે ૫ વર્ષ માટે પ્રતિષ્ઠિત માન્યતા 
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને NAAC (National Assessment And Accreditation Council) દ્વારા A ગ્રેડ સાથે ૫ વર્ષ માટે પ્રતિષ્ઠિત માન્યતા એનાયત કરવામાં આવી છે. વધુમાં NAAC (રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા કાઉન્સીલ) દ્વારા ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે ૪.૦૦ માંથી માન્યતા પ્રક્રિયામાં ૩.૪૪ પોઈન્ટ મેળવનારી અમદાવાદની સરકારી ડેન્ટર કૉલેજ અને હોસ્પિટલ સમગ્ર દેશની એકમાત્ર સંસ્થા બની જવા પામી છે. 

શું કહ્યું આરોગ્યમંત્રીએ
આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સર્વાંગી વિકાસ કરીને માળખાકીય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી છે. જેના પરિણામ સ્વરૂપ આ સિધ્ધિ હાંસલ થઇ છે. રાજ્યમાં ઉપબબ્ધ શ્રેષ્ઠત્તમ અને ગુણવત્તાસભર માળખાકીય સેવાઓ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ. 
૩.૪૪ પોઇન્ટસ મેળવીને ઇતિહાસ રચ્યો
ડેન્ટલ હોસ્પિટલના ડીન ડૉ.ગિરીશ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશીતાના પરિણામે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આકાર પામેલું મેડિસીટી મેડિકલ ક્ષેત્રે સેવા, સુવિધા અને સારવાર સંલગ્ન અનેક કિર્તીમાન સ્થાપિત કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સિવિલ મેડિસીટીની ડેન્ટલ હોસ્પિટલે આ મહત્વની સિધ્ધિ હાંસલ કરી છે. ભારતમાં ૩૧૩ ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાંથી, ફક્ત ૩૦ જેટલી જ NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જેમાંથી કેરળમાં માત્ર એકને ૩.૩૦ પોઈન્ટ સાથે A ગ્રેડ મળ્યો છે. જેથી અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલે માળખાકીય સુવિધાઓની શ્રેષ્ઠતાના પરિણામે NAAC દ્વારા ૩.૪૪ પોઇન્ટસ મેળવીને ઇતિહાસ રચ્યો છે તેમ તેમણે ગૌરવપૂર્ણ જણાવ્યું હતુ. બીજા તકક્કામાં NABH માન્યતા પુષ્ટિ માટે ૩ વર્ષ મળ્યા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતુ.  

કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ ગ્રેડ આપવામાં આવ્યો
NAACની ટીમ દ્વારા તા. ૪ અને ૫ જાન્યુઆરી-૨૦૨૩ના રોજ અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ અને કૉલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પધ્ધતિ તેમજ ડેન્ટર વિષયોમાં અભ્યાસક્રમોને લગતી સંલગ્ન શૈક્ષણિક તથા મૂલ્યાંકન પધ્ધતિઓ ડેવલપ કરવી, ડેન્ટલ  આરોગ્યમાળખાને ઉચ્ચસ્તરીય બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસો અને સંશોધનોને વધુ પ્રાધાન્ય આપી વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન પાપ્ત થાય તે દિશામાં સંસ્થાએ કરેલા પ્રયાસો, સંસ્થાના માળખાકીય અને વહીવટી માળખાને ઉચ્ચસ્તરીય અને સુચારૂ બનાવવાની દિશામાં કરવામાં આવેલ કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ ગ્રેડ આપવામાં આવ્યો છે. 

૫૩૪૧ જેટલી સર્જરી કરાઇ
અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ માં ૧ લાખ ૩૧ હજાર ૭૭૧  દર્દીઓ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો છે. જ્યારે છેલ્લા ૫ વર્ષમાં અંદાજીત ૭ લાખ ૧૫ હજાર દર્દીઓએ દાંત, મ્હોં સંબંધિત સમસ્યાનું સફળતાપૂર્ણ નિદાન અને સારવારનો લાભ મેળવ્યો છે.આ પાંચ વર્ષ દરમિયાન હોસ્પિટલમા દાખલ દર્દીઓમાંથી ૭૯૨ જટીલ અને ૪૫૪૯ સામાન્ય આમ કુલ ૫૩૪૧ જેટલી સર્જરી હોસ્પિટલના તબીબો દ્વારા સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી છે.  
અગાઉ NIRF રેન્કિંગ અને સ્કોચ 'ગોલ્ડ' એવોર્ડ એનાયત કરાયેલો છે
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ભારતની શ્રેષ્ઠત્તમ સરકારી સંસ્થાઓમાંથી એક છે જેના પરિણામે જ અગાઉ આ હોસ્પિટલને NIRF રેન્કિંગ અને સ્કોચ 'ગોલ્ડ' એવોર્ડ એનાયત થયેલ છે.
આ પણ વાંચો--મહેસાણાના ડાગરવા ગામમાં અનોખી લોકર સુવિધા, આ વાંચીને તમે થઇ જશે આશ્ચર્યચક્તિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AhmedabadGovernmentDentalCollegeandHospitalGujaratFirstNAAC
Next Article