ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના ચાણક્યપુરીના હત્યા કેસમાં 3 શખ્સ ઝડપાયા

અમદાવાદ(Ahmedabad)શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે (Police) હત્યા (Murder)નો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી. પ્રેમ સંબંધમાં ત્રણ યુવાનોએ માર માર્યો હતોશહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં àª
12:58 AM Jan 03, 2023 IST | Vipul Pandya
અમદાવાદ(Ahmedabad)શહેરના ચાણક્યપુરી રેલવે ફાટક પાસેથી મળી આવેલ યુવકના મૃતદેહ મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે (Police) હત્યા (Murder)નો ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં યુવકને માર મારવા માટે સોપારી આપવામાં આવી હતી. 

પ્રેમ સંબંધમાં ત્રણ યુવાનોએ માર માર્યો હતો
શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી  લોહીથી લથપથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે તપાસ દરમિયાન જ્યાં મૃતદેહ મળી આવ્યો હતો તેની નજીકમાં યુવકનું જેકેટ અને લોહીના નીશાનો મળી આવ્યા હતાં. જેથી પરિવારજનોએ આ અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.એવામાં પોલીસને એક સીસીટીવી ફુટેજ પણ હાથ લાગ્યા હતાં જેમાં ત્રણ યુવાનો મૃતક રાજેન્દ્ર નવલને ચાણક્યપુરી સેક્ટર 3 ફેશન કીંગ નામની દુકાન પાસે માર મારી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસએ આ ત્રણેય યુવાનોની પૂછપરછ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
તમામને 50 હજાર મળવાના હતા
પોલીસે વિજય ભરવાડ, અનમોલ યાદવ, અને પ્રવીણ પુરબીયા નામના આરોપીની ધરપકડ કરી છે.જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રેમ સંબંધમાં આ ત્રણેય આરોપીઓને મૃતક રાજેન્દ્ર નવલને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. જેના બદલામાં તેઓને રૂપીયા 50 હજાર મળવાના હતાં.જેથી તેઓએ રાજેન્દ્રને ચાણક્યપુરી ખાતે માર માર્યો હતો. બાદમાં તેને સાયન્સ સીટીથી હેબતપુર તરફ જતાં બ્રીજ પાસે લઇ ગયાં હતાં.જ્યાં તેને માર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં આરોપીઓએ મૃતદેહ રેલ્વે ટ્રેક પર ફેંકીને ફરાર થઇ ગયાં હતાં.જો કે સીસીટીવી ફુટેજએ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

પોલીસની વધુ તપાસ શરુ 
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકને જે યુવતી સાથે પ્રેમસંબંધ હતો તેના ભાઇએ આ સોપારી આપી હતી અને આરોપીઓએ રાજેન્દ્રને માર મારવાનો હતો. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ શરૂ કરીને આ સિવાય આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે, યુવતીના ભાઇનો સંપર્ક આરોપીઓ સાથે કોણે કરાવ્યો હતો. કોઇ રૂપીયાની લેવડ દેવડ થઇ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 'અક્ષરધામ એક્સપ્રેસ' તરીકે ઓળખશે: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratFirstMurderpolice
Next Article