Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ જિલ્લામાં વાવાઝોડાની અસર, જેતપુર, લોધિકામાં ધોધમાર વરસાદ

રાજકોટમાં  બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.   બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ...
રાજકોટ જિલ્લામાં વાવાઝોડાની અસર  જેતપુર  લોધિકામાં ધોધમાર વરસાદ
રાજકોટમાં  બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરથી વાવાઝોડુ 330 કિમી દૂર છે, જ્યારે  320 કિમી જખૌથી દૂર છે. બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે.   બિપરજોય વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે.  લોધિકા, જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.  જેતપુરમાં પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુ  બન્યું છે. દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામમા જોરદાર વરસાદ ચાલુ થયો છે.  રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેતપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
વાવાઝોડાની કચ્છમાં અસર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
બિપરજોય વાવાઝોડાની કચ્છમાં અસર શરુ થઈ છે. કચ્છમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.  ભુજ,માધાપર,કોડાઇ,આસંબિયા,માંડવી સહિત વિસ્તારમાં વરસાદ ચાલુ થયો છે.  દરિયાઈ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.  આવતી કાલે (બુધવારે) કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બિપોર્જોય વાવાઝોડું કચ્છના માંડવીમાં હિટ થશે. બિપરજોય વાવાઝોડું ભારે પવન સાથે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જે તેવા સંકેત છે.  અતિભારે વરસાદથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની આશંકા છે.  ભારે પવનને કારણે લાંગરેલી નાની બોટોને નુકસાન થવાની સંભાવના છે.  કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં  વરસાદનું તાંડવ સર્જાશે.
Advertisement
Tags :
Advertisement

.